Book Title: America Jata Pahela
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 52
________________ અમેરિકનોના મોઢે એક વાક્ય સહજ રીતે આવી જતું હોય છે ‘If I had a million dollars.' પૈસાનો સાવ મોહ ન જાય એ સમજાય, પણ સદા ને સર્વત્ર એક માત્ર પૈસાનો જ જયજયકાર હોય એ કેવું ? અમેરિકા પર ચોકડી મારી દેવા માટે આ એક જ પ્રશ્નાર્થ કાફી છે. Family અને અમેરિકા ૪૭ ચન્દ્રકાન્તભાઈ બક્ષી અમેરિકા ગયા, ત્યારે તેમણે ત્યાં એક અવિસ્મરણીય દશ્ય જોયું હતું. એક અમેરિકન ‘મા’એ એક બાળકને તેડ્યું હતું અને બેઅઢી વર્ષનું બીજું બાળક તેની બાજુમાં હતું. બંને દીકરાઓ ‘મા’ને એકીટશે તાકી રહ્યા હતાં. મમ્મી નિરાંતથી એક લોલીપોપ ચૂસી રહી હતી. આ દૃશ્યને યાદ કરીને ચન્દ્રકાન્તભાઈ ઉમેરે છે આવું દૃશ્ય અમેરિકામાં જ શક્ય છે. અમેરિકામાં વસતાં એક ભારતીય દ્ર હેમાંગ પટેલ. એમના મકાનમાલિકે બાયપાસ સર્જરી કરાવી. હૉસ્પિટલમાં તેમનું સારું એવું રોકાણ થયું. તેમનો દીકરો ૧૫ દિવસે એક ખાસ પદ્ધતિથી તેમની ખબર કાઢવા આવે. આ પદ્ધતિમાં એ પોતાની કારમાં ફૂલો લઈને આવે. પિતાના ઘર પાસે પોતાની કાર મુકી દે અને પછી પિતાની કાર લઈને હૉસ્પિટલ જાય. ફૂલો આપે. પિતાને ઘેર જઈ તેમની ગાડી ત્યાં મૂકી દે અને પછી પોતાની ગાડી લઈને જતો રહે. પિતૃભક્તિની આ અમેરિકન પદ્ધતિ આપણા જેવાને નહીં સમજાય. જ્યારે આપણને આ વસ્તુ સમજાશે, ત્યારે આપણે ભારતીય મટીને અમેરિકન થઈ ગયા હોઈશું. — એક ભાઈએ ગ્રીનકાર્ડનું પિટિશન નાંખીને બહેનને અહીં બોલાવી. બહેન ગ્રીનકાર્ડ લઈને પગભર થવા આવી. ફક્ત ૩-૪ મહિનામાં એણે ભાઈનું ઘર છોડવું પડ્યું. બહેને ભાઈ પાસે ૫૦૦ ડૉલર ઉછીના માંગ્યાં. ભાઈએ કહી દીધું કે દીકરીના લગ્નમાં વધુ ખર્ચો થઈ ગયો હોવાથી તને આપવા ૫૦ ડૉલર પણ નથી. એ ભાઈના ૩-૪ ઘરો હતાં. ૮-૯ લાખ ડૉલરની મિલકત હતી છતાં બહેનને બધી રીતે જાકારો મળ્યો. આજે વર્ષો થયાં, અમેરિકા જતાં પહેલાં પર

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64