Book Title: America Jata Pahela
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 51
________________ અમેરિકાનાં વાહનોના ટાયરોમાં ટ્યૂબ નથી હોતી. સ્ટીલની ફ્રેમ અને ટાયર વચ્ચેના અવકાશમાં જ હવા પૂરવામાં આવે છે. જેમ ટ્યૂબ વગરના ટાયરોથી અહીં વાહન ચાલે છે, તેમ લાગણી વગરના હૃદયોથી અહીં શરીરો ચાલે છે. (૪૬), Selfishness અને અમેરિકા અમેરિકામાં જાણે માણસ માણસનો વેરી છે. યા એ કોઈને આશરો જ ન આપે અને કદાચ આપે તો એની પૂરી કિંમત વસૂલ કરીને રહે. આશ્રિતને નિચોવે. એના પર જાત-જાતના અંકુશો મૂકે... રાતે પંખો ચાલુ ન કરવો.. ટેલિફોન ન કરવો. ફ્રીઝમાંથી કાંઈ ન લેવાય. અહીં એક એક સેન્ટની ગણતરી છે. વધુ ને વધુ ડૉલર ભેગાં કરવાની ઘળી દોટ છે. અહીંનો માણસ માણસ સાથે માણસ જેવો વ્યવહાર કરવાનું ભૂલી ગયો છે. એને બધું સેન્ટ-ડૉલરની ભાષામાં જ સમજાય છે. અહીં માબાપ-દીકરો-દીકરી બધાં જ પોતાનું અલાયદું જીવન જીવવા ઇચ્છુક છે. પારિવારિક સંબંધો અહીં છે ખરાં, પણ આર્થિક સ્તરે. નૈતિક ધોરણે અધઃપતન છે. નિબંધ વ્યક્તિ સ્વાતંત્ર્ય પામવાની ઘણી મોટી કિંમત તેની પ્રજાએ ચૂકવવી પડે છે. એ કિંમત છે એનું છિન્નભિન્ન પારિવારિક જીવન. પારિવારિક મૂલ્યોનો અભાવ. જે ભારતીયોને અમેરિકાની હવા લાગી છે, તેઓ નોતરેલાં મહેમાનો સાથે પણ ઉષ્માહીન વ્યવહાર કરે છે. પરિવારના આગંતુક સભ્યો તેમને “માથે પડેલ મફતલાલ' લાગે છે. મ્યુઝિયમ જેવા જોવાલાયક સ્થળે મહેમાનને લઈ તો જાય, પણ પછી તેમની ટિકિટ કઢાવવાના પ-૧૦ ડૉલર બચાવવા કહે : “આ સ્થળ તો મેં પહેલા જોયું છે, તમે જોઈ લો. હું તમને ૩ કલાક પછી આવીને લઈ જઈશ.” અહીં ભારતમાં તેઓ આવે, ત્યારે તેમના માટે દોડાદોડી કરનાર અને બધી રીતનો ભોગ આપનાર વ્યક્તિ જ્યારે પોતે અમેરિકા જાય ત્યારે તેને આઘાત લાગે છે. ત્યાં સ્વાર્થ અને કંજૂસાઈ એને છેલ્લી પાટલીએ બેઠેલાં દેખાય છે. અમેરિકા જતાં પહેલાં |__ ૫૧

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64