________________
Emotions અને અમેરિકા
માનવમાત્ર લાગણીશીલ હોય છે. પરિવાર, સગાં-સંબંધી, મિત્રો કે પાડોશી... એને કોઈ ને કોઈ આત્મીય જોઈએ છે. જ્યાં એના મનનો ઊભરો ઠાલવી શકાય. જેની પાસે સુખ-દુઃખની વાતો કરી શકાય, જેની સાથે ભૂતકાળનાં સંભારણાં વાગોળી શકાય. અમેરિકામાં આવા ‘આત્મીય’નો પત્તો મળતો નથી. પાડોશના ફ્લૅટમાં કોણ રહે છે એ ઘણી વાર ખબર ન હોય. અમેરિકામાં રહેતાં ભારતીય વડીલોને એકલતા કોરી ખાય છે. તેઓ કહે છે : ‘આના કરતાં મારો દેશ મારું ગામ દ્ન મારું વતન ને મારી શેરી શું ખોટાં હતાં ? ભલે એ ધૂળિયું છે, પછાત છે, પણ લાગણીઓ અને આત્મીયતાથી છલોછલ ધબકતું છે.’
૪૫
અમેરિકામાં બધું છે પણ ભારત દેશ નથી. સામાની આંખમાં મળ્યાનો ઉલ્લાસ હોય, પ્રેમની ચમક હોય... છલકાતાં ને ઉભરાતાં પ્રેમ સાથે જીવવું, સંકળાઈને જીવવું... એક-બીજા વિના રહેવાય નહીં, જીવાય નહીં, જીવી શકાય નહીં. એનું નામ ભારત દેશ. અમેરિકામાં એનો પત્તો નથી, યાદ આવે પેલી ન્યુયોર્ક કવિતા :
દોડતાં આ નગરમાં કોઈ માટે કોઈ રોકાય નહીં,
પહેલા પૂછે કે કેમ છો, પછી ઉત્તર માટે કોઈ રોકાય નહીં. જયશ્રી મર્ચંટ (અમેરિકા)
એક વસ્તુ સૌએ કબૂલ કરવી જ પડશે કે જ્યાં સમય નથી, ત્યાં
લાગણી નથી અને ત્યાં માણસ પણ નથી. લાગણી તો ઠરવામાં છે, એ દોડવામાં શી રીતે હોઈ શકે ? અમેરિકાનો માણસ એ ભૂલી ગયો છે, કે સમય એ જ તો મારું અસ્તિત્વ છે. મારી પાસે સમય નથી તો એનો અર્થ એ જ છે, કે મારી પાસે ‘હું’ જ નથી. જો મનેય ‘હું’ ન મળી શકે, તો કોઈને તો ક્યાંથી મળી શકશે ? ગીતાબહેન ભટ્ટ ખરું કહે છે
:
દોડાદોડી હાયવોયમાં સમયનું કચડાવું અહીંયા, અહમ્ અને અહંકાર વચ્ચે પ્રેમ-ત્યાગ રૂંધાયા અહીંયા. અમેરિકા જતાં પહેલાં
૫૦