________________
Child abuse અને અમેરિકા
બાળકો સાથે થતાં દુર્વ્યવહારોના ઘણા પ્રકારો હોય છે. એમની દરકાર ન કરવી, એમને પૂરતું ખાવા-પીવાનું ન આપવું, એમને માનસિક ત્રાસ આપવો, એમની મારપીટ કરવી કે એમની જાતીય સતામણી કરવી. અમેરિકામાં દર વર્ષે આવા લગભગ ૧૦ લાખ બનાવ બને છે. થોડાં વર્ષો પહેલાની વાત કરીએ તો ત્યાં ૧૯૮૫માં ૮૧૨ બાળકોનાં ખૂન થયાં હતાં. ૧૯૯૦માં ૧૦૯૯ બાળકોના ખૂન થયાં હતાં. ૧૯૯૧માં ૧૧૯૫ બાળકોના ખૂન થયાં હતાં. ૧૯૯૨માં ૧૧૪૯ બાળકોનાં ખૂન થયાં હતાં. ૧૯૯૩માં ૧૨૯૯ બાળકોનાં ખૂન થયાં હતાં. આ આંકડો આજે ક્યાં જઈને પહોંચ્યો છે, તે એક સંશોધનનો વિષય છે. વધુ આઘાતજનક બાબત તો એ છે કે આમાં ૫૦% બનાવોમાં બાળકના ખૂન માટે જવાબદાર એની મા હતી. ૨૩% કેસોમાં બાળકના ખૂન માટે જવાબદાર એના પિતા હતા. ૧૦% માં એમની માતાઓના બૉયફ્રેન્ડ્સ હતા અને બાકીના કિસ્સાઓમાં બહારના લોકો હતાં.
૪૩
અમેરિકામાં એક ૫ વર્ષનો બાળક દ્ન એરિક. એના પર ૧૦ અને ૧૧ વર્ષના બે બાળકોએ દબાણ કર્યું, કે તે પીપરની ચોરી કરે. એરિકે સાફ ના પાડી દીધી. તે બંને બાળકો એરિકને એક મકાનના ચૌદમા માળે લઈ ગયા અને બારીમાંથી તેને નીચે ફેંકી દીધો. એરિકનો ૮ વર્ષનો ભાઈ તેની સાથે હોવા છતાં તે એને બચાવી ન શક્યો.
ત્યાંનો એક ૩ વર્ષનો બાળક દ્ન જોસેફ. એની મા અમાન્ડા વોલેસ માનસિક રીતે અસ્વસ્થ હતી. એણે અનેકવાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને જોસેફ પર ત્રાસ ગુજાર્યો હતો. ત્યાંની બાળકો માટેની કોર્ટ Juvenieમાં ૩ વર્ષમાં ૨૮ વાર તેનો કેસ ગયો. ત્યાં આવા કેસોના ઢગલા થયેલા હોય છે. ત્યાંના જજો પૂરતું ધ્યાન આપી શકતાં નથી. સગાંઓની ના હોવા છતાં અને જોસેફને દત્તક લેવા માટે એક યુગલ તૈયાર હોવા છતાં જજે એની મા સ્વસ્થ છે 4 એમ કહી એને જોસેફનો કબ્જો આપ્યો. એપ્રિલ ૧૯, ૧૯૯૩ના દિવસે માએ ઇલેક્ટ્રિક વાયરથી જોસેફને ફાંસીએ લટકાવી દીધો.
Report - Judical system doomed Joseph. Joseph never had any chance of survival.
અમેરિકા જતાં પહેલાં
४८