________________
અમેરિકામાં બાળકો સ્કૂલથી ઘરે પાછા ફરે, ત્યારે ઘરમાં તેમની દેખભાળ કરનાર કોઈ હોતું નથી. બેબીસીટર કે ડે-કેર સેંટરમાં ઊછરેલાં બાળકોને ‘મા’ની મમતા કે દેખરેખ મળી શકતી નથી. નાનપણમાં જ ખરાબ વસ્તુઓ શીખીને નાની ઉંમરમાં જ તેઓ બાળસહજ નિર્દોષતા ખોઈ બેસે છે. તેઓ વધુ પડતા Aggrasive થઈ જાય છે. જેક્સન વીલે – ફ્લોરિડાના પિડિયાટ્રિક્સ કહે છે ‘આપણે બાળકોની એવી પેઢી સર્જી રહ્યા છીએ કે જે સ્વકેન્દ્રી, અપરિપક્વ અને અન્ય માટે વિચારવાના અભાવવાળી છે.’
જો મા-બાપની છાયામાં પણ ત્યાંનાં બાળકોની આવી સ્થિતિ હોય, તો ત્યાંની કુંવારી માતાના કે છૂટાછેડા લેનારી માતાનાં સંતાનોની તો કેવી સ્થિતિ હશે ! અમેરિકામાં પરણ્યા વિનાની માતાઓમાં ૭૦% વધારો થયો છે. ત્યાં દર ત્રણ બાળકમાંથી એક બાળક લગ્ન વિના જન્મે છે. અને તેમાંથી ૬૫% બાળકોના પિતા કોણ ? એ ખબર નથી. બીજી રીતે જોઈએ તો અમેરિકામાં દર પાંચ બાળકમાંથી એક બાળકને ખબર નથી કે એના પિતા કોણ છે ?
ત્યાં બાળક સ્કૂલમાં દાખલ થાય, એટલે પહેલું એ શીખવાડવામાં આવે છે કે કંઈ પણ થાય, તો પોલીસને ૯૧૧ નંબર પર ફોન કરવો. ભૂલેચૂકે બાળક મા-બાપની વિરુદ્ધમાં કોઈ ફરિયાદ કરે તો મા-બાપને જેલમાં જવું પડે. આ સ્થિતિમાં મા-બાપ શું કરશે ? માસ્તર મારેય નહીં ને ભણાવે ય નહીં ૬ એ કહેવતને સાર્થક કરશે. એટલે બાળકોના સંસ્કરણની રહીસહી શક્યતાય મરી પરવારશે.
૬
નિચોડ : હ્યુસ્ટન રાઇસ યુનિવર્સિટીના સમાજશાસ્ત્રી સ્ટીફન
ક્લિનબર્ગના શબ્દોમાં કહીએ તો ‘અમેરિકામાં બાળકોની
આખી પેઢી ઉપેક્ષાથી પીડાય છે.’
અમેરિકા જતાં પહેલાં
૪૬
我