________________
કોઈ જ જોગવાઈ નથી. કેટલાય પુરુષો તો શહેર છોડીને ગુમ થઈ જાય છે અને બીજા શહેરમાં નવો સંસાર વસાવે છે. પત્ની ૨કમ માંગવા જાય ક્યાં ? પોતે એકલાંય જીવવું હોય, તો મજૂરી કરી કરીને જાત ઘસી નાંખવી પડે એવા ત્યાંના માહોલમાં બાળકોને ઉછેરવા શી રીતે ? સલામતીનું શું ? લાગણીઓ અને અરમાનોનું શું ? એક બાજુ અમેરિકાથી ભારત પાછી ફરેલી પત્નીઓ અને ત્યક્તાઓના પણ ઘણા દાખલા છે, તો બીજી બાજુ હજારો સ્ત્રીઓના ખૂન તેમના પતિ દ્વારા કે નિકટથી તેઓ જેમના પરિચિત હતા, તેવા માણસો દ્વારા થાય છે.
पिता रक्षति कौमार्ये भर्ता रक्षति यौवने ! पुत्रो रक्षति वार्द्धक्ये આ ભારતીય સંસ્કૃતિથી વંચિત બનીને અમેરિકન સ્ત્રીએ ઘણું બધું ગુમાવ્યું છે. કોમાર્યમાં એની રક્ષા કરનાર પિતા નથી. યૌવનમાં એની પડખે ઊભા રહેનાર પતિનો પત્તો નથી. એનું ઘડપણ આવે એની પહેલા તો એનો દીકરો ગાયબ થઈ ચૂક્યો હોય છે. જીવનનો આ સંઘર્ષ એકલા કાપ્યા સિવાય તેની પાસે બીજો કોઈ જ વિકલ્પ નથી. This is the cost of American dream.
૪૦
Parents અને અમેરિકા
અમેરિકામાં એવાં પણ મા-બાપો છે, જેઓ રહે છે તો સંતાનોની સાથે જ, પણ તેમની દશા ઘરના નોકર કરતાંય બદતર છે. ઘડપણમાં દરેક મા-બાપની એવી અપેક્ષા હોય, કે તેમના સંતાન તેમની સેવા કરે. તેના બદલે અમેરિકામાં તેમણે જ સંતાનોની સેવા કરવી પડે છે. તેમણે આયા/ બેબીસીટર તરીકે કામ કરવાનું, ઘરની સફાઈ વગેરે કરવાની, રસોઈ કરવાની... આટઆટલું કર્યા પછી ય સંતાનો તેમની સાથે ડૉલર-સેન્ટમાં વ્યવહાર કરે, તેમને મહેણાં-ટોણાં મારે, તેમને અપમાનિત અને હડધૂત કરે અને માનવતાને લજવે એટલી હદનો દુર્વ્યવહાર તેમની સાથે કરે. ન તેઓ કોઈને ફોન કરી શકે કે ન તો ફરિયાદ કરી શકે.
અમેરિકા જતાં પહેલાં
-
૪૪