________________
ઘટતાં જ જાય છે. કુંવારી માતાઓની સંખ્યા ભયજનક રીતે વધી રહી છે. લગ્નજીવન પણ અગાઉ કરતાં ઓછું સુખી અને ઓછું ટકાઉ નીવડી રહ્યું છે. છૂટાછેડાનું પ્રમાણ ઊંચે ને ઊંચે જઈ રહ્યું છે.
આ પરિસ્થિતિનું મુખ્ય કારણ ત્યાંની જાતીય સ્વતંત્રતા છે. લગ્ન પૂર્વે સ્ત્રી-પુરુષે જાતીય સંબંધોથી દૂર રહેવું જોઈએ એવા નૈતિક મૂલ્યોનું અમેરિકન સમાજમાં કોઈ જ મહત્ત્વ નથી. અહીં નગ્ન હોવું એ શરમજનક નથી, જાહેર સ્થળને બેડ-રૂમ માનીને ચાલવું એ પણ શરમજનક નથી અને કુંવારી માતા હોવું એ પણ શરમજનક નથી.
એલચી :- અમેરિકા ડૉલરનું ડિવેલ્યુએશન કરી કરીને ભારત પાસેથી “શરમ”ની લોન લેતું રહે, તો જ એનું ઠેકાણું પડે એવું નથી લાગતું?
(30)
Divorse અને અમેરિકા
અમેરિકામાં સ્ત્રી જૉબ પર જતી હોય, તેને એક સહજ પ્રશ્ન કરવામાં આવે છે - “તું પરણેલી છે ? તારે કેટલામો પતિ છે ?” પુરુષને પૂછવામાં આવે છે – “તું પરણેલો છે ? તારે કેટલામી પત્ની છે ?” શાળાનાં બાળકો ત્યાં નેચરલી બોલતાં હોય છે “આ મારી બીજી ત્રીજી મોમ છે. આ મારા બીજા ત્રીજા ડૅડ છે. એક જ પતિ/પત્નીની વાત સાંભળીને ત્યાંના લોકોને ખૂબ જ આશ્ચર્ય થાય છે... આટલું બધું લાંબું ચાલ્યું શી રીતે ? અમેરિકામાં લગ્ન-છૂટાછેડા-લગ્ન.. આ એક સહજ વણથંભી પ્રક્રિયા છે. ત્યાં છૂટાછેટા પણ લગ્ન જેટલા જ આસાન છે. લગ્નજીવનમાં પણ લગ્નબાહ્ય સંબંધો અને જીવનસાથી સાથે બેવફાઈ એ ત્યાં સામાન્ય ગણાય છે.
છૂટાછેડાની સીધી અસર બાળકો પર થાય છે. સાવકા મા-બાપની સમસ્યાઓ કુમળા બાળકનું જાણે ગળું મરડી નાખે છે. મા નવા પતિ સાથે રહેતી હોય કે બાપ બીજી પત્ની સાથે રહેતો હોય, ત્યારે બાળકની સ્થિતિ ખૂબ જ કફોડી બની જાય છે. બાળકને સ્વસ્થ સમાજના જવાબદાર નાગરિક
અમેરિકા જતાં પહેલાં
૪૨.