Book Title: America Jata Pahela
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 47
________________ Youngsters અને અમેરિકા અમેરિકામાં રહેલા સમજું ભારતીય માતા-પિતાઓ એવો પ્રયાસ કરે છે, કે તેમનાં સંતાનો ભારતીય ભાષા, સંસ્કાર, રીત-રિવાજો અને સંસ્કૃતિને જાળવી રાખે. આ વાત સારી છે, પણ તેમનાં સંતાનો અમેરિકાના રીતરિવાજો અને જીવનશૈલીને અપનાવવા માંગે છે. આ ખેંચતાણમાં છેવટે માતા-પિતાએ હાર માનવી પડે છે. ડૉલરની માયા છોડીને તેઓ સમયસર ભારતમાં આવી ગયા હોત તો સંતાનો બચી શકત, પણ એ સમય હવે જતો રહ્યો હોય છે. મુક્તસમાજના દૂષણોને ત્યાંનાં યુવક-યુવતીઓ સમજ્યાં નથી હોતાં. મોટાભાગનાં માતા-પિતાઓ પાસે તો એ સમજાવવાનો સમય પણ નથી. ૪૨ જે સંતાનોના અભ્યાસ માટે ભારતીય મા-બાપો ગૌરવ લેતાં હતાં, એ જ સંતાનો યા તો લગ્ન કરવાની ઘસીને ના પાડી દે અથવા તો લગ્નની બાબતમાં તેમને માથું ન મારવા કહે, ત્યારે તેઓ મોટું વકાસીને જોતાં રહી જાય છે. ગુજરાતી સંતાનો પણ મા-બાપને બિન્ધાસ્ત કહી દે છે, કે તેઓ પોતાને ફાવે તે ધોળિયા કે કાળિયા પાત્ર સાથે લગ્ન કરશે અને ફાવે ત્યારે કરશે. આ સમયે મા-બાપો અમેરિકા આવવાની ખરી કિંમત ચૂકવતાં હોય છે. બહાર તેઓ સંતાનોનો બચાવ કરે છે ‘આપણે ત્યાં એવા લાયક પાત્રો જ ક્યાં રહ્યા છે ? એમણે આખી જિંદગી વિતાવવાની છે. તેમનો જ નિર્ણય સાચો. આપણે તો તેઓ સુખી થાય એ જ જોવાનું. આપણે આપણી ફરજ પૂરી કરી...' વગેરે વગેરે. પણ તેમનો ચહેરો તેમના દિલના દર્દની ચાડી ખાધા વિના રહેતો નથી. અમેરિકાના યંગસ્ટર્સ અણસમજ અને સ્વચ્છંદતાથી ત્યાંનાં પાત્રોને પરણવા લાગ્યા, તેમાંથી કજોડાં જન્મી રહ્યાં છે. આવા લગ્નો બહુ ટકતાં નથી અને છૂટાછેડામાં જ્યારે ‘વળતર’નો આંકડો આવે, ત્યારે આખુંય ઘર નાણાકીય કટોકટીમાં ફસાઈ જાય છે. ૪૭ અમેરિકા જતાં પહેલાં

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64