________________
મા-બાપને સરકારી પેન્શન અપાવવા માટે એ લોકો દોડધામ કરે, પછી પેન્શનના ૫૦૦-૬૦૦ ડૉલર પોતાના ખિસ્સામાં સરકાવી દે. માબાપને સેન્ટ-સેન્ટ માટે માંગણ બનવું પડે.
કેટલાંક સંતાનો કોઈ મંદિરવાળાને મહિને ૧૦ ડૉલર આપીને માબાપને આખો દિવસ ત્યાં મૂકી આવે. કોઈ વગર નોતરે આવેલાં મા-બાપને ઍરપૉર્ટ પર લેવા જ ન જાય. કોઈ વખત એમનું ભરણ-પોષણ ન કરવું પડે, એ માટે એમને કોઈ બજારમાં લઈ જઈને ક્યાંક બેસાડીને ‘હમણાં આવ્યાં’ એમ કહીને જતાં રહે અને કદી પાછા આવે જ નહીં. વિદેશની ધરતી પર મા-બાપને ભગવાન ભરોસે રઝળતાં મૂકી દે. (આવો દાખલો ત્યાંના ગુજરાતી પરિવારનો પણ છે.)
અમેરિકન લોકોને ઑવરટાઇમ કરીને પણ અઠવાડિયાના ૫૫-૬૦ કલાકનું કામ મળી જાય તો કરવું છે. આ સ્થિતિમાં ૬-૭ વર્ષના બાળકના માટેનો સમય ખોવાઈ જાય છે. પછી ઘડપણમાં તેઓ સંતાનો સાથે સમય ગાળવા ઇચ્છે, ત્યારે સંતાનો પાસે સમય હોતો નથી. અમેરિકામાં ટી.વી. બાપ છે અને ફ્રીઝ મા છે. ઘોડિયાઘરથી ઘરડાઘર સુધીની આ સંસ્કૃતિ છે, જેમાં ફાધર્સ ડે અને મધર્સ ડે વરસમાં એક જ વાર આવે છે.
Childern અને અમેરિકા
અમેરિકામાં એક મહિનાના બાળકને પણ અલગ રૂમમાં સુવાડવામાં આવે છે. એને ડાયપર પહેરાવી દીધી એટલે કામ પૂરું થઈ ગયું. હવે એ આખી રાત રડે તોય મા-બાપ એના પર ધ્યાન આપતાં નથી. ‘છો રડે, એ એની રીતે જીવતાં એકલાં રહેતા શીખી જશે.’ આવી એમની વિચારસરણી હોય છે. ત્યાં ત્રણ વર્ષના બાળકે પણ મા-બાપના બેડરૂમમાં આવવું હોય તો પહેલા ટકોરાં મારવા જરૂરી છે.
૪૧
૪૫
અમેરિકા જતાં પહેલાં