________________
((જજ))
Relatives અને અમેરિકા
અમેરિકા સ્થિત ભારતીયોના સ્વજનો કે નિકટના મિત્રો ભારતમાં ગંભીર માંદગીનો ભોગ બન્યા હોય, તો તેમને લાચાર થઈને માત્ર ફોનના આધારે બેઠાં રહેવું પડે. દરેક ઇમરજન્સી વખતે તો ભારત આવી શકાય તેમ નથી. ક્યારેક જૉબમાંથી રજા ન મળે, ક્યારેક પૈસાનો પ્રશ્ન હોય. માતા-પિતા કે સ્વજનનો અંતિમ સમય હોય અને એમની પાસે પહોંચતાં પહેલાં તેમનું મૃત્યુ થઈ જાય, એ દુઃખ તો જે જીરવે તે જ જાણે.
મનમાં થાય કે ભારતમાં હોત તો તો સાથે જ રહેતા હોત અને નહીં તો બસ-ટ્રેન પકડીને તરત જ બીમાર માણસ પાસે પહોંચી જાત. આ ૧૦,૦૦૦ માઈલના અંતરે તો અમને સાચે જ વિખૂટા પાડી દીધા.
થોડા દિવસ અહીં રહીને જ્યારે એ વ્યક્તિ અમેરિકા પાછી જતી હોય ત્યારે એને અસહ્ય દુઃખ થતું હોય છે. એ સમયે આખું ઘર દ્ર આખો પરિવાર લાગણીથી ભીનો ભીનો બની જતો હોય છે. જનાર વ્યક્તિને ફરી ફરી એ વિચાર આવે છે કે ઘરના વૃદ્ધો ફરી મળશે કે નહીં ? એ પોતાની જાતને જ પ્રશ્ન પૂછે છે કે આ બધાં આપણા પર આટલો પ્રેમ રાખતા લોકોને છોડીને ફરીથી પાછા જવા જેવું ત્યાં શું છે? મોટા રસ્તા, મોલ્સ કે ગાડી શું આવા પ્રેમની ખોટ પૂરી પાડી શકશે ?
પણ હવે આ બધા વિચારો વ્યર્થ હોય છે. ભારત છોડીને અમેરિકા ગયા ત્યારે જ દાવ ખેલાઈ ગયો છે. હજી તો ઘરના મોરગેજના હતા ભરવાના છે, નોકરી ટકાવવાની છે, છોકરાઓને ભણાવવાના છે. હજી સંઘર્ષ બાકી છે અને મંઝિલ દૂર છે. (કદાચ, મંઝિલ શું છે એ જ ખબર નથી.) વિચારો ને વિચારોમાં પ્લેન અમેરિકા આવી જાય છે અને માણસ રોજિંદી જિંદગીમાં પરોવાઈ જાય છે.
૪૯
અમેરિકા જતાં પહેલાં