________________
વાસના અને પ્રેમ દ્ન એ બંને એક જ વસ્તુ છે. જાતીય આકર્ષણ ઊભું કરવા માટે ત્યાંની છોકરીઓ અને સ્ત્રીઓ નિર્લજ્જ પહેરવેશથી માંડીને શારીરિક અવયવોનાં ઑપરેશનો સુધીના ધતિંગ કરે છે. ત્યાંનાં છાપાંઓમાં આવતી સજાતીય/વિજાતીય સંબંધો બાંધવા માટેની અઢળક જાહેરાતો ત્યાંના લોકોના વિકૃત માનસનો ખ્યાલ આપે છે.
What do you think ? તમારું સંતાન બચી જશે ? શાબાશ, તમને શેખચિલ્લી સિનિયર કહેવા પડશે.
૩૬
Character અને અમેરિકા
૧૬ વર્ષની ઉંમરે છોકરી એના બૉયફ્રેન્ડ સાથે ડેટિંગ પર જાય, એ અમેરિકામાં ઑફિસિયલ વસ્તુ છે. દીકરી અઢાર વર્ષની થાય એટલે એ પોતાના રૂમમાં ગમે તે બૉયફ્રેન્ડને રાતે લાવી શકે. મા-બાપથી કાંઈ કહી શકાય નહીં. ઉંમરલાયક દીકરી રોજેરોજ નવા નવા છોકરાને ઘરે લાવે અને રાત્રે પોતાના રૂમમાં જ રાખે, તો પણ મા-બાપથી ના ન જ પાડી શકાય એવા અમેરિકા અને યુરોપના કાયદા છે.
અઢાર વર્ષની ઉંમર પછી ત્યાંનાં છોકરા-છોકરીઓ મા-બાપ સાથે રહેતાં હોય, એ પણ એક આશ્ચર્ય ગણાય. સ્વતંત્રતાના નામે ત્યાં સ્વચ્છંદતા ચરમ સીમાએ પહોંચી છે. ત્યાં રહેતા ભારતીય પરિવારો આ દૂષણોથી મુક્ત હશે, એવી મુક્ત કલ્પના કરવાની સ્થિતિ જ નથી રહી. ડલ્લાસ-ટેક્સાસમાં હાઈસ્કૂલમાં ભણતી એક ભારતીય છોકરી પોતાની રૂમમાં બૉયફ્રેન્ડ્સ સાથે રાતે ફિલ્મ જોઈ રહી હતી. સારો એવો ઘોંઘાટ થઈ રહ્યો હતો. એના પિતાએ સવારે વહેલા ઊઠીને કામ પર જવાનું હતું. એમણે દીકરીને અવાજ કરવા બદલ ઠપકો આપ્યો. બૉયફ્રેન્ડ્સે એ છોકરીને ચડવણી કરી. ‘તારો બાપ અમારી હાજરીમાં તારું આવું અપમાન કરે, એ તું કેમ સહન કરી લે છે ? ઠોકી દે એના પર કેસ.’ પેલીએ પોલીસને ફોન કર્યો. દીકરીને માનસિક રીતે એબ્યુઝ કરવા બદલ પિતાને ૭ વર્ષની જેલ થઈ. પરિવારમાં કમાનાર અમેરિકા જતાં પહેલાં 幾
૪૦