Book Title: America Jata Pahela
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 38
________________ (38) T.V. અને અમેરિકા અમેરિકામાં સેંકડો ચેનલો કાર્યરત છે. આખો દિવસ ફિલ્મો જોઈ શકાય એટલી ફિલ્મ ચૅનલો ટી.વી. પર પ્રસારિત થાય છે. કેબલ ટી.વી. પર બતાવાતી મોટા ભાગની ફિલ્મો જાતીયતા અને હિંસાની ગંદકીથી ખદબદતી હોય છે. ૮૦% અમેરિકનો માને છે કે ટેલિવિઝનનું સ્તર ખૂબ જ ઊતરતું છે. હિંસા, ચોરી, લૂંટ અને બળાત્કારો તેમાં ઠાંસી ઠાંસીને ભરેલાં છે. એવરેજ અમેરિકનો ૧૬ વર્ષની ઉંમર થાય, ત્યાં સુધીમાં ટી.વી. પર ૨ લાખ હિંસાનાં દૃશ્યો જોઈ ચૂક્યાં હોય છે અને ૩૩ હજાર ખૂન જોઈ ચૂક્યા હોય છે. એક કલાકે ત્યાંનું ટી.વી. એવરેજ ૩૦ હિંસાનાં દશ્યો પીરસી રહ્યું છે. રોજ રાતે બે મર્ડર જોઈને અમેરિકનો ગુડ-નાઇટ કહે છે. - આ પરિસ્થિતિમાં બાળકોના મન પર વિશેષ વિકૃત અસર પડે છે. મર્ડરો જોઈ જોઈને મર્ડર કરવાનો શોખ પોતાની મમ્મી ઉપર જ પૂરો કરનાર બાળક એ અમેરિકન ટી.વી.ની પેદાશ છે. શાળાનાં બાળકોથી માંડીને સગા પિતાને રિવૉલ્વરથી શૂટ કરી દેતું ત્યાંનું બાળક હકીકતમાં ટી.વી.નું અનુસરણ જ કરતું હોય છે. ગંદકીને જોઈ જોઈને ત્યાંના બાળકો તેમના મનની પવિત્રતા ગુમાવી બેઠા છે. કાચી ઉંમરે ગલીચ કૌભાંડો કરતાં ત્યાંના બાળકોએ તેમનું બાળપણ તો ખોયું જ છે. ચિત્ર-વિચિત્ર બીમારીઓ અને કૉપ્લિકેશન્સના ભોગ બનીને તેમનું યોવન પણ ખોયું છે. ટી.વી. સાથે ચીટકી રહેવાના કારણે ત્યાંના બાળકોની રચનાત્મક શક્તિ અને સર્જનાત્મક શક્તિ પર અવળી અસર થાય છે. ટી.વી. માટે અમેરિકામાં એક શબ્દ પ્રચલિત છે, ઈડિયટ બોક્સ. આમ છતાં ય ત્યાં ત્રણ જણના પરિવારમાં આઠ ટી.વી. હોય એવા દાખલા છે. ત્યાંના સમજું માતા-પિતાઓ બાળકોના સંસ્કારોને બચાવવા માટે કેનેડાના એવા જંગલ-સાઈડના વિસ્તારોમાં રહેવા જવા ઇચ્છે છે, જ્યાં ટી.વી. હોય જ નહીં. પણ એવાં સમજું કેટલા ? સમજું માટે પણ આ પોસિબલ કેટલું? શું લાગે છે તમને ? તમારો નંબર શેમાં લાગશે ? અમેરિકા જતાં પહેલાં

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64