Book Title: America Jata Pahela
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 39
________________ (૩૫) Culture અને અમેરિકા એક બાજુ અમેરિકામાં ભારત જેવી સુવ્યવસ્થિત પ્રાચીન સંસ્કૃતિનો અભાવ છે. બીજી બાજુ ત્યાંનું સેન્સરશીપ વિનાનું મીડિયા-તંત્ર ટી.વી., થિયેટર, છાપાં, મૅગેઝિન... બધાં જ પ્રકારે છડે-ચોક નગ્નતાનું પ્રદર્શન કરી રહ્યું છે. ત્રીજી બાજુ ઊગતી પેઢીમાં સત્સંસ્કારોનું સિંચન કરવા માટે ત્યાંનાં મા-બાપો પાસે એક મિનિટ પણ નથી. દાદા-દાદી જેવી વસ્તુ અમેરિકામાં તો છે જ નહીં અને યા તો ત્યાંની મનસ્વી વિચારસરણી ધરાવતી પેઢી માટે સાર્થક નથી. ચોથી બાજુ ટૅકનૉલૉજીના નવા આયામો - ઇન્ટરનેટ, આઇ-ફોન, આઇ-પોડ વગેરેએ રહ્યુસહ્યું કામ તમામ કરી દીધું છે. પાંચમી બાજુ ત્યાંના વિકૃત સમાજમાં રસ્તાઓ, જાહેર સ્થળો, બીચો, રેલ્વે સ્ટેશનો, જ્યાં જાઓ ત્યાં બીભત્સ દેહ-પ્રદર્શન અને નિર્લજ્જ જાતીયચેષ્ટાઓનું દૃશ્ય સુલભ હોય છે. આટ-આટલી હોનારતો ઓછી હોય એમ.... છઠ્ઠી બાજુ ત્યાંની સ્કૂલોમાં બાળકોને ૧૩-૧૪ વર્ષની ઉંમરથી જ જાતીય શિક્ષણ અપાય છે. જે હકીકતમાં ૨૩-૨૪ વર્ષના છોકરાઓને આપવું પણ યોગ્ય નથી હોતું. સ્કૂલનું હોમવર્ક કરતો છોકરો મોટેથી તેના ફકરાઓ વાંચીને મા-બાપને તેના વિષે પ્રશ્ન કરે, ત્યારે તેમની સ્થિતિ ખરેખર કફોડી થઈ જતી હોય છે. કુમળી વયનાં બાળકો જાતીય શિક્ષણ પામીને તરત જ એનો પ્રયોગ કરવા માટે તલપાપડ બને છે. ક્લાસમાંથી ટિચર્સ વિદાય લે ત્યારે ઘણી વાર બીજા સ્ટુડન્ટ્સની નજર સામે જ આવા પ્રયોગો થાય છે, તો ઘણા કિસ્સામાં સ્ટુડન્ટ્સ સાથે ટિચર્સના વ્યભિચારો ચાલતાં હોય છે. ઘણી સ્કૂલોમાં અંદર જ ગર્ભપાતની કે ઘોડિયાઘરની વ્યવસ્થા છે. તો ઘણી સ્કૂલોમાં સંતતિ-નિયમનનાં સાધનો આપવામાં આવે છે. કુંવારી માતાઓનું પ્રમાણ ભયજનક રીતે વધતું જાય છે. અહીંની પ્રજાને મન જાતીય અમેરિકા જતાં પહેલાં ૩૯

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64