________________
Greencard અને અમેરિકા
ભારતમાં સફેદ લૂંટ કરવા માટેનું કોઈ ખતરનાક હથિયાર હોય તો એ અમેરિકાનું ગ્રીનકાર્ડ છે. ગ્રીનકાર્ડ ધરાવતી વ્યક્તિ સાથે ભારતનાં મા-બાપો આંખ મીંચીને સારાં સારાં દીકરા-દીકરીઓને પરણાવી દે છે. અમેરિકામાં ઘૂસવાના એક માત્ર લક્ષ્ય સાથે. પણ પછી આખી જિંદગી ‘કજોડાંને’ કારણે બરબાદ થઈ જાય, કે છૂટાછેડાના પ્રશ્નો ઊભા થાય, એની ચિંતા કોઈ કરતું નથી. ગીતાબહેન ભટ્ટ ખરું જ કહે છે
33
અરે જેવી તેવી કામિની, જેને ગ્રીનકાર્ડ લાગ્યું હાથ, રંક હો કે અપંગ હો, પણ લઈ આવે ડૉક્ટર સાથે.
ક્યારેક એવુંય બને છે, કે અમેરિકાનું ગ્રીનકાર્ડ ધરાવતો યુવક ત્યાં પરણેલો હોય. એને એક-બે બાળક પણ હોય, વધુમાં ત્યાં બીજું લફરું પણ ચાલતું હોય, એને હકીકતમાં પત્ની નહીં પણ કામવાળી, આયા કે રસોયણ જોઈતાં હોય. કોડભરેલી પરણેતરને ઘરમાં પૂરીને લોક કરીને એ જોબ પર જતો રહે, એને ફોન પણ ન કરવા દે, તો અમેરિકા એના માટે અંધાર-કોટડીથી વિશેષ કંઈ જ નથી.
ભારતમાં જે કન્યાઓ ચાનો કપ સુધ્ધાં સાફ ન કર્યો હોય, નોકરચાકર ને સુખ-સાહેબી વચ્ચે ઉછરેલી હોય, એ કન્યા જ્યારે અમેરિકામાં પોતાની પ્લેટ ને વાસણો માંજે કે કોઈ સ્ટોરમાં ખડે પગે સવારથી સાંજ ઊભા રહેવાની નોકરી કરે, ત્યારે એની આંખોમાંથી ટપોટપ આંસુ પડતાં હોય છે. ખરું ‘અમેરિકા’ આ છે.
બીજી બાજુ ગ્રીનકાર્ડ જોઈને ત્યાંની છોકરી સાથે અહીંનો યુવક પરણ્યો હોય, એ યુવક થોડો નબળો હોય, તો એ છોકરી એને નોકરની જેમ ઊઠબેસ કરાવે અને માનસિક ત્રાસ આપે. એ છોકરો ડિપ્રેશનનો ભોગ બની જાય.
ત્યાંના શાણાં છોકરાછોકરીઓ ત્યાંનાં છોકરા/છોકરીની ટેવો-કુટેવો જાણતાં હોય છે. તેથી તેઓ ભારતીય પાત્રને પસંદ કરે તે દેખીતી વાત છે, પણ આમાં ગ્રીનકાર્ડનું માપદંડ કપટકાંડ સર્જી દે છે.
અમેરિકા જતાં પહેલાં
૩૭