Book Title: America Jata Pahela
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 36
________________ (32) Elegal Residency WG WISI અન્ય દેશોમાંથી ગેરકાયદેસર આવીને વસેલા માણસોને કારણે જે હકથી વસેલા છે, તેઓને આર્થિક મુશ્કેલીઓ અનુભવવી પડે છે. તેઓને જૉબ મળતી નથી તેથી અમેરિકાની ટૅક્સની આવક પણ ઘટી છે. પરિણામે આર્થિક પાસું નબળું થતું જાય છે. પ્રજાને સરકાર તરફથી મળતી રાહતોમાં કાપ મુકાતો જાય છે. આ પરિસ્થિતિમાં સરકારે કેટલીક ખાસ એજન્સીઓને રાખી છે, જેઓ ગેરકાયદેસર રહેનારાઓને પકડે છે અને તેમના દેશમાં પરત મોકલે છે. તેમને જેઓ જૉબ પર રાખે, તેમને દંડ અને સજા કરવામાં આવે છે. બીજી બાજુ જેઓ ત્યાં ગેરકાયદેસર વસે છે, તેઓ સોશિયલ સિક્યુરિટી વગેરે રાહત યોજનાઓના લાભથી તો વંચિત રહે જ છે, નોકરીમાં પણ તેમનું શોષણ કરવામાં આવે છે. ગ્રીનકાર્ડ ધારકને કલાકના ૬ ડૉલર અપાતા હોય, તો ગ્રીન કાર્ડ વગરનાને કલાકના ૩ ડૉલર જ મળે. તેમની મજબૂરી છે, તો એ મજબૂરીનો ગેરલાભ ઉઠાવવા માટે અમેરિકનો તૈયાર જ છે. તોય અમેરિકાને સમજ્યા વિના ગાંડી દોટમાં લાખો રૂપિયા ખરચીને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઠલવાતાં લોકોની કમી નથી. અમેરિકામાં ગ્રીનકાર્ડવાળા કે ગ્રીનકાર્ડ વગરના બંને દુઃખી જ છે. તોય આ સત્યથી અજાણ અહીંના લોકોએ ગ્રીનકાર્ડને જાણે સ્વર્ગનો પરવાનો હોય એવો દરજ્જો આપી દીધો છે. આ સંદર્ભમાં એક વાત જાણવી બહુ જ રસપ્રદ છે કે ત્યાંના કાયદા મુજબ ગ્રીનકાર્ડ ધારક ૧૮ થી ર૬ વર્ષની વ્યક્તિને યુદ્ધના સમયે આવશ્યકતા અનુસાર ફરજિયાત યુદ્ધમાં જવું પડે. વિયેતનામ યુદ્ધ વખતે આપણા ગુજરાતી પરિવારોએ આ કારણથી પોતાના દીકરાઓને કેનેડા, ઈંગ્લેન્ડ કે ગુજરાત મોકલી દીધા હતા. I mean ભગાડી દીધા હતા. કાલે કદાચ ભારત-અમેરિકાનું યુદ્ધ થાય, તો ત્યાં રહેલા ભારતીયોએ ભારતની જ સામે બંદૂક તાકવી પડે એવી ગોઠવણ ત્યાંના ગ્રીનકાર્ડમાં કરેલી છે. અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં આવી સ્થિતિ હતી જ. ગુલામીનું આથી મોટું પ્રમાણપત્ર બીજું શું હોઈ શકે ? અમેરિકા જતાં પહેલાં _ ૩૬

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64