Book Title: America Jata Pahela
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 35
________________ (૩૧) Weather અને અમેરિકા અમેરિકન ચિંતક હેન્રી ડેવિડ થોરોએ કહ્યું છે : “કુદરતની વધુ મહેર આપણે નથી મેળવી શક્યા.” બરફ, અગ્નિ, પવન, પાણી, ભૂકંપોની ધ્રુજારીઓ અને જ્વાળામુખીની ગર્જનાઓ. નિસર્ગના આ વિવિધ રૂપોનો સોથી વધુ પ્રભાવ અમેરિકામાં દેખાય છે. કેલિફોર્નિયાનો ધરતીકંપ હોય, હવાઈ ટાપુનો જ્વાળામુખી હોય કે ટેક્સાસથી મેઈન સુધી ફૂંકાતા હરિકેન્સ કે ટોર્નેડોઝ હોય, કુદરતના રોદ્ર સ્વરૂપની ઝલક અહીં અવારનવાર જોવા મળે છે. અમેરિકામાં બે જ ઋતુ છે – શિયાળો અને ઉનાળો. વરસાદ ગમે ત્યારે આવતો રહે. કેલિફોર્નિયાબોસ્ટન, બફેલોનો શિયાળો વધુ આકરો પડે. ન્યુ જર્સી-હ્યુસ્ટન-ટેક્સાસનો ઉનાળો ભારે પડી જાય. શિયાળામાં બોર બોર જેવા કરા નુકસાન પણ કરે. ક્યારેક અહીં કરાના તોફાનો હોય, તો ક્યારેક પાણીની અછત પણ હોય. વરસાદ ખેંચાઈ જાય ત્યારે પાણીની કટોકટી જાહેર કરીને પાણી ઉપર કાપ મુકવામાં આવે. તે સમયે લોન પર પાણી છાંટવાની બંધી લાદવામાં આવે. હરિકેનના પગલે પૂર પણ આવે, વધુ પડતાં વરસાદથી કે બરફ પીગળવાથી પણ પૂર આવે અને જાન-માલનું નુકસાન થાય. કુદરત અહીં ક્યારે રૌદ્ર સ્વરૂપ લેશે અને વીજળીની ઝડપે સપાટો બોલાવશે, તેનો કોઈ ભરોસો નહીં. બરફવર્ષા થતી હોય ત્યારે કાર ગોળ ગોળ ચક્કરમાં ફરવા લાગે અને ઍક્સીડન્ટ થઈ જાય. ક્યારેક કાર ઢંકાઈ જાય કે આખે આખી દટાઈ જાય એટલો બરફ પડે. સારા હવામાનમાં ઠંડીનાં કપડાં લીધા વિના માણસ બહાર નીકળ્યો હોય અને અચાનક હિમવર્ષા થવા લાગે. બિચારાની સ્થિતિ કફોડી થઈ જાય. ઘણી વાર બરફના ઢગલા નીચે દટાયેલી કારમાં માણસ થીજીને મૃત્યુ પામે. હિમઝંઝાવાતમાં ફસાય તો તો બચવું મુશ્કેલ. કલાકના ૧૨૦૧૨૫ કિ.મી.ની ઝડપે હિમ વાયરો ફૂંકાય. હિમવર્ષાથી આંધી એટલી ઘેરી બને કે આજુબાજુ કશું જ દેખાય નહીં. તાપમાન શૂન્યથી નીચે ૪૦-૫૦ ડિગ્રી ઊતરી જાય. અમેરિકાની કાતિલ ઠંડી પ્રતિવર્ષ હજારેક માણસોનો ભોગ લે છે. ઘણી વાર અસહ્ય ગરમીનો ઝપાટો પણ જીવલેણ બની જાય છે. ૩૫ અમેરિકા જતાં પહેલાં

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64