________________
(૨૯))
Misunderstanding અને અમેરિકા
અમેરિકાથી થોડા દિવસ માટે વતનમાં આવેલો માણસ ફાંકડું ઈંગ્લીશ બોલતો હોય એના હાથ પર ગોલ્ડ બ્રેસલેટ હોય, એણે જિન્સ અને ટિશર્ટ પહેર્યા હોય. પરફ્યુમ છાંટ્યું હોય. પોતાની ત્યાં કેવી આલિશાન કાર છે અને ત્યાં પોતે કેવી મોજમજા કરે છે, એની એ બડાઈ મારતો હોય અને ધૂમ પૈસા ખર્ચતો હોય. એ બધું જોઈને અહીંના લોકોને અમેરિકાનું આકર્ષણ થાય છે. પણ એ ત્યાં ઝાડું મારે છે કે હોટલમાં થાળીઓ ધોવે છે, એ વિષે એ લોકોને કશી જ ખબર હોતી નથી. બહુ બહુ તો “જૉબ કરું છું.” એટલું એ કહેશે, પણ એ કઈ કંપનીમાં છે ? એની નોકરી કેવી છે ? એનો વાર્ષિક પગાર કેટલો છે ? અમેરિકાના ધોરણ મુજબ એ પગાર કેટલો કહેવાય? એ વિષે એ કદી નહીં કહે.
અમેરિકા કે યુરોપની મુલાકાત લેનારા ત્યાંના મોટાં શહેરો, વિશાળ રસ્તા, હજારો કાર, મોટા મોટા સ્ટોર્સ અને તેમાં મળતી લોભામણી વસ્તુઓ વગેરે સમૃદ્ધિ જુએ છે અને માની લે છે કે ત્યાંના લોકો બહુ સુખી છે. પણ ખરેખર ઊંડો અભ્યાસ કરવામાં આવે, તો ખ્યાલ આવે છે કે ત્યાંની ૯૦% પ્રજા હેરાન-પરેશાન છે અને અતિશય ટેન્શનમાં જીવે છે. અહીંની મધ્યમ વર્ગની સ્ત્રીઓને પણ જે સુખ છે, તે ત્યાં ૯૦% પ્રજાને બિલકુલ નથી.
અમેરિકાના ૮૦ લાખ નાગરિકોની વાર્ષિક કોટુમ્બિક આવક ૪૫ હજાર ડૉલરથી વધારે છે. આમ છતાં ઘણી વાર તેમને ઍપાર્ટમેન્ટનું ભાડું, તબીબી ખર્ચ અને અન્ય પાયાની જરૂરિયાતોનો ખર્ચ ઉઠાવવામાં મુશ્કેલી પડે છે. ગરીબોની હાલત તો કફોડી છે જ, આર્થિક રીતે સધ્ધર પરિવારોનેય નાણાકીય અસ્થિરતાનો સામનો કરવો પડે છે. મોટા મોર્ગેજ, અંગત દેવું, ખર્ચાળ મોટા શહેર, તબીબી ખર્ચ ક આ બધાં સાથે સ્ટ્રગલ કરતો ત્યાંનો ખાધેપીધે સુખી ગણાતો માણસ કદાચ અહીંના ગરીબ કે ભિખારી કરતાં પણ વધુ ખરાબ સ્થિતિમાં જીવતો હોય છે.
૩૩
અમેરિકા જતાં પહેલાં