________________
Labour અને અમેરિકા
ભારતમાં જે માણસ કારખાનાનો કે ધંધાનો માલિક છે, તે અમેરિકા જાય તો ત્યાં તે મજૂર છે. અમેરિકામાં ૯૦% માણસો ખરેખર મજૂર જ છે. તેઓ ભલે સભ્ય પોષાક પહેરીને કારમાં બેસીને મજૂરીએ જાય છે, પરંતુ તેમની આર્થિક સ્થિતિ હંમેશાં દયામણી જ હોય છે. પતિ-પત્ની બંને મજૂરી કરે. તો જ પૂરું થાય, એટલે પત્નીએ મજૂરણ બનવું જ પડે છે. નાનાં બાળકોને ઘોડિયાઘરમાં મૂકીને સ્ત્રીએ મજૂરીએ દૂર દૂર જવું પડે છે અને આખો દિવસ કામ કરવું પડે છે.
ભારતમાં ખેતરમાં કે કારખાનામાં કામ કરતાં માણસો ઘણા સ્વતંત્ર છે. તેઓ વાતો કરી શકે, સંગીત સાંભળી શકે, કોઈ મળવા આવે તો કામ છોડીને થોડી વાર તેની સાથે વાત કરી શકે. અચાનક કોઈ કામ આવ્યું તો ચાલુ ફરજે બહાર જઈને કામ પતાવી આવે. આવી કોઈ પણ સ્વતંત્રતા અમેરિકન મજૂરને નથી. ત્યાં તે ચાલુ કામમાં બે-ચાર મિનિટ પણ બેસી ન શકે. સતત ઊભા ઊભા જ કામ કરવું પડે. કોઈની સાથે વાત કરે તો તેનું આવી બને, તેને કાઢી જ મૂકે.
અમેરિકામાં આર્થિક વ્યવહારોનું કેન્દ્રીકરણ થઈ ચૂક્યું છે. ઉત્પાદન પણ મોટી કંપનીઓ કરે, વેપાર પણ મોટી કંપનીઓ જ કરે, એટલે જંગી મલ્ટીનેશનલ કંપનીઓના હાથમાં જ આખું અમેરિકા છે. ત્યાંની પ્રજામાંથી Min. ૯૫% લોકો આ મોટી કંપનીઓના ગુલામ છે. તેઓ પોતાની સ્વતંત્રતા અને સ્વતંત્ર વિચારસરણી ખોઈ બેઠા છે.
ત્યાં ખાવાપીવાની ચીજો પણ જંગી મોટી કંપનીઓ જ બનાવે અને વેચે, તેથી અમેરિકાની સ્ત્રીઓને હવે દૂધમાંથી દહીં બનાવતા પણ આવડતું નથી. એ માટે દૂધને ૫૦૦-૭૦૦ કિ.મી. દૂર મોકલવું પડે છે. સ્ત્રીઓને ઘરકામ છોડીને કોઈની વેઠ કરવા માટે મજૂરણ બનવું પડે એ ત્યાંના વ્યક્તિ સ્વાતંત્ર્યનો ખરો ચહેરો છે.
અમેરિકા જતાં પહેલાં
૩૨