Book Title: America Jata Pahela
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 30
________________ ભ્રમણાઓ ઉપર આ સચોટ સલાહ બરાબરની ચોટ લગાડી દે છે. એ સલાહ ૧૦૦% સાચી છે, કારણ કે - (૧) ભારતમાં મધ્યમવર્ગના લોકો પણ ઘરમાં કામવાળી દ્વારા ઝાડું-પોતા, કપડાં ધોવા, વાસણ ઉટકવા વગેરે કાર્યો કરાવી શકે છે. અમેરિકામાં એ શક્ય નથી. જમ્યા પછી પત્ની ટી.વી. જોતી હોય અને પતિ વાસણ ઉટકતો હોય, એવું દશ્ય પશ્ચિમના દેશોના ઘર-ઘરમાં સામાન્ય છે. ત્યાં ઘરના એક પણ કામ માટે નોકર રાખવો પરવડે તેમ જ નથી. ભારતમાં ઘેર બેઠાં દૂધ આવી જાય અને મહિના પછી તેનો હિસાબ પણ ઘરે આવીને દૂધવાળો લઈ જાય છે. અમેરિકામાં આવી સગવડ નથી. ત્યાં દૂધ માટે ૫ થી ૧૦ કિ.મી. દૂર મોટા મોલમાં કે પેટ્રોલ પંપમાં જવું પડે. આ રીતે દરરોજ દૂધ લેવા જવું પોસાય નહીં, એટલે અઠવાડિયા સુધી ફ્રીઝમાં રાખેલું દૂધ વાપરવું પડે છે. દરરોજ ઘરના આંગણા સુધી આવતી શાકની રેંકડી એ ભારતમાં સુલભ છે. અમેરિકામાં જે કથા-વ્યથા દૂધની છે, એ જ શાકની પણ છે. ધોબી ઘરે આવીને કપડાં લઈ જાય અને ઈસ્ત્રી કરીને પાછા આપી જાય. મહિને આવીને હિસાબ પણ લઈ જાય, એવું અમેરિકામાં વિચારી પણ ન શકાય. ત્યાં તમારે જ લોન્ડ્રી સુધી લાં....બા થવું પડે. અહીં તમારી કાર કે બાઈક તમારા ઘરે જ ધોઈ આપવાની સગવડ છે. ત્યાં દરેક જણે પોતાની કાર જાતે જ ધોવી પડે. જોકે રોજ રોજ આવી જાત-સેવા કરવાનો તેમની પાસે સમય પણ નથી. એટલે... જવા દો એ વાત. (૩) (૫) અમેરિકા જતાં પહેલાં ૩૦ -

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64