________________
કાર તમારા ઘરઆંગણે જ હોય, ત્યારે પણ તેની ચોરી થઈ શકે તમારા ઘરમાં ચોરી થાય ત્યારે ઘરમાંથી રોકડ રકમ, દાગીના વગેરેની સાથે સાથે ટી.વી., વીડિઓ, ઓવન, સ્ટીરીઓ વગેરેની પણ ચોરી અમેરિકન ચોરો સિફતપૂર્વક કરે છે. ઘરમાંથી ગાડીની ચાવી મળી જાય તો કઈ રીતે ગાડી ચોરવી અને ચાવી ન મળે તો કઈ રીતે ચોરવી, એ બંનેનો તેમને સારી રીતે ખ્યાલ છે. ફાયર-પ્રોબ્લેમને ધ્યાનમાં લઈને ત્યાં ઘરની ડુપ્લિકેટ ચાવી ઍપાર્ટમૅન્ટના સુપરિન્ટેન્ડન્ટને આપી રાખવાની હોય છે. કેટલીક વાર આ સુપરિન્ટેન્ડન્ટ જ ચોરો સાથે ભળેલો હોય છે.
Dust અને અમેરિકા
અમેરિકામાં થોડા-ઘણા દિવસ રહીને ત્યાંના જોવાલાયક ગણાતાં સ્થળોને જોઈને ભારતમાં આવીને જે લોકો ત્યાંના વખાણ કરતાં થાકતાં નથી, ભારતને ભાંડવાનું ચૂકતા નથી. તેમણે હકીકતમાં અમેરિકાના બધાં પાસાં જોયાં જ હોતાં નથી.
૧૦
અમેરિકામાં પણ કલુષિત અને ગંદું વાતાવરણ છે. ત્યાં પણ ગંદા અને ગલીચ વિસ્તારો છે. જેમને ઘેટોસ્ કહેવામાં આવે છે. ગંધાતા દારૂખાના (મયખાના) અને મવાલીઓથી ભરેલા જુગારખાના અમેરિકામાં પણ છે. ત્યાં પણ અનીતિના અડ્ડાઓ છે. ચોરી, લૂંટફાટ, ખૂન અને બળાત્કારો છે. અમેરિકાની જેલો પણ ગુનાખોરીની ઑફિસો જેવી છે. જેલમાંથી માફિયાગીરી કરનારા ગેંગસ્ટરો હોય છે. જેઓ અંદર બેઠાં બેઠાં બહારનું તંત્ર ચલાવતા હોય છે.
અમેરિકા એ ખરીદદારોનો દેશ છે. ત્યાંના લોકો બચત કરવાને બદલે જેટલું કમાય તેટલું ખર્ચી નાખે છે. એટલું જ નહીં, ક્રેડિટ કાર્ડોના ધૂમ વપરાશથી દેવું કરીને પણ ખરીદી કરતાં રહે છે. એક એક સ્ટોરમાં વેચાતી હજારો વસ્તુઓ, એવા લાખો સ્ટોરો, ખરીદી પછી પેકિંગથી માંડીને વસ્તુઓ
અમેરિકા જતાં પહેલાં
૧૨