________________
Subway અને અમેરિકા
ન્યુયૉર્કની સબ-વે સિસ્ટમ એ ભૂગર્ભ રેલ્વેનું ઘણું વ્યાપક અને મોટું જાળું છે. જેમાં અલગ-અલગ દશ જેટલી લાઈનો છે. આ સબ-વેમાં રોજના લગભગ ૩૫ લાખ જેટલા ઉતારુઓ મુસાફરી કરે છે. તેમાં જે લાઈનો બ્રુકલીન, બ્રોન્કસ કે હલ્મ જેવા વિસ્તારોમાંથી પસાર થતી હોય, તો ત્યાં મગિંગ (ચાલુ ટ્રેને લૂંટફાટ) અને હિંસાનો ડર વધુ હોય છે. એ વિસ્તારની ટ્રેનો અન્ય વિસ્તારો કરતાં વધુ ગંદી હોય છે. અહીં ભિખારીઓ, બેઘર રખડુઓ તથા ગુનેગારો જોવા મળે છે. શ્રેષ્ઠ બુદ્ધિજીવીઓ પણ આ જ ટ્રેનમાં મુસાફરી કરે છે. સબ-વેની ગુનાખોરીને ડામવા માટે રેલ્વવાળા કરોડો ડૉલર ખર્ચે છે, છતાં પણ તેઓ તેને નાબૂદ કરી શક્યા નથી.
રોડ-ટ્રાફિકની ગીચતાથી કંટાળીને લોકો નજીકના સ્ટેશને કાર છોડીને સબ-વે પસંદ કરે, અને સબ-વેમાં ઉપરોક્ત અસામાજિક તત્ત્વોનો ભોગ બને, ત્યારે ખરેખર ઉલમાંથી ચૂલમાં પડ્યાની લાગણી થાય છે.
સબ-વેમાં મુસાફરી કરવા માટે મશીનમાં ડૉલર નાંખવાનો હોય છે. સિક્કો નાખો એટલે રસ્તો ક્લિયર થાય. જ્યારે ધસારો હોય અને પોલીસ હાજર ન હોય ત્યારે કૂદકો મારીને ભાડું ચૂકવ્યા વિના પ્રવાસ કરનારાય ઘણા હોય છે. (અમેરિકન શિસ્તના ચાહતોને વિનંતિ : Point to be noted.)
અમેરિકાના શહેરોમાં રહેતા લોકો એક બાજુ ડબલ જૉબ અને ઓવરટાઈમ કરે છે. ઘડિયાળના કાંટે કાંટે દોડાદોડ કરે છે. રોજેરોજ પોતાની ગાડીની કે ઘરની સફાઈ કરવાનો તો તેમની પાસે સમય નથી જ, સંતાનો સાથે વાત કરવાનો પણ તેમની પાસે સમય નથી. આ સ્થિતિમાં શહેરી ટ્રાફિકની ગીચતા અને ટ્રાન્સ્પોર્ટેશનની હાડમારીઓ જ્યારે તેમના સમયને ચાઉ કરી જાય છે, ત્યારે ખરેખરી ટ્રેજેડી થઈ જાય છે.
અમેરિકા જતાં પહેલાં
૨૨