________________
ખિસ્સાને પોસાય એવા રહેઠાણના અભાવની સમસ્યા એ અમેરિકા માટે યક્ષપ્રશ્ન છે. અમેરિકાનું ગૃહનિર્માણ મંત્રાલય તેના અહેવાલમાં આ સમસ્યાઓના કોઈ ચોક્કસ ઉપાયો સૂચવી શક્યું નથી.
Corruption અને અમેરિકા
અમેરિકામાં દવા ઉત્પાદકોએ રાજકીય ફાળામાં ૧૮૬ લાખ ડૉલર આપ્યા અને તેથી તેઓ પેટન્ટ હક્કોની મુદત લંબાવી આપવા માટેની ભારે દબાણવાળી લડાઈમાં જીતી ગયા. જો મુદત પૂરી થાય તો તેમણે અબજો ડૉલર ગુમાવવા પડે, વધારાની મુદતમાં ઘરાકોના ખિસ્સામાંથી ઊંચી કિંમતરૂપે ૬૨૦ કરોડ ડૉલર જશે.
૨૧
અમેરિકામાં ઓટો-સ્ટીલ ઉદ્યોગે રાજકીય ફાળામાં ૫૭ લાખ ડૉલર આપ્યા અને પરિણામે વાહનોને વધુ ‘ફ્યુઅલ ઍફિસિયન્ટ બનાવવાની જવાબદારીથી તે છૂટી ગયો. તેથી અમેરિકન ઘરાકોના ખિસ્સામાંથી દર વર્ષે ૫૯૦૦ કરોડ ડૉલર જશે એવું ત્યાંના ‘કોમન કોઝ’ મૅગેઝિનમાં બતાવવામાં આવ્યું હતું.
સેન્ટર ફોર રિસ્પોન્સિવ પોલિટિક્સ(CRP)ના આંકડા અનુસાર - અમેરિકાની કન્સ્ટ્રક્શન અને રોડ બાંધકામ કંપનીઓએ કૉંગ્રેસમેનોને ફરી ચૂંટણી લડવા માટેના ફાળામાં ૫ લાખ ડૉલર આપ્યાં. એ પક્ષ સત્તા પર આવ્યો અને હાઉસ ટ્રાન્સપોર્ટેશન કમિટીએ ૨૧૭ અબજ ડૉલરના હાઇવે પેકેજ પર સર્વાનુમતિએ મંજૂરી આપી દીધી. અમેરિકામાં વસ્તુની પડતર કિંમત ઉપર નફાનું પ્રમાણ ઘણું ઊંચું છે. પાંચ ડૉલરની વસ્તુ પચ્ચીશ ડૉલરમાં મળતી હોય છે. નાપસંદ વસ્તુ રિટર્ન કરવાની છૂટ હોય એટલે ઘરાક રાજી થાય છે, ખરીદી કરવા લલચાય છે, પણ હકીકતમાં એ છેતરાતો હોય છે. આ પણ એક જાતનો છડે ચોક ભ્રષ્ટાચાર છે.
અમેરિકા જતાં પહેલાં
૨૪
我