Book Title: America Jata Pahela
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 25
________________ હવાલદારને કે સરકારી નોકરને લાંચ ન આપવી પડે એટલે અમેરિકામાં ભ્રષ્ટાચાર નથી એવું માની લેવું એ મૂર્ખાઈ ભરેલું છે. મિલિયન્સ ઑફ મિલિયન્સ ડૉલરના ભયાનક ભ્રષ્ટાચારોએ ત્યાંની જનતાને ભરડામાં લીધી છે. અમેરિકાનો એક વર્ગ ગરદન સુધી આવી ગયેલા પાણીની સપાટીથી ગરદન ઉપર રહે, એની ભરપૂર ચિંતા અને મજૂરીમાં જ જિંદગી પસાર કરી રહ્યો છે અને આ વર્ગની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. ૨૨) Colour-gap અને અમેરિકા અમેરિકામાં કાળી પ્રજાને વર્ષો સુધી ગુલામ રહેવું પડ્યું અને અન્યાયો સહન કરવા પડ્યા. છેવટે કાયદાએ ત્યાંની ગોરી પ્રજા અને કાળી પ્રજાને સમાન દરજ્જો આપ્યો. આજે અમેરિકન કંપની કે સ્ટોરમાં નોકરી કરનાર માટે બહારથી રંગભેદ નથી, પણ અંદરથી ગોરી ચામડીની તરફદારી સ્પષ્ટ છે. લાયકાત સરખી હોય તો પણ જાબમાં પહેલી પસંદગી ધોળિયાની થાય. સમાન લાયકાત હોય ધોળિયાને પગાર વધુ મળે, એ રીતે નિમણૂક થાય. આપણાં મા-બાપ ઇન્ડિયાથી આવતાં હોય તો રજા મળે નહીં. પણ એનો ધોળો કૂતરો આવતો હોય તો તરત રજા મળી જાય. આમ છતાં ત્યાંની ભારતીય પ્રજા કાયમ ભારતની ટીકા કરે અને ધોળિયાઓ તેમનો ભાવ ન પૂછતા હોવા છતાં પણ તેઓ પોતાને સવાયા અમેરિકન માને. એનું કારણ સમજાય એવું નથી. ધોળા રંગથી આટઆટલા અપમાનિત થયા પછી પણ એના પ્રત્યેનો જ ઢોળાવ એય ત્યાંના રંગભેદની નીતિનું જ પરિણામ માનવું કે કેમ ? એ એક સંશોધનનો વિષય બની જાય છે. સમાન લોકશાહી અને સમાન હક્કોના બણગાં ફૂંકનાર આ દેશનું મહત્તમ વહીવટીતંત્ર ધોળિયાઓના હાથમાં છે. તેમણે ભારતીયોને અલગ વર્ગમાં મૂકેલા છે. બાકીની પ્રજાના તેમણે ચાર વર્ગ પાડેલા છે. (૧) હિસ્પેનીક (૨) એશિયન પેસિફિક આઇલેન્ડર્સ (૩) અમેરિકન ઈન્ડિયન (રેડ ઇન્ડિયન - અલાસ્કન નેટીવ) (૪) આફ્રિકન અમેરિકન. ૨૫. અમેરિકા જતાં પહેલાં

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64