________________
ડૉલર રાખવા જ, જેથી મગ થાઓ તો ગુંડાઓ ડૉલર લઈ લે અને તમને મારે નહીં. | In Short, અમેરિકામાં ગુંડાગિર્દી ૮ ગુંડાઓની ગિરદી ભરપૂર છે. અમેરિકામાં હોમડિલિવરીથી છાપાં નથી લેવાતાં, એનું એક સિક્રેટ જાણવા જેવું છે. ઘરની આગળ છાપાં ભેગા થાય તો ચોરોને ખબર પડી જાય કે “આ ઘરમાં કોઈ નથી. અહીં બેધડક સાફસૂફ (!) થઈ શકશે.” અને ખરેખર, ઘર સાફ થઈ જાય. This is U.S.A.
Car-Theft અને અમેરિકા
અમેરિકામાં દર ૧૯ સેકન્ડે એક કાર ચોરાય છે એ તો આપણે જોયું, પણ એ નોર્મલ ચોરી છે. સ્પેશિયલ ચોરીમાં કારમાલિક પાસેથી કાર ઝૂંટવી લઈને કાર-માલિકનું પણ અપહરણ કરવામાં આવે છે. અમેરિકામાં રોજના આવા ૭૦ કિસ્સા બને છે. કેટલાક કિસ્સાઓમાં કારમાલિકની હત્યા પણ કરવામાં આવે છે.
કાર-ચોરી એટલી બધી બિન્ધાસ્ત રીતે કરવામાં આવે છે કે ન પૂછો વાત. આમાં એક કારણ એ પણ છે કે અમેરિકામાં કારચોરીની સજા બહુ મામૂલી છે. પરિણામ એ આવ્યું છે કે ત્યાંના કાર-ચોરો પોલીસની કાર ચોરતાં પણ અચકાતા નથી.
કાર-ચોરી બદલ જે મામૂલી સજા છે, તે પણ તેમને ભોગવવી પડતી નથી. કારણ કે ચોરી થયેલી મોટા ભાગની કારો ચોપ-શૉપમાં પહોંચી જાય છે. જ્યાં ગણતરીની મિનિટોમાં તેના બધાં જ સ્પેરપાર્ટ્સ છૂટ્ટા પાડી દેવામાં આવે છે અને પછી તેમનું વેચાણ કરવામાં આવે છે.
આ સ્થિતિમાં પોલીસ શું કરે છે ? અમેરિકન પોલીસ હંમેશાં તમને કિંમતી સલાહ આપે છે, કે અજાણ્યા વિસ્તારોમાં એકલા ન જવું.
૧૧
–
અમેરિકા જતાં પહેલાં