________________
ઉપયોગી બનશે. ભારતમાંથી મહેમાન આવ્યા હોય તેમને ત્યાંના યજમાન સલાહ આપે છે અહીં જે ગાડીઓ હાઇ-સ્પીડમાં દોડતી હોય તેમને પોલીસ પકડે છે. સપોઝ એ તમને પકડે, ત્યારે લાઇસન્સ લેવા ખિસ્સામાં હાથ નહીં નાંખવાનો, પોલીસ ગોળી મારી દેશે. એ સમજશે કે તમે કોઈ હથિયાર લેવા હાથ લાંબો કર્યો છે. એટલે હાથ જ્યાં છે ત્યાં જ રાખવાનો.’
અમેરિકાની ભયાનક અસલામતીનો આ સચોટ દાખલો છે.
Thieves અને અમેરિકા
અમેરિકામાં ગુંડાગર્દીની એક ખાસ પરંપરા ચાલી રહી છે ગિંગ, પબ્લિક ટૉઇલેટમાં, સબ-વેમાં, સૂના રસ્તા ઉપર, ટ્રેનોમાં કે બગીચામાં ગમે ત્યાં ગુંડાઓ તમને ઘેરી લે, બેહોશ કરી દે અને લૂંટી લે. બૅન્કો અને સ્ટોરોમાં પણ તેઓ ગમે ત્યારે ધસી આવે અને લૂંટફાટ કરે. આનું નામ મગિંગ. એ રાતે ય થઈ શકે. સાંજે ય થઈ શકે અને ધોળે દિવસે પણ થઈ શકે.
–
-
८
-
ગિંગથી બચવા માટે અમેરિકામાં આવી આવી શિખામણો પ્રચલિત છે – સૂર્યાસ્ત પછી બનતાં સુધી એકલા ન ચાલવું. સબ-વેમાં બાપુશાહીથી ન ચાલવું, ઝપાટાબંધ ચાલવું. ટ્રેનમાં ડૉલરની નોટો કાઢવી કે બતાડવી નહીં. ઘરનો દરવાજો જોયા વિના ન ખોલવો. ઝવેરાત લાદી ન ફરવું. ગાડીના કાચ સતત ચડાવીને રાખવા. ગાડીમાં બેસીને દરવાજો અંદરથી હંમેશાં લોક કરવો. જાહેર મૂતરડી, ટૉઇલેટ, રેસ્ટ રૂમમાં કદી એકલા જવું નહીં. (પણ ત્યાં માણસ ‘એકલો' જ હોય છે એનું શું ? એનો ખુલાસો કરતાં નથી.) ખભે કૅમેરો લટકાવીને ફરવું નહીં.
આટ-આટલું ધ્યાન રાખ્યા પછી પણ તમારું અને ગુંડાઓનું મિલન થઈ જાય એની પૂરેપૂરી પોસસિલિટી છે. એ સમય માટે શું તકેદારી રાખવી, એનું સ્વર્ણિમ સૂચન આ આપવામાં આવે છે દ્ન ખિસ્સામાં હંમેશાં થોડા
અમેરિકા જતાં પહેલાં
૧૦