Book Title: America Jata Pahela Author(s): Priyam Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar View full book textPage 8
________________ સ્થળો નવા નવા Huntersનો ભોગ બનતા રહે છે. હવે, જ્યારે કોઈ તમારી પાસે અમેરિકાની શિસ્તના ચાર મોએ વખાણ કરતું હશે, ત્યારે તમને આ Page જરૂર યાદ આવશે. ખરું ને ? News અને અમેરિકા અમેરિકામાં ટી.વી. પરના દૈનિક સમાચારોમાં કેવા કેવા સમાચારો આવતાં હોય છે તે જાણવા જેવું છે. ફલાણા સ્ટોરમાં આગ લાગી ગઈ. ફલાણા ઘર કે શૉપિંગ સેન્ટરમાં આગ લાગી ગઈ. અમુક સ્ટોર, ઘર, શેરી, રસ્તા કે સ્કૂલ પાસે ગોળીબાર થયાં કે ખૂન થયું. અમુક જગ્યાએ જાતીય સતામણી કે બળાત્કાર થયો. અમુક સ્ટોર, ઘર કે બૅન્કમાં લૂંટ થઈ. અમુક પોળ કે શેરીમાં એકલી છોકરી કે સ્ત્રી જતી હતી, તેને ખેચી જઈને બળાત્કાર ગુજારવામાં આવ્યો... વગેરે વગેરે સમાચારો ભરપૂર પ્રમાણમાં હોય છે. આ સિવાય રમતગમત અને હવામાનને લગતા સમાચારો હોય છે. આ સમાચારો ત્યાંની પરિસ્થિતિનું સ્પષ્ટ ચિત્ર બતાવે છે. અમેરિકન રેડ ક્રોસ સોસાયટીનો એક પ્રોગ્રામ છે – ક્રાઈમ એવોઈડન્સ. તેની એક પુસ્તિકા છે. પાર્ટીસીયન્ટ્સ મેન્યુઅલ. તેમાં આપેલ ક્રાઈમ કેલેન્ડરના અનુસાર અમેરિકામાં દર બે સેકન્ડે એક ગુનો બને છે. દર અઢાર સેકન્ડે એક હિંસક ગુનો બને છે. દર ત્રણ સેકન્ડે એક મિલકતને લગતો ગુનો બને છે. દર ચોવીશ સેકન્ડે એક ખૂન થાય છે. દર પાંચ મિનિટે એક બળાત્કાર થાય છે. દર ચોપ્પન સેકન્ડે એક લૂંટ થાય છે. દર અઢાર સેકન્ડે એક ઘરમાં ખાતર પાડવામાં આવે છે. દર ઓગણત્રીસ સેકન્ડે એક ગંભીર હુમલો કરવામાં આવે છે. દર ચાર સેકન્ડે ઘાતકીપણે અંગત મિલકતો બળજબરીથી પડાવી લેવાની ઘટના બને છે. દર ઓગણીસ સેકન્ડે એક મોટરકાર ચોરાઈ જાય છે. દર ત્રણ મિનિટે એક પત્નીને પતિ દ્વારા માર પડવાની ઘટના બને છે. દર છ કલાકે એક પત્નીનું ખૂન તેના પતિ દ્વારા કરવામાં આવે છે. અમેરિકામાં થતાં કુલ ખૂનોમાંથી જેટલાં ખૂનો પુરુષો અમેરિકા જતાં પહેલાંPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64