Book Title: America Jata Pahela
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 6
________________ Dangers અને અમેરિકા માનસિક રોગો કેવા ભયજનક માણસોનું સર્જન કરી શકે છે, તે વિષયમાં જેફ્રી ડામરનું excmple પૂરતું થઈ રહે તેવું છે. અમેરિકાનું એક સ્ટેટ છે - Wisconsin. આ સ્ટેટમાંથી આ માણસની ધરપકડ કરવામાં આવી. એનો ગુનો શું હતો ખબર છે ? ભાડાના ફલૅટમાં એ રહેતો હતો. પોતાના ફ્લેટમાં એ નવયુવાનોને બોલાવતો. તેમને ઊંઘની ગોળી આપીને તેમના શરીર સાથે એ દુર્વ્યવહાર કરતો ને છેવટે તેમની હત્યા કરી દેતો. પછી તેમના શરીરના અવયવો કાપી કાપીને એ ફ્રીઝમાં રાખતો અને પછી ભોજન તરીકે ખાતો. બાકીના શરીરનો નાશ કરવા માટે એણે ઘરમાં જલદ એસિડનું પીપ રાખ્યું હતું. વેસ્ટ પાર્ટ્સ એમાં નાખી દે એટલે કામ પૂરું. એક વાર એક યુવાન અર્ધનિદ્રાની સ્થિતિમાં જાગી ગયો. એનું શરીર લોહીલુહાણ હતું. અસહ્ય વેદના થઈ રહી હતી. એ ઊઠીને ભાગ્યો. નીચે ઊતરીને રોડ પર દોડી ગયો. ત્યાં બે પોલીસ ઊભા હતા. એ તેમની પાસે જઈને ઊભો રહ્યો. પણ દુર્ભાગ્યે પોતાની આ સ્થિતિ શી રીતે થઈ એ સમજાવવાની - સ્પષ્ટ બોલવાની સ્થિતિમાં એ ન હતો. ત્યાં તો ડામર ત્યાં આવી ગયો. એણે એ પોલીસોને શાંતિથી એવું કંઈક સમજાવ્યું કે પોલીસે એને એ યુવાન પાછો સોંપી દીધો. તેનો પણ એ જ અંજામ આવ્યો, જે બીજા યુવાનોનો આવ્યો હતો. કા..શ. આજે જેફ્રી ડામર જેલમાં છે. તે સ્ટેટના કાયદા મુજબ કોઈ ગુનેગારને મોતની સજા ન થઈ શકે. જેફ્રી ડામર પણ મૃત્યુદંડથી બચી ગયો છે. જો કોઈ રીતે એ જેલમાંથી ભાગી છૂટવામાં સફળ થઈ જાય તો પછી શું થઈ શકે, You can understand. By the way, આજે જેફ્રી ડામરના ઘણા બધા જાતભાઈઓ ઓલ રેડી જેલની બહાર જ છે. જેમને લોકો સદ્ગુહસ્થ સમજે છે, જેફ્રી ડામરની જેમ જ. અમેરિકા જતાં પહેલાં

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 64