Book Title: America Jata Pahela Author(s): Priyam Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar View full book textPage 5
________________ ( ૩ ) Mental Diseases અને અમેરિકા અમેરિકાનું જીવન ઘડિયાળના કાંટે કાંટે જેટ વેગથી દોડી રહ્યું છે. માણસ અહીં મશીન બની ગયો છે. આ અતિવ્યસ્ત જીવન માનસિક અજંપો અને અશાંતિ સર્જવામાં મોટો ભાગ ભજવે છે. પરિણામે માનસિક બીમારીઓનું પ્રમાણ અહીં ભયજનક રીતે વધી રહ્યું છે. અહીં હાર્ટ સ્પેશિયાલિસ્ટો પછી સૌથી વધુ માંગ માનસ-ચિકિત્સકોની છે. અમેરિકન પ્રજાનો એક મોટો વર્ગ જીવનમાં એકાદ વાર તો માનસ ચિકિત્સકની સારવાર લઈ ચૂક્યો હોય છે. માનસિક અશાંતિ અને અસ્વસ્થતા એક હદથી આગળ જાય એટલે પાગલખાનામાં વસતિ વધતી જાય છે. અમેરિકામાં પાગલોની હૉસ્પિટલો, પાગલોની જેલો અને પાગલખાનાંઓ મોટા પ્રમાણમાં છે. અમેરિકાની પ્રજાને ભારતીય અધ્યાત્મ, યોગ, ધ્યાન અને સમાધિનું આકર્ષણ જાગ્યું છે. તેનું મુખ્ય કારણ તેમની માનસિક અશાંતિ છે. કેલિફોર્નિયાનો એક માણસ. એણે યુદ્ધની ટેન્ક ગાડી જોઈ. બસ, એ ચલાવવાનું ભૂત એના મન પર સવાર થઈ ગયું. એ ક્યાંકથી એવી ગાડી ચોરી લાવ્યો અને શહેરમાં ફરવા નીકળ્યો. ભયંકર ઝડપથી ધસમસતી એ ટેન્કને જોઈને લોકોમાં નાસભાગ મચી ગઈ. પોલીસની ગાડીઓ એની આગળ ને પાછળ દોડવા લાગી. કોઈ કશું પણ કરવા માટે લાચાર હતા. એ ટેન્ક કેટકેટલી ગાડીઓનો ખૂડદો બોલાવી દીધો. એક માણસ ખૂબ જ બિયર પીને ડ્રાઈવિંગ કરતો હતો. ઝડપ આઉટ ઑફ લિમિટ હતી. ગાડી કન્ટ્રોલની બહાર ગઈ. પોલીસે એનો પીછો પકડ્યો. પેલાએ આડીઅવળી ગમે તેમ ગાડી ચલાવી. ગાડીનાં બધાં જ ટાયર નીકળી ગયાં. છતાંય લોખંડની ફ્રેમ પર સો માઈલની ઝડપે ગાડી દોડતી રહી. કલ્પના કરો, પરિણામ શું આવ્યું હશે ? અમેરિકા જતાં પહેલાંPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 64