________________
Education અને અમેરિકા
અમેરિકામાં પ્રાથમિક શિક્ષણ મફત મળે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ, તો સરકારને પ૦% જેટલો ભારી ટૅક્સ ચૂકવતી ત્યાંની પ્રજા પ્રાથમિક શિક્ષણની ફીસ ટૅક્સ મારફત ચૂકવે છે. ત્યાં ઉચ્ચ શિક્ષણ એટલું બધું મોંઘું છે, કે તેની ફીસ ચૂકવવા માટે વિદ્યાર્થીએ ફરજિયાત મજૂરી કરવી પડે છે. અથવા ભારે દેવું કરવું પડે છે. ઘણીવાર મજૂરી + દેવું બને કરવા પડે છે. મા-બાપ ઈચ્છે તોય મદદ ન કરી શકે એટલું મોવું ત્યાંનું ભણતર હોય છે. એક બ્રાઈટ ટુડન્ટને પણ જો ડૉક્ટર થવું હોય તો લોન લીધા વિના ન ચાલે. અમેરિકન ઍસોસિયેશન ઓફ મેડિકલ કૉલેજીસના આંકડા મુજબ એવરેજ પ્રાઈવેટ મેડિકલ કૉલેજમાંથી એક ટુડન્ટ ડૉક્ટર બને, ત્યાં સુધીમાં એને ૭૯,૨૦૦ ડૉલર દેવું થઈ ગયું હોય છે. પબ્લિક મેડિકલ કૉલેજમાંથી એક ટુડન્ટ ડૉક્ટર બને ત્યાં સુધીમાં એને ૪૯,૯૦૦ ડૉલર દેવું થઈ ગયું હોય છે. આ આંકડા એવરેજ ટુડન્ટના છે. બાકી એવા પણ ટુડન્ટ્સ હોય છે, જેમના ઉપર ૮૦,૦૦૦ ડૉલરથી માંડીને ૧,૫૦,૦૦૦ ડૉલર જેટલું પણ દેવું થઈ જાય છે. અમેરિકામાં તબીબી શિક્ષણ લેવા માટે ૧ર ધોરણ + ૪ વર્ષ બેચલર ઓફ સાયન્સ + ૪ વર્ષ મેડિકલ સ્કૂલ + ૩ વર્ષ રેસિડન્સી પ્રોગ્રામ = ર૩ વર્ષનો અભ્યાસ કરવો પડે. તેમાં પણ સ્પેશિયલાઇઝેશન કરવું હોય, તો ૩ કે ૪ વર્ષ વધારે લાગે. આ રીતે ૩૨-૩૩ વર્ષની ઉંમરે
સ્પેશિયાલિસ્ટ ડોકટર બની શકાય. M.B.A. વર્ષના અભ્યાસક્રમ માટે ૩૦ થી ૮૫ હજાર ડૉલરનો ખર્ચ કરવાની તૈયારી રાખવી પડે. પ્રાઇવેટ યુનિવર્સિટીમાં વાર્ષિક ૨૫ થી ૩૫ હજાર ડૉલરની ફી ચૂકવવી પડે, ટયુશન માટે વાર્ષિક ૬ થી ૧૫ હજાર ડૉલર આપવા પડે. સરકારી યુનિવર્સિટીમાં વાર્ષિક ૮ થી ૧૫ હજાર ડૉલરની ફી ચૂકવવી પડે. ટ્યૂશન માટે વાર્ષિક min. ૧૦૦૦ ડૉલર આપવા પડે. ભારતીય ડૉક્ટરોને ત્યાં પ્રેક્ટિસ કરવી હોય તો
ત્યાંની ડિગ્રી લેવી પડે. એ માટે સ્ટેપ વન-ટુ-શ્રીની પરીક્ષાઓ, રેસીડન્સી પ્રોગ્રામનો કોર્સ, ટાલ પડી જાય એટલી ફીસ અને અરજીઓની આંટીઘૂંટી - આ બધું ચક્રવૂહના સાત કોઠાને લાખ દરજ્જ સારા કહેવડાવે તેવું હોય છે. અમેરિકા જતાં પહેલાં
૧૮