Book Title: America Jata Pahela
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 17
________________ Lay off અને અમેરિકા માણસનો Throw કરાય એને Lay-off કહેવામાં આવે છે. કોડાક અને કોકોકોલા જેવી કંપનીઓ પોતાના ચીફ એક્ઝીક્યુટીવ ઑફિસરોને બોનસમાં કરોડો ડૉલરોની લ્હાણી કરતી હોય છે. પણ જેઓ સખત પરિશ્રમ કરીને કંપનીને જંગી નફો રળી આપતા હોય છે તેવા હજારો કર્મચારીઓને આ કંપનીઓ Lay-off આપે છે. ચીફ ઑફિસરો જ્યારે નિવૃત્તિ લે, ત્યારે આવી કંપનીઓ તેમને કરોડો ડૉલરની રકમ આપે છે. જેને ગોલ્ડન પેરેશ્યુટ કહેવામાં આવે છે. એ જ કંપનીઓ સખત મહેનત કરનારા કર્મચારીઓને તેમના પેન્શન ફંડની ચૂકવણી કરવામાં અખાડા કરતી જાય છે. ૧૪ આનું પરિણામ શું આવ્યું છે ? ત્રાસવાદ, હિંસા, માનસિક રોગો અને આપઘાત. અમેરિકામાં Throw કરનાર અને throw થનાર બંને દુઃખી જ છે. બહારથી જ્યાં દોમ દોમ સાહેબી દેખાય છે. તેમાં જરાક જ અંદર ડોકિયું કરવામાં આવે એટલે એમાં સડેલો સમાજ દેખાય છે. ત્યાં શ્રીમંત માણસ પણ મનથી ભિખારી છે. તૃષ્ણાઓ અપાર છે. વધુ ને વધુ ભેગું કરવામાં જ રચ્યોપચ્યો રહેતો ત્યાંનો માણસ જિંદગી જ જીવી શકતો નથી. ઉપરછલ્લી દૃષ્ટિએ સમૃદ્ધ જણાતા આ દેશમાં આપઘાતોનું પ્રમાણ વધુ હોવાનું કારણ આ જ છે. અમેરિકામાં એક પુસ્તક બેસ્ટ-સેલર છે. જેનું નામ છે The final exit. આપઘાત કરવાની ૧૮ પદ્ધતિ આ પુસ્તકમાં બતાવી છે. એમાંથી કોઈ પણ એક મનગમતી પદ્ધતિ પસંદ કરીને તમે સરળતાથી રામશરણ થઈ શકો. અહીં ૪૦૦ ડૉલરમાં ડેથ-ટ્યૂબ મળે છે. જેમાં ત્રણ ઇન્જેક્શન આવે. પહેલા ઇન્જેક્શનથી આખા શરીરમાં શીતળતાનો આનંદદાયક અનુભવ થાય. બીજું ઇન્જેક્શન પેઈન-કિલરનું કામ કરે. અને ત્રીજું ઇન્જેક્શન લો એટલે તમને ખબર પણ ન પડે એ રીતે તમે ઉપર પહોંચી જાઓ. બીજાને તો આમ પણ ખબર (કે ફરક) પડવાની નથી. Lay offના પણ કેટલાં પ્રકાર હોય છે !!! ૧૭ અમેરિકા જતાં પહેલાં

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64