Book Title: America Jata Pahela
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 19
________________ ((૧૬)) Schools અને અમેરિકા અમેરિકામાં શહેરોની હાઈસ્કૂલના ૨૨% વિદ્યાર્થીઓ પાસે ગન છે અને ૧૨% વિદ્યાર્થીઓ અવારનવાર ગન લઈને સ્કૂલમાં આવે છે. હજારો વિદ્યાર્થીઓ બંદૂક/પિસ્તોલ/રિવૉલ્વર લઈને સ્કૂલમાં આવતા હોય અને લાખો વિદ્યાર્થીઓ ચપ્પા લઈને સ્કૂલમાં આવતા હોય. એ સ્કૂલ્સ કેવી હશે ? અમેરિકામાં લાખો વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ વગરની બંદૂકો, રિવૉલ્વરો અને તમંચા છે. ડ્રગ્ઝ-ગેંગ્સથી બચવા માટે આ જરૂરી છે – એવી જાહેરાતો ત્યાં જોરશોરથી થાય છે, પણ પછી આ જ શસ્ત્રોનો ઉપયોગ સ્કૂલ્સમાં ખૂનામરકી અને તોફાનો માટે થાય છે. ત્યાંની સ્કૂલ્સમાં ડ્રગ્ઝ-ગેંગ્સ એક્ટિવ હોય છે. ઘણી સ્કૂલ્સમાં શિક્ષકો પણ ભયજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે. ત્યાં સ્કૂલમાં પણ પોલીસ ઈન્સ્પેક્ટરો રાખવામાં આવે છે. કેટલીક સ્કૂલોમાં ચાર-ચાર ઈન્સ્પેક્ટરો પણ રાખવામાં આવે છે. અમેરિકાની જે બેસ્ટ સ્કૂલ્સ કહેવાય, એના કરતાં ભારતની નબળી સ્કૂલ્સ સારી હોય છે. ચાલુ ક્લાસે પણ સ્મોકિંગ કરવું, વિજાતીયને કિસ કરવું કે તેને જાતીય લાગણીઓને ઉશ્કેરે તેવું સાહિત્ય બતાવવું, એ ત્યાં સામાન્ય ગણાય છે. ચાલુ ક્લાસે પણ ટુડન્ટ્સ આવ-જા કરે તેમને ટિચર્સ કશું કહી શકે નહીં. ત્યાં રહેતા ભારતીય બાળકો પણ બહુ જ સરળતાથી કેફી દ્રવ્યો, દારૂ, ધૂમ્રપાન કે જાતીય પજવણીમાં ફસાઈ જાય તેવું ત્યાંનું વાતાવરણ હોય છે. નિરીક્ષકો કહે છે, કે ત્યાંના અભ્યાસક્રમો કરતાં આપણા અભ્યાસક્રમો વધુ સારા છે. ત્યાંની છિન્નભિન્ન પરિવાર-વ્યવસ્થા અને બીજી ઢગલાબંધ બદીઓના સીધા દુષ્પરિણામો ત્યાંના બાળકો ભોગવે છે અને તેથી જ ત્યાંના વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ગણિતમાં નબળા હોય છે. અમેરિકામાં ભણતા વિદ્યાર્થી હકીકતમાં શું ભણતો હોય છે, તે આપણે આટલી માહિતીથી સારી રીતે સમજી શકીએ છીએ. અમેરિકા જતાં પહેલાં

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64