Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 19
________________ ૫/-/૧/૨૧૭ દિવસનો વિભાગ થાય છે, તે ક્ષેત્ર ભેદથી કહે છે - સૂત્ર-૨૧૭ : ભગવન્ ! જંબુદ્વીપમાં દક્ષિણાદ્ધમાં દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે, જ્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે, ત્યારે જંબુદ્વીપમાં મેરુની પૂર્વ-પશ્ચિમે રાત્રિ હોય છે ? હા, ગૌતમ ! જ્યારે જંબુદ્વીપમાં દક્ષિણાર્ધમાં પણ દિવસ હોય ત્યારે યાવત્ રાત્રિ હોય. ૨૩ ભગવન્ ! જંબુદ્વીપમાં મેરુ પર્વતની પૂર્વે દિવસ હોય ત્યારે પશ્ચિમમાં પણ દિવસ હોય છે, જ્યારે પશ્ચિમમાં દિવસ હોય ત્યારે જંબુદ્વીપના મેરુની ઉત્તર દક્ષિણે રાત્રિ હોય છે? હા, ગૌતમ ! હોય છે. ભગવન્ ! જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાદ્ધમાં ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ ઉત્કૃષ્ટ ૧૮-મુહૂર્તનો દિવસ હોય છે અને ઉત્તરાર્ધમાં ઉત્કૃષ્ટ ૧૮-મુહૂર્તનો દિવસ હોય ત્યારે જંબુદ્વીપના મેરુની પૂર્વપશ્ચિમે જઘન્યા ૧૨-મુહૂર્તની રાત્રિ હોય છે ? હા, ગૌતમ ! હોય છે. ભગવન્ ! જ્યારે જંબુદ્વીપમાં મેરુની પૂર્વે ઉત્કૃષ્ટ ૧૮-મુહૂર્તનો દિવસ હોય ત્યારે જંબુદ્વીપના પશ્ચિમમાં ઉત્કૃષ્ટ ૧૮-મુહૂર્તનો દિવસ હોય અને જંબુદ્વીપના પશ્ચિમ ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તનો દિવસ હોય ત્યારે જંબુદ્વીપમાં મેરુની ઉત્તર-દક્ષિણે જઘન્યા ૧૨-મુહૂર્ત રાત્રિ હોય ? – હા, હોય. ભગવન્ ! જંબુદ્વીપમાં દક્ષિણાર્ધમાં ૧૮-મુહૂત્તતિર દિવસ હોય, ત્યારે ઉત્તરાર્ધમાં પણ ૧૮-મુહૂર્તરિ દિવસ હોય અને જ્યારે ઉત્તરાર્ધમાં ૧૮-મુહૂત્તન્તિર દિવસ હોય ત્યારે જંબુદ્વીપના મેરુની પૂર્વ-પશ્ચિમે સાતિરેક ૧૨-મુહૂત્તાં રાત્રિ હોય ? હા, ગૌતમ ! હોય. ભગવન્ ! જંબુદ્વીપમાં પૂર્વમાં ૧૮-મુહૂર્વાન્તર દિવસ હોય ત્યારે પશ્ચિમમાં ૧૮-મુહૂત્તન્તિર દિવસ હોય અને પશ્ચિમમાં ૧૮ મુહૂર્વાન્તર દિવસ હોય ત્યારે જંબૂદ્વીપના મેરુની ઉત્તર-દક્ષિણે સાતિરેક ૧૨-મુહૂત્તાં રાત્રિ હોય છે ? હા, ગૌતમ! હોય છે. - આ પ્રમાણે આ ક્રમ વડે ઘટ-વધ કરવી. ૧૭-મુહૂર્ત રાત્રિ, ૧૩-મુહૂર્ત દિવસ, ૧૭-મુહૂત્તન્તિર રાત્રિ, સાતિરેક, ૧૩-મુહૂર્ત દિવસ હોય છે. એ રીતે ગણતાં . ૧૬ અને ૧૪, ૧૬ મુહૂન્તિર અને સાતિરેક-૧૪, ૧૫ અને ૧૫ ૧૫ મુહૂત્તન્તિર અને સાતિરેક-૧૫ વત્ ૧૩-મુહૂર્તા દિવસ અને ૧૭ મુહૂર્તની રાત્રિ ૧૩-મુહૂન્તિર દિવસ સાતિરેક ૧૭ મુહૂર્તા રાત્રિ હોય છે. જ્યારે જંબુદ્વીપના દક્ષિણાર્ધમાં જઘન્ય ૧૨ મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ તેમજ હોય, ઉત્તરાર્ધે તેમ હોય ત્યારે જંબુદ્વીપના મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમ ઉત્કૃષ્ટા ૧૮મુહૂર્તા રાત્રિ હોય છે? હા, ગૌતમ હોય છે. એ પ્રમાણે જ કહેવું. જ્યારે જંબુદ્વીપના મેરુ પર્વતની પૂર્વે જઘન્ય ૧૨ મુહૂર્તનો દિવસ હોય ત્યારે પશ્ચિમે પણ હોય, ત્યારે જંબુદ્વીપના મેરુની ઉત્તર-દક્ષિણે ઉત્કૃષ્ટા ૧૮ ૨૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ મુહૂર્તની રાત્રિ હોય છે ? હા, ગૌતમ ! હોય છે. • વિવેચન-૨૧૭ : અહીં બે સૂર્યની હાજરીને લીધે એક વખતે બે દિશામાં દિવસ હોવાનું કહ્યું. જો કે દક્ષિણાર્ધે તથા ઉત્તરાર્ધે કહ્યું છે, તો પણ દક્ષિણ ભાગે અને ઉત્તર ભાગે સમજવું. અર્ધ શબ્દનો ‘ભાગ’ અર્થ થાય. જો દક્ષિણ અને ઉત્તરમાં સમગ્ર જ દિવસ થાય, તો પૂર્વ-પશ્ચિમમાં રાત્રિ થાય, તેમ કહેવું કઈ રીતે યોગ્ય છે ? બે અડધાના ગ્રહણથી આખું ક્ષેત્ર આવી જાય. - - અહીં દક્ષિણાિિદ શબ્દથી દક્ષિણાદિ દિગ્બાગ માત્ર સમજવો, અડધો નહીં. તેથી જ્યારે દક્ષિણ-ઉત્તરમાં સર્વોત્કૃષ્ટ દિવસ હોય, ત્યારે જંબુદ્વીપના ૩/૧૦ ભાગ જેટલું જ તાપક્ષેત્ર દક્ષિણ અને ઉત્તરમાં હોય અને ૨/૧૦ ભાગ જેટલું રાત્રિ ક્ષેત્ર પૂર્વપશ્ચિમમાં હોય. તેથી કહે છે – સૂર્ય ૬૦ મુહૂર્તો મંડલને પૂરે છે, ત્યારે ઉત્કૃષ્ટ ૧૮મુહૂર્તનો દિવસ હોય છે. ૧૮ સંખ્યા ૬૦ના દશ ભાગ કરીને ત્રણ ભાગરૂપે થાય છે. ૧૮-મુહૂર્તનો દિવસ હોય ત્યારે ૧૨-મુહૂર્તની રાત્રિ થાય છે. ૧૨ સંખ્યા, ૬૦ના ૧૦ ભાગ કરીને બે ભાગરૂપ થાય છે. તેમાં મેરુ પ્રત્યે આયામ ૯૪૮૬ યોજન અને ૯/૧૦ ભાગ જેટલું તાપક્ષેત્ર હોય. કેવી રીતે ? મેરુનો પરિક્ષેપ ૩૧૬૨૩ યોજનથી કંઈક ન્યૂન છે. તેને ૧૦ વડે ભાંગતા - ૩/૧૦ આવે. તેનું ત્રણ ગણું છે. લવણસમુદ્ર પ્રત્યે - ૯૪૮૬૮-૪/૧૦ તાપક્ષેત્ર હોય છે. - - ૪ - જઘન્ય રાત્રિક્ષેત્ર પ્રમાણ પણ એ રીતે છે. વિશેષ એ કે પરિધિને ૧૦થી ભાંગીને બે વડે ગુણવું. તે ૬૩૨૪-૬/૧૦ યોજન આવે અને એટલું મેરુનું રાત્રિક્ષેત્ર છે. લવણસમુદ્રનું રાત્રિ ક્ષેત્ર ૬૩૨૪૫-૬/૧૦ છે. આયામની અપેક્ષાએ જંબૂદ્વીપ મધ્યે તાપોત્ર ૪૫,૦૦૦ યોજન છે. લવણસમુદ્રનું 33,333-૧/૩ યોજન છે. તે બંને તાપક્ષેત્રનો સરવાળો ૭૮,૩૩૩૧/૩ યોજન છે. - - હવે ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તના દિવસ વિશે – સૂર્યના ૧૮૪ માંડલા છે. તેમાં જંબૂદ્વીપમાં-૬૫ અને ૧૧૯ લવણસમુદ્ર મધ્યે છે. તેમાં સૌથી અંદરના મંડલમાં સૂર્ય હોય ત્યારે ૧૮-મુહૂર્તનો દિવસ થાય. કેમ ? જ્યારે સર્વ બાહ્ય મંડલમાં હોય ત્યારે સર્વ જઘન્ય ૧૨-મુહૂર્તનો દિવસ હોય, બીજા મંડલથી આરંભી પ્રતિમંડલે મુહૂર્તના ૨/૬૧ ભાગ દિવસની વૃદ્ધિ થતાં ૧૮૩માં મંડલમાં ૬ મુહૂર્ત વધે, એ રીતે ૧૮-મુહૂર્તનો દિવસ થાય. તેથી ૧૨-મુહૂર્તની રાત્રિ થાય છે. કેમકે અહોરાત્રના ૩૦મુહૂર્ત હોય. જ્યારે સૂર્ય સમાિંતર મંડલ પછીના મંડલમાં હોય ત્યારે મુહૂર્તના ૨/૬૧ ભાગ હીન ૧૮-મુહૂર્તનો દિવસ હોય છે. તેથી તેને ૧૮ મુહૂર્તાર કહ્યો. તે વખતે રાત્રિ આટલી જ વધતી હોવાથી તેને સાતિરેક ૧૨-મુહૂર્તા રાત્રિ કહી. જેટલો ભાગ દિન ઘટે, તેટલી રાત્રિ વધે. આ ક્રમ વડે એમ ઉપસંહાર કર્યો. દિનમાન ઘટવું. સચિંતર મંડલમાં અનંતરમંડલથી ૩૧માં મંડલાર્ધમાં જ્યારે સૂર્ય હોય, ત્યારે ૧૭-મુહૂર્તનો દિવસ અને ૧૩ મુહૂર્ત રાત્રિ. એ રીતે - ૪ - ૬૧માં મંડલે આવે

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112