Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૮|-|૨/૩૯૫,૩૯૬
૧૭૧
ગોચર દર્શનયોગ કેમ નથી? કહે છે
‘પ્રજ્ઞાપના’માં શ્રુતજ્ઞાનપશ્યતામાં પ્રતિપાદિતપણાથી અનુત્તરવિમાનાદિના આલેખ કરણથી સર્વથા અદૃષ્ટનું આલેખન ન થવાથી એ પ્રમાણે ક્ષેત્રાદિમાં પણ વિચારવું. વળી કોઈ ન પાસડ઼ કહે છે. (શંકા) ભાવથી ઉપયુક્ત શ્રુતજ્ઞાની સર્વ ભાવે જાણે ? વળી શ્રુત, ચાત્રિમાં સર્વે પર્યાયો નથી, તેની સાથે કેમ વિરોધ ન આવે ? (સમાધાન) આ સૂત્રમાં સર્વના ગ્રહણથી પાંચ ઔદયિકાદિ ભાવો કહ્યા છે. તેને સર્વને જાણે છે અથવા જે અભિલાપ્ય ભાવોનો અનંત ભાગ જ શ્રુતનિબદ્ધ છે, તો પણ પ્રસંગ-અનુપ્રસંગથી સર્વે અભિલાષ્ય શ્રુતવિષયો કહેવાય છે. તેથી તે અપેક્ષાએ સર્વે ભાવોને જાણે છે, તેમ કહ્યું. અનભિલાપ્ય
ભાવાપેક્ષાએ ન જાણે.
-
અવધિજ્ઞાની રૂપિદ્રવ્ય-પુદ્ગલ દ્રવ્યો, તે જઘન્યથી અનંત છે. તૈજસભાષા દ્રવ્યોના અપાંતરાલવર્તી હોવાથી, તેને જાણે. ઉત્કૃષ્ટથી સર્વે બાદર, સૂક્ષ્મ ભેદ ભિન્નને વિશેષાકારથી જ્ઞાનત્વપણાથી જાણે છે સામાન્યાકાથી અવધિજ્ઞાનીને અવધિદર્શન અવશ્ય હોય છે તેથી જુએ છે. (શંકા) પહેલા દર્શન અને પછી જ્ઞાનનો ક્રમ હોવા છતાં અહીં ઉલટું કેમ કહ્યું ? અહીં અવધિજ્ઞાનાધિકારથી પ્રાધાન્ય જણાવવા માટે પહેલાં ‘જાણે' એમ કહ્યું. અવધિદર્શનનું અવધિ અને વિભંગના સાધારણત્વથી અપ્રધાનપણાને લીધે પછી ‘જુએ છે’ તેમ કહ્યું. અથવા બધી જ લબ્ધિ સાકારોપયુક્તને ઉપજે છે, અવધિલબ્ધિ પણ સાકારોપયોગ ઉપયુક્તને હોય, આ અર્થને જણાવવા સાકારોપયોગ એવા જ્ઞાનતિ શબ્દને પહેલા મૂક્યો પછી પતિ કહ્યું.
–
જેમ ‘નંદી'માં, ત્યાં આ સૂત્ર છે – ક્ષેત્રથી અવધિજ્ઞાની જઘન્યથી અંગુલના અસંખ્યભાગે જાણે છે, જુએ છે ઇત્યાદિ. વ્યાખ્યા આ રીતે - ક્ષેત્રથી અવધિજ્ઞાની, જઘન્યથી અંગુલનો અસંખ્યભાગ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત લોકમાં શક્તિ અપેક્ષાએ લોક પ્રમાણ ખંડોને જાણે જુએ. કાળથી અવધિજ્ઞાની જઘન્યથી આવલિકાનો અસંખ્યાતભાગ અને ઉત્કૃષ્ટથી અસંખ્ય ઉત્સર્પિણી, અવસર્પિણી અતીત-અનાગતને જાણે-જુએ. તેમાં રહેલ રૂપીદ્રવ્યોને આશ્રીને. ક્યાં સુધી કહેવું? ભાવના અધિકાર સુધી. તે આ છે - ભાવથી અવધિજ્ઞાની જઘન્યથી અનંતા ભાવોના આધાર દ્રવ્ય અનંતપણાથી જાણે, જુએ, પણ પ્રત્યેક દ્રવ્ય નહીં. ઉત્કૃષ્ટથી પણ અનંતા ભાવોને જાણે અને જુએ. તે પણ ઉત્કૃષ્ટપદે સર્વે પર્યાયોનો અનંતભાગ, એ પ્રમાણે છે.
-
મનન તે મતિ. ઋી - સામાન્યગ્રાહિણી. તે ઋજુમતિ. ‘આણે ઘટ વિશે વિચાર્યું' તેવા અધ્યવસાયને જાણે છે અથવા જે ઋજુ મતિવાળો છે તે. અનંત - અપરિમિત, અનંતપમગ - અનંત પરમાણુ રૂપ. ના વિત્ - સૂત્ર આ પ્રમાણે વિશિષ્ટ એક પરિણામ પરિણત સ્કંધને જાણે, જુએ. તે પર્યાપ્તક સંજ્ઞી પ્રાણી વડે, જે અઢીદ્વીપ-બે સમુદ્રવર્તી હોય તેને મનપણે પરિણામિત ભાવોને, મનઃપર્યાય જ્ઞાનાવરણ ક્ષયોપશમથી, પટુત્વથી સાક્ષાતૃપે વિશેષ પરિચ્છેદથી જાણે, તેમ કહેવાય. - ૪ - ૪ - ભાષ્યકારે કહ્યું છે કે બાહ્ય અનુમાનથી જાણે. - ૪ -
મૂર્ત દ્રવ્ય આલંબનથી આ જાણે, માંતરે અમૂર્ત છતાં પણ ધર્માસ્તિકાયાદિને માને છે. જો કે તેને સાક્ષાત્ કરવાને સમર્થ નથી. તથા ચક્ષુર્દર્શનાદિ ચારે દર્શનને
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ ભિન્ન આલંબનથી આ જાણે. તેથી દર્શનના સંભવથી જુએ તેમ કહે, તેમાં કંઈ દોષ નથી. - વિસ્તારની જરૂર નથી.
તેને જ વિપુલમતિ અધિકપણાએ, વિતિમિર૫ણાએ, વિશુદ્ધપણાએ જાણે અને જુએ. તે જ સ્કંધોને વિશેષથી ગ્રહણ કરનારી મતિ, તે વિપુલમતિ. આણે ઘટ વિશે વિચાર્યુ, તે સોનાનો, પાટલિપુત્રકમાં હમણાં બનેલો ઈત્યાદિ જાણે. અથવા જેની મતિ વિપુલ છે તે વિપુલમતિ.
૧૭૨
અધિવત - ઋજુમતિ દૃષ્ટ સ્કંધની અપેક્ષાઓ દ્રવ્યાર્થતા અને વર્ણાદિ વડે ઘણું વધારે. વિત્તિપિરતર - અતિશય રીતે અંધકારથી રહિતની જેવું, તેથી જ ચિતિમિરત - અતિશય રીતે અંધકારથી રહિતની જેવું તેથી જ વિશુદ્ધતાન્ત - અતિ સ્પષ્ટપણે જાણે અને જુએ. ૰ ક્ષેત્રથી - ઋજુમતિ નીચે-નીચે યાવત્ આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના નીચલા ક્ષુલ્લક પ્રતર સુધીના મનોગત ભાવોને જાણે છે, જુએ છે. તેમાં સુચક નામે, તિર્થાલોકના મધ્યથી નીચે ૯૦૦ યોજન સુધી આ રત્નપ્રભાના ઉપરનું ક્ષુલ્લક પ્રતર છે, તેનું ક્ષુલ્લકત્વ અધોલોકના પ્રતની અપેક્ષાએ છે. તેનાથી પણ જે નીચે તે અધોલોકગ્રામ છે. તે ક્ષુલ્લક પ્રતસ્થી ઉપર જ્યોતિષુ ચક્રના ઉપરિતલ સુધી અને તિષ્ઠુ મનુષ્યક્ષેત્રના અંત સુધી એમ જાણવું. તેને વિભાગથી કહે છે – અઢીદ્વીપ-સમુદ્રમાં ૧૫ કર્મભૂમિમાં, ૫૬ અંતર્વીપમાં પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિયોના મનોગત ભાવોને જાણે અને જુએ.
જ્યારે તેને વિપુલમતિ અઢી અંગુલથી વિશેષ અધિકપણે, વિપુલપણે, વિશુદ્ધપણે, વિતિમિરપણે જાણે અને જુએ.
અહીં ક્ષેત્રાધિકાર પ્રાધાન્યથી મનોલબ્ધિ સમન્વિત જીવના આધારરૂપ ક્ષેત્ર ગ્રહણ કરાય છે. તેનાથી અતિ અધિક લંબાઈ, વિખંભને આશ્રીને વિપુલતર, બાહલ્યને આશ્રીને વિશુદ્ધતર, અંધકાર સમાન, તેના આવક કર્મના વિશિષ્ટતર ક્ષયોપશમ સદ્ભાવથી જુએ.
તથા ાનો - ઋજુમતિ જઘન્યથી પલ્યોપમના અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યભાગ અનીત અને અનાગતને જાણે અને જુએ તેને જ વિપુલમતિ વિશુદ્ધતર, વિતિમિતર જાણે અને જુએ. - - ‘નંદીસૂત્ર’નો પાઠ ક્યાં સુધી કહેવો ? ‘ભાવસૂત્ર' સુધી. - ભાવથી ઋજુમતિ અનંતભાવે જાણે, જુએ. સર્વભાવોને અનંત ભાગે જાણે, જુએ. તેને જ વિપુલમતિ વિશુદ્ધતર, વિતિમિતર જાણે અને જુએ. એ પ્રમાણે ઉક્ત ન્યાય કેવલજ્ઞાન વિષય કહેવો -
‘નંદીસૂત્ર'માં આમ કહ્યું છે - ક્ષેત્રથી કેવળજ્ઞાની સર્વ ક્ષેત્ર જાણે, જુએ. અહીંતં ધર્માસ્તિકાયાદિ બધાં દ્રવ્યના ગ્રહણથી આકાશદ્રવ્યના ગ્રહણ છતાં, જે ફરી લીધું, તે તેના ક્ષેત્રત્વના રૂઢપણાથી છે. કાળથી કેવળજ્ઞાની સર્વ કાળને જાણે, જુએ. ભાવથી સર્વ ભાવને જાણે, જુએ.
મતિઅજ્ઞાનથી - મિથ્યાદર્શન ચુક્તતાથી અવગ્રહાદિ અને ઔત્પાતિકી આદિ વડે વિષયીકૃત જે હોય તે તથા અપાયાદિ વડે જાણે અને અવગ્રહાદિ વડે જુએ. યાવત્ શબ્દથી-ક્ષેત્રથી મતિ અજ્ઞાની મતિ અજ્ઞાન પરિંગત ક્ષેત્રને જાણે, જુએ. કાળથી મતિ અજ્ઞાની, મતિ અજ્ઞાન પરિંગત કાળને જાણે, જુએ. - - શ્રુતઅજ્ઞાન-મિથ્યાર્દષ્ટિ પરિગૃહીત