Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 102
________________ ૮/-/૬/૪૦૭ એવું થાય કે અનંતર આોવિત કૃત્યને સ્થાપનાચાર્ય નિવેદન વડે આલોયું, મિથ્યાદુષ્કૃત દાનથી પ્રતિક્રમું, સ્વસમક્ષ પોતાના અકૃત્ય સ્થાનને હિંદુ, ગુરુ સમક્ષ ગર્દુ, તેના અનુબંધને છેદું, પ્રાયશ્ચિત્ત સ્વીકાર દ્વારા તે પંકની વિશોધિ કરું, ન કરવાને ઉધત થાઉં, યથોચિત - આ ગીતાર્થતા વડે જ થાય, અન્યથા નહીં, સમીપે જઈને ૧૮૯ સ્થવિર, વાતાદિ દોષથી નિર્વાચ થઈ જાય, તો સાધુને આલોચનાદિ પરિણામ હોવા છતાં આલોચનાદિ પ્રાપ્ત ન થાય. તો તે શુદ્ધ-મોક્ષમાર્ગનો આરાધક થાય? ભાવની શુદ્ધિથી થાય, આલોચના પરિણત હોવાથી આરાધકત્વ છે. મરણને આશ્રીને કહ્યું છે – આલોચના પરિણત, ગુરુ પાસે સમ્યક્ રીતે જતો, વચ્ચે મરે, તો પણ ભાવશુદ્ધ છે. સ્થવિર અને પોતે, બે ભેદથી ‘મૂક સૂત્ર છે, કાલ કરવાના બે સૂત્ર છે, એ ચાર અસંપ્રાપ્ત સૂત્રો છે. એ પ્રમાણે ચાર સંપ્રાપ્ત સૂમો છે. એ પ્રમાણે ગૃહસ્થના ઘેર ગૌચરી અર્થે ગયેલના આઠ અને વિચારભૂમિ આદિમાં ગયેલના આઠ, ગ્રામગમનના આઠ મળીને કુલ ૨૪-સૂત્રો છે. એ પ્રમાણે સાધ્વી સંબંધી ૨૪-સૂત્રો છે. અનાલોચિત છતાં આરાધક કેમ ? તેનો ઉત્તર દૃષ્ટાંતથી આપે છે. ક્રિયા કાળ અને નિષ્ઠાકાળના અભેદ વડે પ્રતિક્ષણે કાર્યની નિષ્પત્તિથી છેદાતું છૈધુ કહેવાય. એ રીતે આલોચના પ્રવૃત્ત હોવાથી આરાધક જ છે. વ્રત - નવું, ધોત - ધોયેલું, તંતુયં - તંત્રથી ઉતરેલું, - - આરાધક દીપવત્ દીપે છે, માટે દીપસ્વરૂપ કહે છે – - સૂત્ર-૪૦૮,૪૦૯ : [૪૮] ભગવન્ ! બળતા દીવામાં શું બળે છે? દીવો બળે છે, દીવી બળે છે, વાટ બળે છે, તેલ બળે છે, દીપ-ઢાંકણ બળે છે, કે જ્યોતિ બળે છે ? ગૌતમ ! દીવો યાવત્ દીપ-ઢાંકણ નહીં, પણ જ્યોતિ બળે છે. ભગવન્! બળતા ઘરમાં શું બળે છે? ઘર, ભીંત, ડાભનું છાદન, ધારણ, બલહરણ, વાંસ, મલ્લ, વર્ગ, છપ્પર, છાદન કે જ્યોતિ બળે છે? ગૌતમ! ઘર નથી બળતું, ભીંતો નથી બળતી યાવત્ છાદન પણ નથી બળતું, કેવળ જ્યોતિ બળે છે. [૪૯] ભગવન્ ! જીવ ઔદારિક શરીરને આશ્રીને કેટલી ક્રિયાવાળા છે? ગૌતમ ! કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ ક્રિયાવાળા અને કોઈ અક્રિય છે. ભગવન્ ! નૈરયિક (બીજાના) ઔદારિક શરીરને આશ્રીને કેટલી ક્રિયાવાળા છે ? ગૌતમ ! કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ. ભગવન્ ! અસુકુમાર (બીજાના) ઔદારિક શરીરથી કેટલી ક્રિયાવાળા છે? પૂર્વવત્ થાવત્ વૈમાનિક સુધી. મનુષ્ય, જીવવત્ જાણવા. ભગવન્ ! જીવ, ઔદારિક શરીરોથી કેટલી ક્રિયાવાળા છે ? ગૌતમ ! કદાચ ત્રણ ક્રિયાવાળા યાવત્ કદાચ અક્રિય. ભગવન્ ! નૈરયિક, ઔદાકિ શરીરોથી કેટલી ક્રિયા છે ? એ પ્રમાણે જેમ પ્રથમ દંડકમાં કહ્યું, તેમ અહીં પણ બધું જ વૈમાનિક પર્યન્ત કહેવું. વિશેષમાં મનુષ્ય, જીવવત્ છે. ભગવન્ ! ઘણાં જીવો, ઔદાકિ શરીરથી કેટલી ક્રિયાવાળા છે ? ગૌતમ ! ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કદાચ ત્રણ ક્રિયાવાળા યાવત્ અક્રિય. - - ભગવન્ ! ઘણાં નૈરયિકો, ઔદારિક શરીરથી કેટલી ક્રિયાવાળા છે ? એ પ્રમાણે અહીં પણ પહેલા દંડકની જેમ ૧૯૦ વૈમાનિક સુધી કહેવું. મનુષ્યો, જીવોવત્ છે. ભગવના ઘણાં જીવો, (બીજાના) ઔદાકિ શરીરોની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળા છે? ગૌતમ ! ત્રણ, ચાર કે પાંચ ક્રિયાવાળા અથવા અક્રિય પણ હોય. • • ભગવન્ ! ઘણાં નૈરયિકો (બીજાના) ઔદારિક શરીરોની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળા છે? ગૌતમ ! ત્રણ કે ચાર કે પાંચ ક્રિયાવાળા, એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. વિશેષ આ - મનુષ્યો, જીવોવત્ જાણવા. ભગવન્ ! એક જીવ વૈક્રિય શરીર આશ્રીને કેટલી ક્રિયાવાળો હોય ? ગૌતમ ! કદાચ ત્રણ, કદાચ ચાર ક્રિયાવાળો કે અક્રિય હોય. - ભગવન્ ! એક નૈરયિક, વૈક્રિય શરીર આશ્રીને કેટલી ક્રિયાવાળો હોય ? ગૌતમ ! કદાચ ત્રણ, કદાચ ચાર ક્રિયાવાળો. એ પ્રમાણે યાવત્ વૈમાનિક. વિશેષ આ મનુષ્ય, જીવવત્ જાણવા. એ રીતે ઔદારિક શરીર માફક અહીં પણ ચાર દંડકો કહેવા. વિશેષ આ - પાંચમી ક્રિયા ન કહેવી, બાકી પૂર્વવત્. - એ રીતે વૈક્રિય માફક આહારક, વૈજસ, કાર્પણ પણ કહેવા. એક-એકના ચાર દંડકો કહેવા. યાવત્ ભગવન્ ! વૈમાનિક કાર્યણશરીર વડે કેટલી ક્રિયાવાળો હોય? ગૌતમ ! ત્રણ કે ચાર. ભગવન્ ! તેમજ છે (ર). • વિવેચન-૪૦૮,૪૦૯ : ફિયાયમાળ - બળતો, સળગતો. પરીવ - પ્રદીપ, દીપયષ્ટી આદિ સમુદાય, દ્ઘિ - દીપયષ્ટિ, વૃત્તિ - વાટ, ટીવ=પણ્ - દીવાઢાંકણ, ખોફ - અગ્નિ. -- જ્વલન પ્રસ્તાવથી આમ કહે છે માર - કુટીઘર, હુ - ભીંત, ડળ - ત્રટ્ટિકા, ધારળ - બલહરણના આધારભૂત ચૂણા-થંભ, વરિ ધારણની ઉપરનું તીછું કાષ્ઠપાટકો, વંસ - વાંસની પટ્ટી, માઁ - ભીંતના ટેકણ થાણુઓ કે બલહરણને ધારણના ટેકાઓ કે છિત્વના આધારભૂત ઉર્ધ્વ રહેલા કાષ્ઠ, વાળ - વાંસના બંધનભૂત વટાદિની છાલ, છિત્તર - વંશાદિમય છાદનાધારભૂત કિલિંજ. - X - એમાં બીજા શરીરને આશ્રીને જ્વલનક્રિયા છે. જીવનું અને નાકોનું પર શરીર ઔદાકિાદિ આશ્રીને હોય, તેથી ક્રિયા કહે છે – બીજાના ઔદારિક શરીરને આશ્રીને જીવને કેટલી ક્રિયા? કદાચ ત્રણ ઈત્યાદિ. જો એક જીવ અન્ય પૃથ્વી આદિના સંબંધે ઔદારિક શરીરને આશ્રીને કાયનો વ્યાપાર કરે ત્યારે ત્રણ ક્રિયા - કાયિકી, અધિકરણિકી, પ્રાદ્વૈર્ષિકી. આ પરસ્પર અવિનાભૂતત્તવ હોવાથી ત્રણ ક્રિયા, આ અવિનાભાવ, અધિકૃતક્રિયા અવીતરાગને જ છે, બીજાને નહીં. કેમકે તથાવિધ કર્મબંધનો હેતુ છે. અવીતરાગ - કાયના અધિકરણત્વ અને પ્રદ્વેષાન્વિતત્વથી કાયક્રિયા સદ્ભાવે બીજા બેનો અવશ્ય સંભવ છે - ૪ - પ્રજ્ઞાપનામાં આ માટે કહ્યું છે – જે જીવ કાયિકી ક્રિયા કરે છે, તે નિયમા અધિકરણિકી ક્રિયા કરે છે, જે અધિકરણિકી ક્રિયા કરે છે, તે નિયમા કાયિકી ક્રિયા કરે છે. ઇત્યાદિ તથા આધ ત્રણ ક્રિયાના સદ્ભાવે ઉત્તર બે ક્રિયાની ભજના. કહ્યું છે – જે જીવ કાયિકી ક્રિયા કરે

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112