Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૮|-|૫/૪૦૨ થી ૪૦૪
૧૮૫
ફળથી નિવૃત્ત - ઉદુમ્બર આદિ પાંચથી નિવૃત્ત જે બળદની ખસી કરાયેલ નથી અને નાક નાયેલ નથી.
એવા - વિશિષ્ટ યોગ્યતા રહિત, આ પ્રકારે ધર્મની વાંછા કરે છે, તેમ જાણવું. તો પછી આ શ્રમણોપાસકો હોય તે કેમ ધર્મને ન ઈચ્છે ? ઈચ્છે જ એમ જાણવું. કેમકે તેઓ વિશિષ્ટતર દેવ, ગુરુ, પ્રવચનને આશ્રીને (રહેલા છે) તેઓને આ કર્માદાનો-જેનાથી જ્ઞાનાવરણાદિ કર્મો બંધાય તે કર્માદાન અથવા કર્મોનું જે આદાન કરે - કર્મના હેતુઓ તે કર્માદાન (તેનો ત્યાગ કરે, તે-૧૫ છે.)
(૧) અંગાર વિષયક કર્મ, વેચવા માટે કોલસા બનાવે, એ રીતે અગ્નિ વ્યાપાર રૂપ જે બીજા પણ ઈંટ પકાવવાદિ કર્મ, તે અંગાર કર્મ કહેવાય. કેમકે તે અંગાર શબ્દના ઉપલક્ષણ રૂપ છે.
(૨) વન કર્મ - વનવિષયક, વન છેદીને વેચવારૂપ - x -
(૩) શાટિક કર્મ - ગાડાં, વાહન, ઘટન આદિનો વેપાર, - - (૪) ભાટક કર્મ - ભાડા વડે વ્યાપાર, બીજાઓ આપેલ દ્રવ્યથી ગાડા આદિ વડે બીજા દેશમાં લઈ જવા, અથવા ગાય, ઘર આદિ વેચવા કે આપવા.
(૫) સ્ફોટક કર્મ - હળ, કોદાળી આદિથી ભૂમિનું સ્ફોટન કરવું. - - (૬) દંતવાણિજ્ય - હાથી દાંત આદિનો, ઉપલક્ષણથી એવા ચામડા, ચામર, વાળ આદિનું ખરીદ-વેચાણ. - - (૭) લાખ વાણિજ્યલાખનું ખરીદ, વેચાણ. આ ત્રસ સંસક્તિ નિમિત્તથી બીજા પણ તલ આદિ દ્રવ્યનું ખરી-વેચાણ, તે ઉપલક્ષણથી જાણવું.
(૮) કેશવાણિજ્ય - ગાય, ભેંસ, સ્ત્રી આદિ જીવોના વાળનો વેપાર. - - (૯) રસવાણિજ્ય - મધ આદિ રસનો વેપાર, (૧૦) વિષ વાણિજ્ય - વિષના ઉપલક્ષણથી શસ્ત્રવાણિજ્ય પણ નિષેધ છે.
(૧૧) યંત્રપીલણ કર્મ-યંત્ર વડે તલ, શેરડી આદિને પીલવા, તે કર્મ. - - (૧૨) નિછિન કર્મ - ખસી કરવી તે નિર્ભ્રાછન - - (૧૩) દવદાન - અગ્નિ લગાડવો તે. - - (૧૪) સરદહ તળાવ શોષણતા - ૧૬ - સ્વયંભૂ જળાશય વિશેષ, ૬૬ - નધાદિનો નિમ્નતર પ્રદેશ, તત્કાળ - કૃત્રિમ જળાશય વિશેષ. તેને શોષવવા, તે. - - (૧૫) અસતી પોષણ - દાસીનું પોષણ, તેને ભાડે રાખવી. આના દ્વારા કુકડા, બીલાડા આદિ ક્ષુદ્ર જીવ પોષણ પણ જાણવું.
..
કૃતિ - આવા પ્રકારના નિર્ગુન્થસત્ક. શુક્લ - અભિનિવૃત્ત, ઈરિહિત, કૃતજ્ઞ, સત્ આરંભી, હિતાનુબંધી. શુક્લ પ્રધાન.
પછી દેવમાં ઉપપાત થાય છે, તેથી દેવોને ભેદથી કહ્યા છે – જેમકે તિવિજ્ઞા - ઇત્યાદિ,
છે શતક-૮, ઉદ્દેશો-૬-“પ્રાસુક” છે
x — — * — —
પાંચમામાં શ્રમણોપાસક અધિકાર કહ્યો, અહીં પણ તે જ છે.
• સૂત્ર-૪૦૫ :
ભગવન્ ! તથારૂપ શ્રમણ કે માહણને પામુક, એષણીય અશન-પાન
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ ખાદિમ-સ્વાદિમથી પ્રતિલાભતા શ્રાવકને શું મળે ? ગૌતમ ! એકાંતે નિર્જરા થાય અને પાપ કર્મનો કોઈ બંધ ન થાય.
ભગવન્ ! તથારૂપ શ્રમણ કે માહણને અપાયુક અને અનેષણીય અશનપાન ચાવત્ પ્રતિલાભતા શ્રાવકને શું મળે ? ગૌતમ ! તે ઘણી નિર્જરા કરે અને
અલ્પકર્મબંધ કરે.
૧૮૬
ભગવના તથારૂપ અસંયત, અવિત, અપ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મીને પ્રાસુક કે અપસુક, એષણીય કે અનેષણીય અશન-પાન વડે યાવત્ તે શ્રાવકને શું મળે? ગૌતમ! એકાંતે તેને પાપકર્મ બંધ થાય, જરા પણ નિર્જરા તેને ન થાય. • વિવેચન-૪૦૫ ઃ
નથી.
વિ નર્ફે - શું ફળ મળે. વંતો - એકાંતે તે શ્રાવકને, પાપકર્મનો બંધ થતો . - ૪ - તરિય - પાપકર્મ અપેક્ષા ઘણું, અપ્પતરામ્ - નિર્જરાઅપેક્ષાએ ઘણું ઓછું. અર્થ આ છે કે – ગુણવંત પાત્રને અપ્રાસુકાદિ દ્રવ્ય દાનથી ચાસ્ત્રિને ઉપકારી અને જીવઘાતના વ્યવહારથી તેને ચાસ્ત્રિની બાધા થાય છે. તેમાં ચારિત્રને ઉપકારીવથી નિર્જરા અને જીવઘાતાદિથી પાપકર્મ થાય. તેમાં સ્વહેતુ સામર્થ્યથી પાપની અપેક્ષાએ નિર્જરા ઘણી વધારે થાય છે. નિર્જરાની અપેક્ષાએ પાપ ઘણું ઓછું થાય છે.
અહીં વિવેચકો માને છે કે અનિર્વાહાદિ કારણે જ અપ્રાસુકાદિ દાનથી ઘણી નિર્જરા થાય, અકારણે નહીં, કેમકે કહ્યું છે કે – નિર્વાહ થતો હોય ત્યારે અશુદ્ધ લેના-દેનાર બંનેનું અહિત છે, બીમારી આદિમાં કે નિર્વાહ ન થતો હોય તો હિતકર છે. બીજા કહે છે • અકારણે પણ ગુણવાન પાત્રને અપ્રાસુક આદિ દાનમાં પરિણામ વશથી ઘણી નિર્જરા અને અલ્પ પાપકર્મ થાય છે. સૂત્રના નિર્વિશેષણપણાથી અને પરિણામના પ્રમાણત્વથી આમ કહ્યું. કહે છે કે – સમસ્ત ગણિપિટક સ્માતિ
-
સાર એવા ઋષિઓના પરમ રહસ્ય નિશ્ચયને આશ્રીને (આવા દાનમાં) પરિણામ એ જ પ્રમાણ છે.
વળી પૂર્વે જે કહ્યું કે – નિર્વાહમાં અશુદ્ધ દાન એ દેનાર-લેનાર બંનેના અહિત માટે છે તે ગ્રાહકને વ્યવહારથી સંયમ વિરાધના અને દેનારને લોભીના દૃષ્ટાંત - ૪ - દેનારને અલ્પ શુભાયુષ્કતાના નિમિત્તત્વથી છે. અલ્પ એવું શુભાયુ પણ અહિતકર છે. અપ્રાસુકાદિ દાનથી અલ્પાયુપણાના ફળને કહેતું સૂત્ર પૂર્વે અર્જેલ જ છે - તેથી અહીં તત્વ શું? તે કેવલી જાણે.
ત્રીજા સૂત્રમાં અસંયત, અવિતાદિ ગુણરહિત પત્ર કહ્યા. તેમને દાનથી પાપકર્મ ફળ, નિર્જરાનો અભાવ કહ્યો. કેમકે અસંયમ ઉપકારીતાથી તુલ્ય ફળ છે. પ્રાસુકમાં અહિંસા, અપ્રાસુકમાં હિંસા થાય તેની વિવક્ષા અહીં કરી નથી. • X - ત્રણે પણ સૂત્રોમાં મોક્ષાર્થે જે દાન, તેની વિચારણા કરે છે. તેમાં અનુકંપા કે ઔચિત્ય દાનની વિચારણા નથી - ૪ - ૪ - મોક્ષાર્થે જે દાન છે, તે માટે વિધિ કહી જ છે, પણ અનુકંપાદાનનો નિષેધ નથી.
* સૂત્ર-૪૦૬ ઃ
ગૃહસ્થના ઘેર આહાર ગ્રહણ કરવાને પ્રવેશેલ નિગ્રન્થને કોઈ ગૃહસ્થ