Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 94
________________ ૮/-/૨/૩૯૫,૩૯૬ ૧૭૩ સભ્યશ્રુત, લૌકિક શ્રુત કે કુપાવચનિક શ્રુત વડે જે વિષયી કૃત કરાયેલ હોય તેને તથા માધવેડ઼ - કહે, અર્થ કરે, આગ્રાહે આદિ, પ્રજ્ઞાપતિ - ભેદપૂર્વક કહે. પ્રરૂપતિ - ઉપપત્તિ પૂર્વક કહે – પ્રરૂપે. વાચનાંતરે આટલું અધિક છે - મેટ્ટ - દેખાડે, ઉપમા માત્ર વડે, જેમકે ગાય તેવું ગવય આદિ. નિયંસેફ - હેતુ, દૃષ્ટાંત, ઉપન્યાસ વડે નિર્દેશે. વસેફ - ઉપનય, નિગમન વડે મતાંતર દર્શનપૂર્વક દર્શાવ. દ્રવ્યથી વિભંગજ્ઞાન વડે જાણે, અવધિદર્શનથી જુએ. કાલદ્વાર - અહીં પહેલા કેવળી અને પછી મતિ આદિવાળા કહ્યા છે. તેમાં ‘કેવલીને' સાદી અપર્યવસિત શબ્દથી કાળ જણાવ્યો છે. મતિ આદિવાળાને બે ભેદથી કહે છે – જઘન્યથી અંતર્મુહૂર્ત. તે પહેલા બે જ્ઞાનને આશ્રીને કહ્યું, કેમકે તે બે જ જઘન્યથી અંતર્મુહૂર્ત માત્ર હોય. ઉત્કૃષ્ટથી સાતિરેક ૬૬ સાગરોપમ, જે કહ્યું, તે પહેલા ત્રણ જ્ઞાનને આશ્રીને કહ્યું છે. તેમની જ ઉત્કૃષ્ટથી તેટલી સ્થિતિ છે. તે આ રીતે – વિજયાદિમાં બે વખત જાય કે અચ્યુતે ત્રણ વખત જાય, તેમાં મનુષ્યભવ અતિરેકથી આ કાળ કહ્યો છે - ૪ - આભિનિબોધિકમાં આ રીતે જાણવું – ભગવન્ ! આભિનિબોધિક જ્ઞાની, આભિનિબોધિકજ્ઞાનીપણે કાળથી કેટલો કાળ હોય? તેનો અર્થ આ છે મિળિયોધિ આદિ સૂત્રક્રમથી જ્ઞાની, આભિનિબોધિક જ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, કેવળજ્ઞાની, અજ્ઞાની, મતિ અજ્ઞાની, શ્રુતઅજ્ઞાની, વિભંગજ્ઞાનીનો અવસ્થિતિ કાળ જેમ કાયસ્થિતિમાં અર્થાત્ “પ્રજ્ઞાપના''ના ૧૮માં પદમાં કહ્યો, તેમ કહેવો. તેમાં જ્ઞાનીનો પૂર્વે કહ્યો, તે જ અવસ્થિતિકાળ. - x - આભિનિબોધિક આદિ બે જ્ઞાનનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટથી સાતિરેક ૬૬ સાગરોપમ, અવધિજ્ઞાનનો પણ એ જ કાળ છે. પણ જઘન્યકાળમાં ભેદ છે. અવધિજ્ઞાની જઘન્યથી એક સમય. કઈ રીતે? જો વિભંગજ્ઞાની સમ્યકત્વ પામે, ત્યારે પહેલા સમરો વિભંગઅવધિજ્ઞાન હોય, ત્યારપછી તે પડે છે, ત્યારે એક સમય અવધિ કહેવાય. મનઃ પર્યવજ્ઞાની વિશે પૃચ્છા-જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી દેશ ન્યૂન પૂર્વકોટિ. કઈ રીતે? અપ્રમત્ત કાળમાં વર્તતા સંયતને મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થાય, ક્યારે ઉત્પત્તિ સમયે સમ અંતરે જ વિનાશ પામે તો એક સમય. તથા ચાત્રિકાળ ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વકોટી છે, દીક્ષાના ગ્રહણથી તુરંત જ જો મનઃપર્યવજ્ઞાન પામે અને આ જન્મ અનુવર્તે, ત્યારે મન:પર્યવજ્ઞાન દેશોન પૂર્વકોટી થાય. કેવળજ્ઞાની વિશે પૃચ્છા. ગૌતમ ! સાદિ અપર્યવસિત. અજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની વિશે પૃચ્છા. ગૌતમ! અજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની ત્રણ ભેદે છે – અભવ્યોને અનાદિ અપર્યવસિત, ભવ્યોને અનાદિ સપર્યવસિત, સમ્યગ્દર્શનથી પડેલાને સાદિ સપર્યવસિત. તેમાં જે સાદિ સપર્યવસિત છે, તે જઘન્યી અંતર્મુહૂર્ત - ૪ - ઉત્કૃષ્ટથી અનંતકાળ, અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી દેશન્યૂન અપાદ્ધ પુદ્ગલ ધરાવતું. સમ્યક્ત્વથી ભ્રષ્ટને વનસ્પતિ આદિમાં અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી ગયા પછી પુનઃ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ વિભંગજ્ઞાની વિશે પૃચ્છા - ગૌતમ ! જઘન્યથી એક સમય ઉત્પત્તિ પછી એક જ સમયમાં પડે. ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટી અધિક ૩૩-સાગરોપમ. કેમકે મનુષ્યમાં તેટલું આયુ ભોગવી સાતમી નરકે જાય. અંતરદ્વાર-પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાનનું અંતર બધું જ જેમ જીવાભિગમમાં કહ્યું, તેમ કહેવું. તે આ પ્રમાણે – ભગવન્ ! આભિનિબોધિક જ્ઞાનનું અંતર, કાળથી કેટલું છે? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અનંતકાળ યાવત્ દેશોન અપાર્લ પુદ્ગલ પરાવર્ત શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મનઃપર્યવજ્ઞાનીનું એ જ પ્રમાણે છે. કેવળજ્ઞાનીની પૃચ્છા – ગૌતમ ! અંતર નથી. • મતિ જ્ઞાની, શ્રુતઅજ્ઞાનીની પૃચ્છા - ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી સાતિરેક ૬૬-સાગરોપમ. વિભંગજ્ઞાનીની પૃચ્છા-ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ. અલ્પબહુવદ્વાર - જ્ઞાનીનું, અજ્ઞાનીનું, જ્ઞાની-અજ્ઞાની ત્રણેનું પરસ્પર અલ્પબહુત્વ ‘પ્રજ્ઞાપના' સૂત્રથી કહેવું. તે આ છે - ભગવન્ ! આ આભિનિબોધિક જ્ઞાની આદિ જીવોમાં કોણ કોનાથી અલ્પ, વધુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! બધાંથી થોડા જીવો મનઃપર્યવજ્ઞાની, અવધિજ્ઞાની અસંખ્યગુણા, આભિનિબોધિક અને શ્રુતજ્ઞાની બંને તુલ્ય અને વિશેષાધિક, કેવળજ્ઞાની અનંતગુણા છે - (૧) ભગવન્ ! આ મતિઅજ્ઞાની આદિમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી ઓછા વિભંગજ્ઞાની, મતિ અજ્ઞાની-શ્રુતઅજ્ઞાની બંને તુલ્ય અને અનંતગણા છે - (૨) ૧૭૪ ભગવન્ ! આ આભિનિબોધિકાદિ પાંચ જ્ઞાની અને મતિ આદિ ત્રણ અજ્ઞાનીમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! મનઃપર્યવજ્ઞાની સૌથી થોડા, અવધિજ્ઞાની અસંખ્યગણા, આભિનિબોધિક જ્ઞાની-શ્રુતજ્ઞાની બંને તુલ્ય અને વિશેષાધિક, વિભંગજ્ઞાની અસંખ્યાતગણા, કેવલજ્ઞાની અનંતગણા, મતિ અને શ્રુતઅજ્ઞાની બંને તુલ્ય અને અનંતગણા છે. ઋદ્ધિ પ્રાપ્ત સંયતને જ મનઃપર્યવજ્ઞાન થાય માટે સૌથી થોડાં છે. અવધિજ્ઞાન ચારે ગતિમાં હોય તેથી અસખ્યાતગણા. પહેલા બે જ્ઞાનવાળા તુલ્ય અને વિશેષાધિક કહ્યા. કેમકે તે અવધિ અને મનઃપર્યવજ્ઞાનીને તથા તેનાથી રહિત પંચેન્દ્રિયને અને સારવાદન સમ્યકત્વ સદ્ભાવે વિકલેન્દ્રિયને પણ થાય છે અને કેવલજ્ઞાનીને અનંતગુણા કહ્યા, કેમકે સિદ્ધો અનંતા છે. અજ્ઞાની સૂત્રમાં વિભંગજ્ઞાની થોડા છે, કેમકે તે પંચેન્દ્રિયોને જ થાય છે, તેનાથી અનંતગણા મતિ-શ્રુતઅજ્ઞાની છે, કેમકે બંને અજ્ઞાન એકેન્દ્રિયોને પણ હોય, તેથી અનંતગુણ કહ્યા. મિશ્રસૂત્રમાં મનઃપર્યવજ્ઞાની થોડાં કહ્યા. અવધિજ્ઞાની તેનાથી અસંખ્યાતગણા કહ્યા. મતિ-શ્રુતવાળા તેનાથી વિશેષાધિક કહ્યા, તે પૂર્વવત્ સમજવું. મતિ-શ્રુતજ્ઞાનીથી વિભંગજ્ઞાની અસંખ્યગણા કહ્યા. કઈ રીતે ? સમ્યગ્દષ્ટિ દેવ-નારકથી મિથ્યાષ્ટિ દેવનાસ્ક અસંખ્યાતગણા કહ્યા છે, તેથી વિભંગજ્ઞાની અસંખ્યાતગણા કહ્યા. વિભંગજ્ઞાનીથી કેવળજ્ઞાની અનંતગણા છે. કેમકે એકેન્દ્રિય સિવાયના સર્વે જીવોથી સિદ્ધો અનંતગણા છે. મતિ-શ્રુત અજ્ઞાની પરસ્પર તુલ્ય છે. કેવલજ્ઞાનીથી અનંતગણા

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112