Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 95
________________ ૮|-૨|૩૯૫,૩૯૬ ૧૫ છે, કેમકે વનસ્પતિમાં પણ તેમનો સંભવ છે. એકેન્દ્રિયો સિદ્ધોથી પણ અનંતગણો છે. પર્યાયવ્હાર-અભિનિબોધિક જ્ઞાનના પર્યવો-વિશેષ ધર્મો તે આભિનિબોધિક પર્યવો. તે સ્વ-પર પર્યાય ભેદથી બે પ્રકારે છે. તેમાં જે ચાવગ્રહ આદિ મતિ વિશેષ, ક્ષયોપશમની વૈચિરાથી છે તે સ્વ પર્યાયા, તે અનંતગણા છે. કઈ રીતે ? એકાદ અવરૂ@ી અન્ય અવગ્રહાદિ અનંતભાગવૃદ્ધિથી વિશેષ છે, બીજા અસંખ્યય ભાગ વૃદ્ધિથી, અપર સંખ્યયભાગ વૃદ્ધિથી, અન્યતર સંખ્યયગુણ વૃદ્ધિથી, (અન્ય સોયગુણ વૃદ્ધિથી, અપર અનંતગુણ વૃદ્ધિથી. એ પ્રમાણે સંખ્યાતના સંખ્યાત ભેદથી, અસંખ્યાતના અસંખ્યાત ભેદથી, અનંત ભેદવથી અનંતા વિશેષ છે અથવા તેના શેયના અનંતપણાથી અને પ્રતિયના તેનાથી ભેદાવાપણાથી અથવા મતિજ્ઞાનને અવિભાગ પરિચ્છેદ બુદ્ધિથી છેદતા અનંતખંડ થવાથી, તેના પર્યવો અનંત છે. તથા જે બીજા પદાર્થના પર્યાયો તે તેના પર પર્યાય છે. તે પરનું અનંતગુણપણું હોવાથી, સ્વપર્યાયથી અનંતગણા છે. * * * * * * * * * - ઇત્યાદિ, ઇત્યાદિ. વડવા તે મુથના ઇત્યાદિ-અનંતા શ્રુતજ્ઞાન પર્યાયો કહ્યા છે. તે સ્વપર્યય અને પરસ્પર્યાય છે. તેમાં શ્રુતજ્ઞાનના જે સ્વપર્યાય છે, તે પોતે અક્ષરકૃત આદિ ભેટવાળા, અનંતા છે. કેમકે ક્ષયોપશમના વૈવિખ્ય વિષય અનંતા છે, કૃતાનુસાર બોધનું અનંતત્વ છે, અવિભાગ પલિચ્છેદનું અનંતપણું છે. પર૫યયિો પણ અનંતા છે, સર્વભાવોના પ્રસિદ્ધ છે. અથવા શ્રત - jયાનુસારી જ્ઞાન, તે શ્રુતજ્ઞાન, ધૃતગ્રંથ અક્ષરાત્મક છે, અક્ષરો ‘અ'કારાદિ છે, તેમાંનો એક-એક અક્ષર યથાયોગ ઉદાd, અનુદાત્ત, સ્વરિત ભેદથી છે, સાનુનાસિક-નિરનુનાસિક ભેદથી છે, પ્રયનમહાપયન ભેદાદિથી છે, સંયુક્ત સંયોગ-અસંયુકત સંયોગ ભેદથી છે, દ્વયાદિ સંયોગ-ભેદથી અનંત છે અને ભેદાતા પણ અનંત ભેદ થાય છે. તે તેના સ્વપયયિ છે. અન્ય પરપર્યાય છે, તે અનંતા જ છે. એ પ્રમાણે તે અનંતપર્યાય છે. કહ્યું છે કે- તેનો એક-એક અક્ષર સ્વપર્યાય ભેદથી ભિન્ન છે, તે વળી સર્વદ્રવ્ય-પર્યાય સશિ પ્રમાણ જાણવો. જે એકલો ‘અ'કાર પર્યાય પ્રાપ્ત થાય છે, તે સ-વર્ણસહિત તેના સ્વપયરિયો છે, બાકીના તેના પરપયયિો છે. એ પ્રમાણે અક્ષરાત્મકવથી અક્ષર પર્યાય સહિતપણાથી શ્રુતજ્ઞાનના પયરયો અનંત છે. એ પ્રમાણે ‘ચાવતથી આમ જાણવું - ભગવન! અવધિજ્ઞાન પર્યાયો કેટલા છે ? ગૌતમ ! અવધિજ્ઞાનના પર્યાયો અનંત છે. •• ભગવત્ ! મન:પર્યવજ્ઞાનના પર્યાયો કેટલા છે ? ગૌતમ ! અનંત. - - ભગવત્ કેવળજ્ઞાનના પર્યાયો કેટલા છે ? ગૌતમ! અનંતા કેવળજ્ઞાન પર્યાયો છે. - તેમાં અવધિજ્ઞાનના સ્વપર્યાયિો, જે અવધિજ્ઞાનના ભેદો - ભવપત્યય અને ક્ષાયોપથમિક ભેદથી, નાક, તિર્યચ, મનુષ્ય, દેવરૂપ તેના સ્વામીના ભેદથી, અસંખ્યાત ભેદ તેના વિષયભૂત ક્ષેત્ર-કાળ ભેદથી, અનંતભેદ તેના વિષય દ્રવ્યપર્યાય ભેદથી, અવિભાગ પલિચ્છેદથી તે અનંતા છે. - - મન:પર્યાયજ્ઞાનના અને કેવળજ્ઞાનના જે સ્વપયયિો સ્વામી આદિ ભેદથી વિગત વિશેષ્ય તે અનંતા, અનંતદ્રવ્ય પર્યાય પરિચ્છેદ અપેક્ષાથી કે અવિભાગપલિચ્છેદ અપેક્ષાએ છે -એ પ્રમાણે મતિ જ્ઞાનાદિ ત્રણમાં ૧૭૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ પણ અનંત પર્યાયિત્વ કહેવું. હવે પયયોનું અલાબહત્વ નિરૂપવા કહે છે - અહીં સ્વપયાંય અપેક્ષાએ જ આ અલાબહત્વ જાણવું, કેમકે સ્વપર પર્યાય અપેક્ષાએ બધાંનું તુલ્ય પર્યાયવ છે. તેમાં સૌથી થોડાં મન:પર્યાય જ્ઞાનના પર્યાયો છે, કેમકે તેમનો વિષય માગ મન છે. તેનાથી અવધિજ્ઞાનના પર્યાયો અનંતગુણા છે, કેમકે મન:પર્યાયની અપેક્ષાએ અવધિજ્ઞાનનો દ્રવ્યપર્યાયથી અનંતગુણ વિષય છે. તેનાથી શ્રુતજ્ઞાન પર્યાયો અનંતગુણા છે, કેમકે તેનો રૂપી-અરૂપી દ્રવ્ય વિષયવથી અનંતગુણ વિષયવ છે. તેનાથી આભિનિબોધિકાનના પર્યાયો અનંતગુણ છે, કેમકે તેના અભિલાય- અનભિલાણ દ્રવ્યાદિ વિષયત્વથી અનંતગુણ વિષય છે. તેનાથી કેવલજ્ઞાન પર્યાય અનંતકુણા છે, કેમકે તે સર્વ દ્રવ્ય-પર્યાય વિષયવ છે. એ પ્રમાણે જ્ઞાન સૂત્રમાં અા બહુર્વ કારણ સૂત્રોનુસાર જાણવું. મિશ્ર સૂરમાં સૌથી થોડાં મન:પર્યાયજ્ઞાન પર્યાયો છે. અહીં ઉપપતિ પૂર્વવતુ જાણવી. તેનાથી વિર્ભાગજ્ઞાન પર્યાયો અનંતગુણ છે. કેમકે મન:પર્યવજ્ઞાનની અપેક્ષાએ વિર્ભાગજ્ઞાનનો વિષય મોટો છે. કહ્યું છે – વિર્ભાગજ્ઞાન ઉદર્વ-અધો ઉપસિમ વેયકથી આરંભીને સાતમી પૃથ્વીના અંત સુધી, તિર્ણ અસંખ્યાત દ્વીપસમુદ્રરૂપ માં જે રૂપી દ્રવ્યો છે, તેને કેટલાંકને જાણે અને કેટલાંકના પર્યાયો જાણે. તે મનઃપર્યાયજ્ઞાન વિષયની અપેક્ષાએ અનંતગુણ છે - - તેનાથી અવધિજ્ઞાનપર્યાયો અનંતગુણ છે. કેમકે અવધિ સકલરૂપી દ્રવ્ય-પ્રતિદ્રવ્ય અસંખ્યાત પર્યાય વિષયવટી વિભંગની અપેક્ષાએ અનંતગુણ છે. તેનાથી શ્રુતજ્ઞાન પર્યાયો અનંતગુણ છે. શ્રુતઅજ્ઞાન સમસ્ત મૂર્ત-અમૂર્ત દ્રવ્ય, સર્વ પર્યાય વિષયથી અવધિજ્ઞાનની અપેક્ષાએ અનંતગુણવિષય છે. તેનાથી શ્રુત જ્ઞાન પયયો વિશેષાધિક છે, કેટલાંક શ્રુતજ્ઞાન અવિષયીકૃત પર્યાયોને વિષયીકરણથી છે. તેનાથી મતિ જ્ઞાન પર્યાયો અનંતગુણ છે, કેમકે શ્રુતજ્ઞાન અભિલાય વસ્તુ વિષયક છે, મતિ અજ્ઞાન તેનાથી અનંતગુણ અનભિલાય વસ્તુ વિષયક પણ છે. તેનાથી મતિજ્ઞાન પર્યાયો વિશેષાધિક છે, કેટલાંક મતિ અજ્ઞાન અવિષયીકૃત ભાવોને વિષયીકરણથી. - x • તેનાથી કેવલજ્ઞાન પર્યાયિો અનંત ગુણ છે. કેમકે સર્વકાળ ભાવિ સમસ્ત દ્રવ્યપર્યાયોના અનન્ય સાધારણને જાણે છે (માટે અનંતગુણ કહ્યા છે.) $ શતક-૮, ઉદ્દેશો-રૂ-“વૃક્ષ” છે - X - X - X - X – • ઉદ્દેશા-૭-માં આભિનિબોધિક જ્ઞાન પર્યાયો કહ્યા, તેના વડે વૃક્ષાદિ અર્થોનું જ્ઞાન થાય છે, તેથી વૃક્ષને કહે છે – • સૂત્ર-૩૯૭ : વૃક્ષો કેટલા ભેદે કહ્યા છે ? ગૌતમ ! ત્રણ પ્રકારે છે - સંખ્યાત જીવવાળા, અસંખ્યાત જીવવાળા, અનંત જીવવાભ - તે સંખ્યાત જીવવાળ વૃક્ષ ક્યા છે ? અનેકવિધ છે - તાડ, તમાલ, તક્કલિ, તેતલિ આદિ ‘પwવણા'માં કહ્યા મુજબ નારિયેલ સુધી જાણવા. જે આવા પ્રકારના છે તે બધાંજ આ સંખ્યાત જીવા કહ્યt. તે અસંખ્યાત જીવા વૃક્ષ ક્યા છે? બે પ્રકારે - એકાસ્થિક, બહુબીજક,

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112