Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 37
________________ પ/-/૨૬૩ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ સમય, ઉત્કૃષ્ટ આઠ સમય કેટલો કાળ નિરુપચય નિરપચય છે ? જઘન્ય એક સમય, ઉતકૃષ્ટ છ માસ. - ભગવન! તે એમ જ છે (૨). • વિવેચન-૨૬૩ - નૈરયિકો જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી ૨૪-મુહૂર્ત સુધી અવસ્થિત રહે. • કઈ રીતે ? સાતે પૃથ્વી ૧૨-મુહૂર્ત સુધી જો કોઈ જીવ ઉત્પન્ન ન થાય અને કોઈનું મરણ ન થાય એ ઉત્કૃષ્ટ વિરહકાળ હોવાથી, પછી બીજા ૧૨-મુહર્ત સુધી જેટલા ઉત્પન્ન થાય તેટલા જ મરે. એ રીતે ૨૪-મુહૂર્ત સુધી નૈરયિકોની એક પરિમાણતા હોવાથી અવસ્થિત જાણવા. - X - એ રીતે રનપ્રભાદિમાં ૨૪-મુહdદિ વ્યુત્ક્રાંતિપદે કહ્યા છે. ત્યાં તેની તુલ્ય સમ સંખ્યાથી ઉત્પાદ-ઉદ્વર્તનાકાળ થઈને, બમણો થઈને અવસ્થિત કાળ ૪૮-મુહd[દિ, સૂત્રોક્ત છે. વિરહકાળ દક પદે અવસ્થાન કાળા કરતાં અડધો સ્વયમેવ જાણવો. એકેન્દ્રિયોમાં વિરહ નથી, ઘણાંનું ઉત્પાદન અને થોડાનું મરણ હોવાથી તેઓ વધે છે. ઘણાનું મરણ અને થોડાની ઉત્પત્તિ થવાથી ઘટે પણ છે. તુલ્યવથી ઉત્પાદન અને મરણથી અવસ્થિત પણ રહે છે. એ ત્રણેમાં આવલિકાનો અસંખ્યાત ભાગ છે, કેમકે પછી યથાયોગ્ય વૃદ્ધિ આદિ ન થાય. એક અંતર્મુહd વિરહકાળ અને બીજું અંતમુહd સમાન સંખ્યામાં ઉત્પાદન અને મરણ છે. - - સંખ્યાત માસ કે સંચાત વર્ષને બમણાં કરીએ, તો પણ સંખ્યાતપણું રહે છે માટે તેમ કહ્યું છે. પ્રવેયકમાં જો કે નીયલી મિકમાં સંખ્યાત શત વર્ષ, મધ્યમ મિકમાં સંખ્યાત હજાર વર્ષ, ઉપલી મિકમાં સંખ્યાત લાખ વર્ષ વિરહકાળ છે તો પણ તેને બમણો કરતાં સંખ્યાલ જ રહે. વિજયાદિમાં અસંખ્યાત કાળનો વિરહ છે, તે બમણો કરતાં પણ તેજ રહે છે. ઇત્યાદિ - ૪ - હવે જીવોને બીજી રીતે કહે છે - સોપચય એટલે વૃદ્ધિ સહ. સાપચય એટલે હાનિસહ. સોપચયાપચય એટલે ઉત્પાદ-મરણનો એક સાથે સદભાવ. નિરપચયનિપચય એટલે વૃદ્ધિ-હાનિનો અભાવ. (શંકા) ઉપચય-વૃદ્ધિ, અપચય-હાનિ. બંનેના અભાવે અવસ્થિતત્વ. એ રીતે શબ્દભેદ છે, તો આ સૂત્રમાં વિશેષ શું ? પૂર્વસૂત્રમાં પરિણામ માત્ર અભિપ્રેત છે. અહીં તેની અપેક્ષા વિના ઉત્પાદ-મરણ વિવક્ષિત છે. તેથી અહીં ત્રીજા ભંગમાં પૂર્વોક્ત વૃદ્ધયાદિ ત્રણે વિકલ્પ થાય, તેથી ઘણાં ઉત્પાદે વૃદ્ધિ, ઘણાં મરણે હાનિ, સમ ઉત્પાદમરણે અવસ્થિતત્વ, એમ ભેદ છે - X • યુગપતુ ઉત્પાદ-મરણે વૃદ્ધિ-હાનિ. બાકીના ભંગો એકેન્દ્રિયમાં ન સંભવે, કેમકે પ્રત્યેકમાં ઉત્પાદ-મરણ અને તેના વિરનો અભાવ છે. - - - છે શતક-૫, ઉદ્દેશો-૯-'રાજગૃહ' છે - X - X - X - X૦ આ બધો અર્થ સમૂહ ગૌતમ પ્રાય ! રાજગૃહમાં પૂછેલો. કેમકે ભગવંત મહાવીરનો ઘણો વિહાર ત્યાં થયેલ, તેથી રાજગૃહ સ્વરૂપ નિર્ણય. • સૂત્ર-૨૬૪ - તે કાળે, તે સમયે યાવતું એમ કહ્યું - આ નગરને ભગવાન ! રાજગૃહ કેમ કહે છે ? શું રાજગૃહનગર મૃedી કહેવાય ? જળ કહેવાય ? યાવતુ વનસ્પતિ કહેવાય ? જેમ ‘એજન’ ઉદ્દેશામાં પંચેન્દ્રિય તિયરિની વકતવ્યતા કહી છે, તેમ અહીં કહેવું. યાવત સચિવ, અચિત, મિશ્રદ્ધવ્યો રાજગૃહનગર કહેવાય ? ગૌતમ ! પૃથ્વી પણ રાજગૃહનગર કહેવાય યાવત્ સચિત્તાદિ દ્રવ્ય પણ રાજગૃહનગર કહેવાય. • એમ કેમ કહ્યું? • ગૌતમ! પૃdી એ જીવ છે, અજીવ છે, માટે તે રાજગૃહનગર કહેવાય. યાવત્ સચિત્તાદિ દ્રવ્યો જીવ છે, અજીવ છે. માટે રાજગૃહનગર કહેવાય. • x - • વિવેચન-૨૬૪ - ‘એજન’ એ શતક-પ-નો ઉદ્દેશો-રૂ-માં છે. તેમાં પંચેન્દ્રિય તિર્યંચ વકતવ્યતા ‘ટંકા, કૂડા’ આદિ કહી, તે અહીં કહેવી. અહીં ઉત્તર છે - પૃથ્વી આદિ સમુદાય સગૃહ છે. કેમકે તેના વિના રાજગૃહ શબ્દની પ્રવૃત્તિ થતી નથી. • x • વિવક્ષિત પૃથ્વી સરોતન-અચેતનવથી જીવ-અજીવ રૂપ છે, તે રાજગૃહ કહેવાય છે. -- પુદ્ગલ અધિકારથી આ કહે છે - • સૂp-૨૬૫,૨૬૬ : ભગવના દિવસે ઉધોત અને રાત્રે અંધકાર હોય ? ગૌતમ ! હા, હોય. - એમ કેમ કહ્યું? ગૌતમ ! દિવસે શુભ પુદ્ગલ, શુભ યુગલ-પરિણામ હોય, રત્રે અશુભ પુદ્ગલ અને અશુભ પુદ્ગલ પરિણામ હોય. ભગવન્નૈરયિકને ઉધોત હોય કે અંધકાર ? ગૌતમ ! તેમને ઉધોત નહીં અંધકાર છે - એમ કેમ? ગૌતમ! ઔરસિકોને અશુભ યુગલ, અશુભ પુદ્ગલ પરિણામ હોય છે, તેથી એમ કહ્યું. ભગવાન ! અસુરકુમારોને ઉધોત કે અંધકાર ગૌતમાં તેઓને ઉદ્યોત છે, આંધકાર નથી. – એમ કેમ ? ગૌતમ! અસુકુમારોને શુભ યુગલ અને શુભ પરિણામ હોય છે, તેથી એમ કહ્યું. એ રીતે આવ4 સ્વનિતકુમાર સુધી કહેવું. પૃથવીકાયથી તેઈન્દ્રિય સુધી નૈરયિક માફક. ભગવાન ! ચઉરિન્દ્રિયને ઉધોત કે આંધકાર ? ગૌતમ બંને. એમ કેમ ? ગૌતમ! ચઉરિન્દ્રિયને શુભાશુભ યુગલ અને શુભાશુભ યુગલ પરિણામ હોય છે, તેથી એમ કહ્યું. એ રીતે મનુષ્ય સુધી જાણવું. વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકોને અસુકુમારની જેમ સમજવા. [૬૬] ભગવન ! ત્યાં ગયેલા નૈરયિકો એમ જાણે કે સમય, આવલિકા યાવતુ ઉત્સર્પિણી કે અવસર્પિણી ના, તે અર્થ સમર્થ નથી. એમ કેમ * * * કહું ? ગૌતમ ! અહીં તેનું માન છે, પ્રમાણ છે, જણાય છે કે સમય છે યાવતું ઉત્સર્પિણી છે. પણ નૈરયિકોમાં સમયાદિ જણાતા નથી માટે તેમ કહ્યું. એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચયોનિક સુધી જાણવું.

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112