Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 53
________________ ૬/-/૮/૩૧૩,૩૧૪ છે ? ના, તેમ સિવાય કે વિગ્રહ ગતિ સમાપક. - - ભગવન્ ! ત્યાં ચંદ્રાદિ નથી. • - ભગવન્ ! ત્યાં ગ્રામાદિ છે ? ના, તેમ નથી. ભગવન્ ! ત્યાં ચંદ્રાભા આદિ છે ? ગૌતમ ! ના, તેમ નથી. એ પ્રમાણે સનકુમાર અને માહેન્દ્રમાં જાણવું. વિશેષ એ – દેવો, એકલા જ કરે છે. એ રીતે હાલોકમાં પણ જાણવું. એ રીતે બ્રહ્મલોકની ઉપર સર્વ દેવો કરે છે તથા બધે બાદર – પૃથ્વી, પ્, વનસ્પતિકાયનો પ્રશ્ન કરવો. બીજું પૂર્વવત્ [૩૧૪] તમસ્કાયમાં, કલ્પ પાંચમાં અગ્નિ, પૃથ્વી સંબંધે પ્રા. પૃથ્વીઓમાં અગ્નિ સંબંધે પ્ર. પાંચ કલ્પની ઉપર, કૃષ્ણરાજિમાં અકાય, તેઉકાય, વનસ્પતિકાય સંબંધે પ્રશ્ન કરવો. - ૧ • વિવેચન-૩૧૩,૩૧૪ : બાદર અગ્નિકાય મનુષ્ય ક્ષેત્રમાં જ છે, તેથી તેના સદ્ભાવનો અહીં નિષેધ છે. એ રીતે બાદર પૃથ્વીકાયનો નિષેધ કહેવો જોઈએ. કેમકે એ પૃથ્વી આદિ સ્વસ્થાનમાં જ છે. તો અહીં બાદર પૃથ્વીકાય કેમ ન નિષેધ્યો ? (સમાધાન) સત્ય. પણ અહીં જે-જે ન હોય તે - તે બધાંનો નિષેધ કરવો તેવી સૂત્ર શૈલી નથી. તેથી ન હોવા છતાં પૃથ્વીકાયનો અહીં નિષેધ કર્યો નથી. અપ્-વાયુ-વનસ્પતિનો અહીં ઘનોદધ્યાદિ ભાવે સદ્ભાવ છે, તે ન કહ્યા છતાં સુગમ જ છે. નાગકુમાર ત્રીજી પૃથ્વીથી નીચે ન જઈ શકે, ચોથી પૃથ્વી નીચે અસુકુમારાદિનું ગમન નથી, માટે તેનો નિષેધ છે. સૌધર્મ-ઈશાન નીચે અસુર જાય છે, નાગકુમાર અસમર્થ છે. માટે દેવો કરે છે કહ્યું. બાદર પૃથ્વી, અગ્નિનો સ્વસ્થાનાભાવે નિષેધ છે. અપ્, વાયુ, વનસ્પતિનો અનિષેધ પણ સુગમ જ છે. કેમકે ઉદધિપ્રતિષ્ઠિત છે. ત્રીજા કલ્લે બાદર અપ્-વનસ્પતિકાય અતિદેશથી સંભવે છે. ત્યાં તમસ્કાયની હયાતી હોવાથી સુસંગત છે. એ રીતે અચ્યુતકલ્પ સુધી જાણવું. તેના પછી તો દેવો પણ જઈ શકતા નથી. તેથી તેમના કરેલ મેઘાદિ ન હોય. બાદર અગ્નિ-અ-વનસ્પતિ સંબંધે પ્રશ્ન કરવો. બાકી પૂર્વવત્ - x - હવે પૃથ્વી આદિ જે જ્યાં કહેવા યોગ્ય છે, તે સૂત્ર સંગ્રહગાથા કહે છે. પૂર્વોક્ત તમસ્કાય પ્રકરણ અને હમણાં કહેલ સૌધર્માદિ દેવલોક પંચકમાં અગ્નિકાય, પૃથ્વીકાય કહેવા. - જેમકે - ભગવન્ ! બાદર પૃથ્વીકાય, બાદર અગ્નિકાય છે? ઇત્યાદિ - ૪ - . આ રત્નપ્રભા પૃથ્વી નીચે બાદર અગ્નિકાય છે ? ઈત્યાદિ. એ રીતે અર્, તેઉ, વનસ્પતિકાયનો પ્રશ્ન કરવો. - x - પાંચ કલ્પોની ઉપરના કલ્પોના સૂત્રોમાં તથા પૂર્વોક્ત કૃષ્ણરાજિ સૂત્રમાં તથા બ્રહ્મલોકના ઉપરના સ્થાનની નીચે પાણી અને વનસ્પતિનો નિષેધ જાણવો. તેઓની નીચે વાયુ જ છે. આકાશ પ્રતિષ્ઠિત સ્થાનોની નીચે આકાશ જ છે. માટે ત્યાં પાણી, વનસ્પતિ ન સંભવે. અગ્નિ પણ ન હોય. - - બાદર અકાયાદિ કહ્યા. તે આયુબંધથી સંભવે. તેથી આયુબંધ - • સૂત્ર-૩૧૫ : ભગવન્ ! આયુબંધ કેટલા પ્રકારે છે? ગૌતમ ! છ પ્રકારે. તે આ ૯૨ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ પ્રદેશનામ જાતિનામનિધત્તાયુ, ગતિનામ અનુભાગનામ નિધત્તાયુ. વૈમાનિક સુધી દંડક કહેવો. ભગવન્ ! જીવો, જાતિનામ નિધત યાવત્ અનુભાગનામ નિધત્ત છે? ગૌતમ ! જાતિનામાદિ છ એ છે. વૈમાનિક સુધી ઠંડક કહેવો. - સ્થિતિનામ - વાહનાનામ - ભગવન્ ! જીવો જાતિનામનિધત્તાયુ યાવત્ અનુભાગ નામનિધત્તાયુ છે ? ગૌતમ ! તે છ એ છે. વૈમાનિક સુધી દંડક કહેવો. ભગવન્ ! શું જીવો જાતિનામ નિધત્ત છે ? જાતિનામ, નિધત્ત આયુ છે ? જાતિ નામ નિયુક્ત છે ? જાતિનામ નિયુક્તાયુ છે ? જાતિ ગોત્ર નિધત છે ? જાતિ ગૌત્ર નિધત્તાયુ છે ? જાતિ ગૌત્ર નિયુક્ત છે ? જાતિ ગોત્ર નિયુક્તાયુ છે ? જાતિનામ ગોત્ર નિધત છે ? જાતિનામ ગોત્ર નિધત્તાયુ છે ? જાતિનામ ગોત્ર નિયુક્ત છે ? જાતિનામ ગોત્ર નિયુક્તાયુ છે ? યાવત્ અનુભાગ નામ ગોત્ર નિયુકતાયુ છે ? – ગૌતમ ! જાતિનામ ગોત્ર નિયુકતાયુ ચાવત્ અનુભાગ નામ ગોત્ર નિયુક્તાયુ છે. વૈમાનિક સુધી ઠંડક કહેવો. • વિવેચન-૩૧૫ : નાતિ - એકેન્દ્રિયાદિ પાંચ. તે રૂપ જે નામ, તે જાતિ નામ, તે નામકર્મની ઉત્તરપ્રકૃત્તિ છે. અથવા જીવ પરિણામ છે. તેની સાથે નિધત્ત - નિષેકને પ્રાપ્ત આયુ, તે જાતિનામ નિધત્તાયુ. નિષે - કર્મ પુદ્ગલોની પ્રતિસમય અનુભવવા માટેની રચના. - - ગતિ - નાકાદિ. સ્થિતિ - અમુક ભવમાં કે કર્મ વડે જીવનું રહેવું, તે રૂપ ધર્મ, તે સહિત જે આયુદલિક તે સ્થિતિ નામ નિધત્તાયુ. અથવા જાતિ, ગતિ, અવગાહના નામ ગ્રહણ કરવાથી જાત્યાદિની પ્રકૃતિ કહી. સ્થિતિ, પ્રદેશ, અનુભાગનામના ગ્રહણથી તેના જ સ્થિતિ આદિ કહ્યા. - ૪ - નામ શબ્દ બધે જ કર્માર્થમાં ઘટે છે. તેથી સ્થિતિરૂપ નામકર્મ તે સ્થિતિનામ, તેની સાથે નિધત્ત આયુ. જેમાં જીવો અવગાહે તે અવગાહના - ઔદાકિાદિ શરીર. તેની સાથે જે નિધત્તાયુ તે અવગાહના નામ નિધત્તાયુ. - - પ્રવેશ - આયુ કર્મ દ્રવ્યોનું જે પરિણમન તે અથવા પ્રદેશરૂપ નામકર્મ, તેની સાથે નિધત્ત આયુ તે. આયુકર્મના દ્રવ્યોનો વિપાક, તે રૂપ પરિણામ તે અનુભાગ નામ અથવા અનુભાગરૂપ નામકર્મ, તેની સાથે નિધત્તાયુ. શંકા-આયુષ્યને જાત્યાદિ નામકર્મથી વિશેષિત કેમ કર્યુ ? આયુષ્યની પ્રધાનતા દર્શાવવા માટે. કેમકે નાકાદિ આયુનો ઉદય થાય ત્યારે જે જાત્યાદિ નામકર્મનો ઉદય થાય છે. નાકાદિ ભવનું ઉપગ્રાહક આયુ જ છે. - ૪ - ૪ - નાકાયુના સંવેદવાના પ્રથમ સમયે જ નારકો કહેવાય છે. તેના સાહચર્યથી પંચેન્દ્રિય જાત્યાદિ નામ કર્મોનો ઉદય થાય છે. પૂર્વે આયુના બંધના છ પ્રકાર સંબંધે પૂછેલ, તે આયુ અને બંધ વચ્ચે અભેદ સંબંધ છે. - ૪ - ૨૪ દંડકમાં કહેવું. કર્મ વિશેષાધિકારથી, તેનાથી વિશેષિત જીવાદિ પદોના ૧૨ દંડકો કહે છે - નીવા હું ભંતે આદિ. જેઓએ જાતિનામ નિષિક્ત કર્યું છે અથવા વિશિષ્ટ બંધવાળું

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112