Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૬/-/૧૦/૩૨૧
૩
જીવ છે. જીવ જીવે કે ન પણ જીવે. ભગવન્ ! જીવે તે નૈરકિ કે નૈરકિ હોય તે જીવે. ગૌતમ ! નૈરયિક નિયમા જીવે. જીવે તે નૈરયિક હોય કે ન પણ હોય. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું.
ભગવન્ ! ભવ્ય, નૈરયિક હોય કે નૈરયિક હોય તે ભવ્ય હોય ? ગૌતમ ! ભવ્ય, નૈરયિક હોય કે ન પણ હોય. વૈરયિક ભવ્ય હોય કે ન પણ હોય. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું.
• વિવેચન-૩૨૧ :
નીય - જીવ, નીવ - ચૈતન્ય. જીવ અને ચૈતન્ય, પરસ્પર અભેદ હોવાથી કહ્યું કે જીવ એ ચૈતન્ય છે, ચૈતન્ય એ જીવ છે. નૈરયિકાદિમાં તો જીવત્વ કાયમ રહેનારું છે, પણ જીવોમાં નૈરયિકાદિત્વ હોય કે ન હોય. જીવના અધિકાસ્થી જ કહે છે - નીત્તિ - પ્રાણોને ધારણ કરે છે. તેથી કહ્યું કે જે પ્રાણોને ધારણ કરે છે, તે નિયમા જીવ છે. કેમકે અજીવોને આયુકર્મના અભાવે જીવનનો અભાવ છે. જીવ હોય તે પ્રાણ ધારણ કરે કે ન કરે. કેમકે સિદ્ધોને પ્રાણધારણનો અભાવ છે.
જીવ અધિકારથી અન્યતીર્થિકનો મત–
-
• સૂત્ર-૩૨૨ :
ભગવન્ ! અન્યતીર્થિકો એમ કહે છે યાવત્ પરૂપે છે કે એમ નિશ્ચિત છે કે સર્વ પ્રાણ-ભૂત-જીવ-સત્ત્વ એકાંતે દુઃખરૂપ વેદનાને વેદે છે, હે ભગવન્ ! તે કેવી રીતે બને ? ગૌતમ ! તે અન્યતીર્થિકો યાવત્ એમ મિથ્યા કહે છે. હે ગૌતમ ! હું એમ કહું છું યાવત્ પડ્યું છે કે કેટલાંક પાણી-ભૂતો-જીવો-સો એકાંત દુઃખરૂપ વેદના વેદે છે અને કદાચ સુખને વેદે છે. કેટલાંક પ્રાણો-ભૂતોજીવો-સત્વો એકાંત શાતા વેદનાને વેદે છે અને કદાચિત્ દુઃખને વેદે છે. કેટલાંક પ્રાણો-ભૂતો-જીવો-સત્વો વિવિધરૂપે વેદના વેઠે છે. કદાચિત્ સુખને કે દુઃખને વેદે છે - એમ કેમ ? ગૌતમ ! નૈરયિકો એકાંત દુઃખરૂપ વેદના વેદે છે, કદાચ સુખને વેદે છે. ભવનપત્યાદિ દેવો એકાંત સુખરૂપ વેદના વેઠે છે, કદાચ અસાતા વેદે છે. પૃથ્વીકાયિક યાવત્ મનુષ્યો વિવિધ પ્રકારે વેદના વેદે છે. કદાચ સુખ કે દુઃખને વેદે છે, તેથી પૂર્વવત્ કહ્યું.
• વિવેચન-૩૨૨ :
કદાચ શાતા વેદના વેદે છે. એમ કેમ ? વૈરયિક જીવ ઉપપાત વડે તથા દેવપ્રયોગથી કદાચિત્ સુખને વેદે છે. દેવો, પરસ્પર આહનન તથા પ્રિય વસ્તુના વિયોગાદિમાં કદાચિત્ અસાતાવેદના વેદે છે.
જીવ અધિકારથી આ કહે છે –
• સૂત્ર-૩૨૩ થી ૩૨૬ :
[૩૨૩] ભગવન્ ! નૈરયિકો આત્મા દ્વારા ગ્રહણ કરી જે પુદ્ગલો આહારે, તે શું આત્મશરીર ક્ષેત્રાવગાઢ પુદ્ગલોને આત્માદ્વારા ગ્રહણ કરી આહારે છે કે અનંતર ક્ષેત્રાવગાઢ પુદ્ગલોને આત્માદ્વારા ગ્રહણ કરી આહારે છે કે પરંપર 10/7
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ક્ષેત્રાવગાઢ પુદ્ગલોને આત્માથી ગ્રહણ કરી આહારે છે ? ગૌતમ ! આત્મશરીર ક્ષેત્રાવગાઢ પુદ્ગલોને આત્માથી ગ્રહણ કરી આહારે છે. અનંતર કે પરંપર ક્ષેત્રાવગાઢને નહીં. - આમ વૈમાનિક સુધી છે.
[૩ર૪] ભગવન્ ! કેવલીઓ ઈન્દ્રિયો દ્વારા જાણે-જુએ ? ગૌતમ ! તેમ નથી. • એમ કેમ ? હે ગૌતમ ! કેવલી પૂર્વમાં મિતને પણ જાણે, અમિતને પણ જાણે યાવત્ કેવલીનું દર્શન નિવૃત્ત છે. તેથી કહ્યું.
[૩૨૫] જીવોનું સુખ-દુઃખ, જીવનું પાણધારણ, ભવ્યો, એકાંત દુઃખ વેદના, આત્માથી પુદ્ગલ ગ્રહણ, કેવલી [આટલા વિષયો છે.]
[૩૨] ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૩૨૩ થી ૩૨૬ :
૯.
अत्तमायाए આત્માદ્વારા ગ્રહીને. સ્વશરીર ક્ષેત્રમાં રહેલ. આત્મશરીર ક્ષેત્રાપેક્ષાએ જે અનંતર ક્ષેત્ર, તેમાં રહેલ પુદ્ગલોને - x •
‘આત્મ દ્વારા ગ્રહણ કરી' એમ કહ્યું. તેના સાધર્મ્સથી બીજું સૂત્ર કહ્યું. આવાળ - ઈન્દ્રિયો વડે. ‘ગાયા’ ઉદ્દેશાર્થ સંગ્રાહિકા છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ