Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 45
________________ ૬/-[૪/૨૮૬,૨૮૭ Эч શરીરી ઔધિકવત્. અશરીરી-જીવ, સિદ્ધના ત્રણ ભંગ. આહાર-શરીર-ઈન્દ્રિય-આનપાણ પર્યાપ્તિમાં જીવ, એકેન્દ્રિય વર્જીને ત્રણ ભંગ. ભાષા-મન:પર્યાપ્તિને સંવત્ જાણવા. આહારક પર્યાપ્તિહિતને અનાહાવત્ જાણવા. શરીર-ઈન્દ્રિય-પાણ પર્યાપ્તિમાં જીવ, એકેન્દ્રિય વર્જીને ત્રણ ભંગ. ભૈરયિક, દેવ, મનુષ્યોમાં છ ભંગ. ભાષા-મન પતિમાં જીવાદિક ત્રણ ભંગ. નૈરયિક, દેવ, મનુષ્યોમાં છ ભાંગા જાણવા. [૨૭] સપદેશો, આહારક, ભવ્ય, સંજ્ઞી, લેશ્યા, દૃષ્ટિ, સંયત, કષાય, જ્ઞાન, યોગ, ઉપયોગ, વેદ, શરીર, પાપ્તિ • વિવેચન-૨૮૬,૨૮૭ : નાનાદેમેળ - કાળને આશ્રીને. પદ્મ - સાવિભાગ. અનાદિપણાથી જીવની અનંત સમય સ્થિતિથી પ્રદેશતા છે. એક સમય સ્થિતિક તે અપ્રદેશ. હ્રયાદિ સ્થિતિક તે પ્રદેશ. - ૪ - પ્રથમ સમયોત્પન્ન નાક, તે અપ્રદેશ. હ્રયાદિ સમયોત્પન્ન તે સપ્રદેશ. તેથી કોઈ સપ્રદેશ, કોઈ અપ્રદેશ કહ્યું. એ રીતે જીવથી સિદ્ધ સુધી ૨૬ દંડકમાં કાળથી સપ્રદેશત્વાદિ વિચાર્યુ. હવે તેનો બહુત્વ વિચાર – ઉપપાત, વિરહકાળે પૂર્વોત્પન્ન જીવો અસંખ્યાત હોવાથી બધાં સપ્રદેશ હોય. પૂર્વોત્પન્ન મધ્યે એક પણ બીજો નાસ્ક ઉપજે તો તે પ્રથમ સમયોત્પન્નત્વથી પ્રદેશ છે. બાકીના હ્રયાદિ સમયોત્પન્નત્વથી પ્રદેશ કહેવાય. જ્યારે ઘણાં જીવો ઉત્પર્ધમાન હોય તો સાપ્રદેશા અને અપ્રદેશા. પૂર્વોત્પન્ન અને ઉત્પર્ધમાન એકેન્દ્રિયો ઘણાં હોવાથી રસપ્રદેશા પણ, અપ્રદેશા પણ કહ્યું. જેમ ત્રણ અભિલાપથી નાસ્કો કહ્યા, તેમ બાકીના બેઈન્દ્રિયાદિથી સિદ્ધ સુધીના જાણવા, કેમકે તે બધાને વિરહના સદ્ભાવથી એકાદિની ઉત્પત્તિ છે. એ પ્રમાણે આહાસ્ક, અનાહારક શબ્દથી વિશેષિત જીવોના એકવચન અને બહુવચનથી એમ બે દંડકો કહેવા. • x - x - તેમાં વિગ્રહ કે કેવલિ સમુદ્ઘાતમાં અનાહાક થઈ ફરી આહારક બને ત્યારે પહેલા સમયે અપ્રદેશાદિ છે. એ પ્રમાણે બધાં આદિભાવમાં એકત્વ, અનાદિમાં સપ્રદેશ છે. - x - ૪ - આહારકત્વમાં રહેલા ઘણાં જીવોથી પ્રદેશત્વ, વિગ્રહગતિ પછી પ્રથમ સમય આહારકત્વથી તેમનું અપ્રદેશત્વ છે. માટે બંને કહ્યા. એ રીતે પૃથ્વી આદિ કહેવા. એ રીતે પૃથ્વી આદિ કહેવા. નારકાદિ ત્રણ વિકલ્પથી કહેવા - ૪ - x - જીવ અને એકેન્દ્રિય વર્જીને ત્રણ ભંગો કહેવા. અનાહારકત્વથી સિદ્ધ પદ ન કહેવું. અનાહાસ્કના બે દંડકને એ રીતે અનુસરવા. તેમાં વિગ્રહ-ગતિ પ્રાપ્ત, સમુદ્ઘાત કેવલી, અયોગી, સિદ્ધ બધાં અનાહારક છે. તે બધાં પ્રથમ સમયે પ્રદેશ અને દ્વિતીયાદિ સમયે પ્રદેશ કહેવાય. બહુપણાના દંડકમાં વિશેષ કહે છે – જીવ પદમાં, એકેન્દ્રિય પદમાં કેટલાંક સપ્રદેશ, કેટલાક અપ્રદેશ એવો એક ભંગ થશે. કેમકે તે બંનેમાં વિગ્રહગતિ પ્રાપ્ત સપ્રદેશ અને અપ્રદેશ જીવો લાભે છે નૈરયિક અને બેઈન્દ્રિયાદિનો ઉત્પાદ થોડો છે. ૩૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ તેમાં એક, બે આદિ અનાહાસ્કો હોવાથી છ ભંગો છે. તેમાં બે ભાંગા બહુવચનાંત અને ચાર એકવચન-બહુવચન સંયોગથી છે. કેમકે અહીં બહુપણાનો અધિકાર છે. માટે એકવચન નથી. સિદ્ધમાં ત્રણ ભંગ છે, પ્રદેશપદ બહુવચનવાળુ જ હોય. - ૪ - ભવ્ય, અભવ્ય નિયમથી સપ્રદેશ, નાકાદિ સપ્રદેશ કે પ્રદેશ, ઘણાં જીવો સપ્રદેશ જ હોય, નારકાદિ ત્રણ ભંગવાળા છે. એકેન્દ્રિયો સપદેશ, અપ્રદેશ હોય તે એક ભંગ. સિદ્ધોને ભવ્યાભવ્ય વિશેષણ ન હોય. માટે તે ન કહ્યું. ‘ન ભવ્ય ન અભવ્ય' વિશેષણવાળાના બે દંડક છે - ૪ - માત્ર તેમાં જીવપદ, સિદ્ધપદ જ કહેવા. નાકાદિ પદોને નોભવ્ય નોઅભવ્ય વિશેષણ નથી. પૃથકત્વ દંડકમાં પૂર્વોક્ત ત્રણ ભંગ લેવા. સંજ્ઞીઓમાં જે બે દંડક છે, તેમાં બીજા દંડકમાં જીવાદિપદોમાં ત્રણ ભંગ છે. તેમાં સંજ્ઞી જીવો કાળથી સપ્રદેશ છે. પણ ઉત્પાદ વિરહ પછી એક જીવની ઉત્પત્તિમાં પ્રથમપણામાં સપ્રદેશો, અપ્રદેશ થાય. ઘણાંની ઉત્પત્તિની પ્રથમતામાં સપ્રદેશો, પ્રદેશો થાય. એ રીતે ત્રણ ભંગ છે. એ પ્રમાણે બધાં પદોમાં જાણવું. માત્ર તેમાં એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને સિદ્ધ પદો ન કહેવા. કેમકે તેમાં સંજ્ઞી વિશેષણનો અભાવ છે અસંજ્ઞીમાં બીજા દંડકમાં પૃથ્વી આદિ પદો છોડીને ત્રણ ભંગ કહેવા. પૃથ્વી આદિ પદોમાં પ્રદેશા-અપ્રદેશા એ એક જ ભંગ કહેવો, કેમકે તેમાં ઘણાં જીવોની ઉત્પત્તિ સંભવે છે, તેથી અપ્રદેશત્વનું બહુત્વ છે નૈરયિકોથી વ્યંતર સુધી સંજ્ઞીનું પણ અસંજ્ઞીત્વ જાણવું. કેમકે તેમાં અનેક અસંજ્ઞીજીવો મરણ પામીને ઉત્પન્ન થાય છે - x - x - જ્યોતિષ્ક, વૈમાનિકો, સિદ્ધો ન કહેવા, કેમકે તેમાં અસંજ્ઞીત્વ ન સંભવે. ‘નોસંજ્ઞી નોઅસંજ્ઞી’ના બીજા દંડકમાં જીવ, મનુષ્ય, સિદ્ધ પદમાં ઉક્તરૂપ ત્રણ ભાંગા છે. કેમકે તેમાં ઘણાં અવસ્થિતો લાભે છે અને ઉત્પર્ધમાન એકાદિનો સંભવ છે. વૈરયિકાદિને નોસંજ્ઞી નોઅસંજ્ઞી વિશેષણ ન ઘટે. - - સલેશ્યના બે દંડકમાં ઔધિક દંડવત્ જીવ, નાકાદિ કહેવા. કેમકે જીવત્વ માફક સલેશ્યપણું પણ અનાદિ છે. - ૪ - માત્ર તેમાં સિદ્ધ પદ ન કહેવું. કેમકે સિદ્ધો અલેશ્ય છે. કૃષ્ણાદિ ત્રણ લેશ્યાવાળા જીવો અને નૈરયિકોના પ્રત્યેકના બે દંડક આહાક જીવાદિ માફક ઉપયોગપૂર્વક કહેવા. માત્ર જે જીવ, નાસ્ક આદિને એ લેશ્મા હોય તે કહેવી. આ લેશ્મા જ્યોતિક, વૈમાનિકને ન હોય. - ૪ - તેજોલેશ્યાના બીજા દંડકમાં જીવાદિપદોમાં તે જ ત્રણ ભંગો છે. પૃથ્વી, અપ્, વનસ્પતિમાં છ ભંગો કહેવા. કેમકે આમાં તેજોલેશ્યા એકાદ દેવો પૂર્વોત્પન્ન અને ઉત્પધમાન હોય, તેઓ લાભે છે, તેથી સપ્રદેશ અને પ્રદેશનું એકત્વ-બહુત્વ સંભવે છે. અહીં નારક, તેઉ, વાયુ, વિકલેન્દ્રિય, સિદ્ધ પદો ન કહેવા, તેમને તેજોલેશ્યાનો અભાવ છે. પદ્મ-શુલ લેશ્યાના બીજા દંડકમાં જીવાદિ પદોમાં તે જ ત્રણ ભંગો કહેવા. અહીં પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વૈમાનિક પદો જ કહેવા. કેમકે બીજાને તે લેશ્યા ન હોય, અલેક્ષ્યમાં જીવ, મનુષ્ય, સિદ્ધો જ કહેવા, બીજાને તેનો સંભવ નથી. તેમાં જીવ અને સિદ્ધના ત્રણ ભંગ, મનુષ્યોમાં છ ભંગો છે. - X - X -

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112