Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
પ/-/૬/૨૪૫
ખરીદકતનિ નીચેની ચાર ક્રિસ લાગે, મિથ્યાદર્શન ક્રિયાની ભજના, ગૃહપતિને પાંચે પતનું હોય.
ભગવન્! ગૃહપતિને ભાંડ ચાવતુ ધન ન મળ્યું હોય તો ? ઉપનીત ભાંડવત્ ચોથો લાવો જાણો જે ધન ઉપનીત હોય તો અનુપનીત ભાંડ વિશે પહેલા આલાવા સમાન જાણતું. પહેલા અને ચોથા લાવાનો સમાન ગમ છે, બીજા-ત્રીજાનો સમાન ગમે છે.
o ભગવન્! હમણાં જવલિત અનિકાય, મહાકર્મવાળો ચાવતું મહાક્રિયાવાળો, મહાઆશ્ચવવાળો, મહાવેદનાવાળો હોય છે, તે સમયે સમયે ઓછો થતો હોય અને છેલ્લે અંગાર-મુર-છારિય રપ થયો. પછી અભકમવાળો, અપક્રિચાવાળો, અપાશ્વની, અન્ય વેદનાવાળો થાય ? હા, ગૌતમ! થાય.
• વિવેચન-૨૪૫ :
ગૃહપતિ એટલે ગૃહસ્થ. જો ગૃહસ્થ મિથ્યાર્દષ્ટિ હોય તે મિથ્યાદર્શન કિયા લાગે, જો સમ્યગ્રષ્ટિ હોય તો આ ક્રિયા ન લાગે.
હવે ક્રિયામાં જ વિશેષ કહે છે - અથ પક્ષાંતર સૂચવે છે તે ભાંડ ગવેષણાથી મળેલ હોય. ગૃહસ્થને મળ્યા પછી તુરંત જ જેનો સંભવ છે તે આરંભિકી આદિ ક્રિયા ટૂંકી થાય છે. ચોરાયેલ ભાંડ શોધતી વખતે તે પ્રયત્ન વિશેષવાળો હોવાથી તે ક્રિયા મોટી હોય છે.
ય - ગ્રાહક બાનું આપીને ભાંડને સ્વીકારે. જ્યાં સુધી ખરીદનારને સોંપ્યું નથી ત્યારે કરિયાણું અપાતું હોવાથી તે સંબંધે કિયા ઓછી લાગે. ગૃહસ્થને ત્યાં હોવાથી મહાકિયા લાગે. ગ્રાહકને સોંપ્યા પછી ગ્રાહકને મોટી ક્રિયા લાગે, ગૃહસ્થને ઓછી લાગે. ઉપનીત-અનુપનીત ભાંડ સંબંધે બે સૂત્રો કહ્યા - એ રીતે ધન સંબંધે બે સૂત્ર. (૧) - [વૃતિકારે મૂળ સૂત્ર જ મૂકેલ છે. તેથી અહીં અર્થ કર્યો નથી.) એ પ્રમાણે ત્રીજું સૂત્ર બીજા સત્ર સમાન સમજવું. ચોથું સૂત્ર (૨) - મૂળ સુત્ર જ મૂકેલ હોવાથી અર્થ કર્યો નથી.] પહેલાં સૂત્ર સમાન આ ચોથું સૂત્ર છે. એ રીતે સૂત્રપુસ્તક અક્ષર જાણવા.
૦ કિયા અધિકારથી આ કહે છે – હમણાં પ્રગટાવેલો. ઓલવાતા અગ્નિની અપેક્ષાએ, બંધને આશ્રીને, ઘણાં મોટા જ્ઞાનાવરણીય આદિ કર્મબંધનો હેતુ હોવાથી મહાકર્મતર છે. એમ બીજા વિશેષણ પણ જાણવા. વિશેષ એ – દાહને ક્રિયારૂપ જાણવો. નવા કામમાં ઉપાદાન હેતુ તે આશ્રવ. તે કમજન્ય પીડા, તે વેદના. અથવા પરસ્પર શરીર સંબાધજન્ય પીડા, તે વેદના. - - ઓછો થતો, અંગારાદિ અવસ્થા આશ્રીને અલા કર્મવાળો છે. - x - કિયા અધિકારથી આ સૂત્ર કહે છે -
સૂગ-૨૪૬,૨૪૩ -
[૨૪] ભગવનું ! પણ, દીનને ગ્રહણ કરે કરીને ભાણને ગ્રહણ કરે, કરીને સ્થાને બેસે, બેસીને ધનુરૂને કાન સુધી ખેચે, ખેંચીને ઉંચે આકાશમાં બાણને ફેંકે, પછી ઉંચે આકાશમાં કાયેલ બાણ, ત્યાં પ્રણ, ભૂત, જીવ કે
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ સવોને હણે - શરીર સંકોચે • ગ્લિટ કરે - સંઘ - સંઘાત કરે પરિતાપે - કલાંત કરે - એક સ્થાનથી બીજે સ્થાને લઈ જાય કે જીવિતથી સુત કરે. તો તેને કેટલી ક્રિયા લાગે ?
ગૌતમ ! યાવત તે પુરુષ ધનુને ગ્રહણ કરે, ચાવતું બાણ ફેંકે ત્યાં સુધી તે પુરષ કાયિકી આદિ પાંચ ક્રિક્સાને કરે. જે જીવોના શરીર દ્વારા ધનુષ બનેલ છે, તે જીવોને પણ કાયિકી આદિ પાંચે કિયા સ્પર્શે. એ રીતે ધનપૃષ્ઠને, જીવાને, મહારને, બાણને, શર-ગ-ફળ આદિ બધાંને પાંચ પાંચ ક્રિયાઓ સ્પર્શે છે.
[૨૪] હવે તે બાણ, પોતાની ગુરતા, ભારેપણું, ગુરતા અને ભારેપણું - તે વડે તે બાણ સ્વભાવથી નીચે પડતું હોય ત્યારે ત્યાં પ્રાણોને વાવત્ જીવિતથી સુત કરે ત્યારે તે પુરુષને કેટલી ક્રિયા લાગે ? ગૌતમ / યાવતું તે ભાણ પોતાની ગુરતાથી યાવત જીવિતથી સુત કરે ત્યારે તે પુરુષ કાયિકી આદિ ચાર ક્રિયાને સ્પર્શે. જે જીવોના શરીરથી ધનુણ બનેલ છે, તે જીવો પણ ચાર ક્રિયાને સ્પર્શે. જીવા, હર ચાર ક્રિયાને અને બાણ, શર, સ્ત્ર, ફળ પાંચે ક્રિયાને સ્પર્શે. બાણના આવગ્રહમાં જે જીવો આવે, તે જીવો પણ કાયિકી આદિ પાંચ ક્રિયાને સ્પર્શે.
• વિવેચન-૨૪૬,૨૪૩ -
TTEસરૂ - ગ્રહણ કરે. ફેંકવા માટે પ્રસારેલ, કાન સુધી ખેંચેલ તે આયતકણયિત. Gો, વૃક્ષની ટોચની અપેક્ષાએ પણ કહેવાય, તેથી કહ્યું આકાશમાં.
- સામે આવેલને હણે. વરૂબીજાના શરીરને સંકોચવાથી ગોળ કરે. $પોતામાં ચોંટાડી દે, સંધાણ, પરસ્પર ગણો સાથે સંહત કરે. સંયડ - થોડો સ્પર્શ કરે, પરિતાર્વડ - ચારે તરફથી પીડા કરે, વિનામે - મારણાંતિકાદિ સમુઠ્ઠાતને પમાડે. • X - X - Fરયા પુર્વે - ક્રિયાથી ઉત્પન્ન કર્મ વડે બદ્ધ થાય. *
[શંકા પુરુષમાં કાયાદિ વ્યાપારથી પાંચ ક્રિયા લાગે તે ઠીક છે, પણ જે જીવોના શરીરથી ધનુષ આદિ બનેલા છે, તે જીવોને પાંચ ક્રિયા કેમ લાગે ? તે જીવનું શરીર પણ ત્યારે અચેતન છે. જો અચેતન કાયાથી બંધ માનીએ, તો સિદ્ધોને પણ તે પ્રસંગ આવે. • x • વળી કાયિકી આદિ ક્રિયામાં હેતુભૂત હોવાથી ધનુષ્યાદિના જીવોને પાપબંધનાં કારણો છે, એ રીતે તો પાત્ર, દંડ આદિ જીવરક્ષાહેતુથી પુન્યબંધના કારણ થવા જોઈએ ? (સમાધાન અવિરતિ પરિણામથી બંધ થાય. તે પરિણામ જેમ પુરણને છે, તેમ જે જીવના શરીરથી ધનુષ આદિ નીપજ્યા છે, તે જીવને પણ છે. સિદ્ધોને આવા પરિણામ નથી, માટે બંધ નથી. પુન્યબંધનું કારણ વિવેકાદિ ના હોવાથી પગાદિ જીવોને પુન્યબંધ હેતુ નથી. વળી સર્વજ્ઞ વચન પ્રામાણ્યથી જેમ તેઓએ કહ્યું, તેમ શ્રદ્ધા કરવી.
જો કે અહીં કોઈપણ રીતે ધનુમન્ આદિ સર્વ ક્રિયામાં કથંચિત્ નિમિતરૂપ છે, તો પણ વધુ પ્રત્યે અમુખ્યપણાથી વધુ ક્રિયા તેઓએ કરી છે, તેમ ન કહ્યું, નિમિત્ત ભાવથી ક્રિયા કરી છે તેમ કહ્યું માટે ચાર ક્રિયા લાગે. • • ધે સભ્યપ્રરૂપણા.