Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૫/-//૨૫૩,૨૫૪
કરે, કદાચ એક ભાગ ક૨ે - એક ભાગ ન કરે. કદાચ એક ભાગ કી, બહુ ભાગ ન કરીૢ, કદાચ બહુ ભાગો કરે અને એક ભાગ ન કરે. કદાચ બહુ ભાગો કરે અને બહુ ભાગો ન કરે. જેમ ચતુષ્પદેશિક સ્કંધ કહ્યો. તેમ પંચપદેશિક યાવત્ અનંતપદેશિક સ્કંધો માટે જાણવું.
[૨૫] ભગવન્ ! પરમાણુ પુદ્ગલો અસિધાર કે ખુરધારનો આશ્રય કરે ? હા, કરે. ભગવન્ ! ત્યાં તે છેદાય, ભેદાય ? ગૌતમ ! તે અર્થ યોગ્ય નથી. તેમાં શસ્ત્રક્રમણ ન કરી શકે. એ પ્રમાણે યાવત્ અસંખ્ય પદેશિક સ્કંધ
*ક
માટે સમજવુ. - ભગવન્ ! અનંતપદેશિક સ્કંધ અધિાર કે ખુરધારનો
આશ્રય કરે. - હા, કરે. તે ત્યાં છેદાય, ભેદાય ? ગૌતમ ! કોઈક છેદાય, ભેદાય અને કોઈક ન છેદાય, ન ભેદાય.
એ પ્રમાણે અગ્નિકાયની વચ્ચોવચ્ચ પ્રવેશે, ત્યાં બળે નહીં તેમ કહેવું. એ પ્રમાણે પુષ્કરાંવર્ત નામક મહામેદની વચોવચ્ચ પ્રવેશે. ત્યાં ભીનો થાય તેમ કહેવું. એ પ્રમાણે ગંગા મહાનદીના પ્રવાહમાં તે શીઘ્ર આવે. ત્યાં પ્રતિસ્ખલિત થાય અને ઉદકાવર્ત કે ઉદકબિંદુમાં પ્રવેશ કરે. તે ત્યાં નાશ પામે. [આટલા પ્રત્નોતર કરવા.]
- વિવેચન-૨૫૩,૨૫૪ :
સિય - કદાય, યજ્ઞ - કંપે છે. દરેક પુદ્ગલમાં કંપવું વગેરે ધર્મો કાદાચિત્ક છે. દ્વિપદેશિકમાં ત્રણ વિકલ્પો મૂક્યા છે. - ૪ - કેમકે તેના બે અંશ છે. ત્રિપ્રદેશિકમાં પાંચ વિકલ્પો છે - x ". ચતુષ્પદેશિકમાં છ વિકલ્પો કહ્યા. - x - પુદ્ગલ અધિકારથી જ આ સૂત્ર વૃંદ છે –
મોશાન્ત - આશ્રય કરે. füત્ - બે ભાગ કરે. વિદ્યુત - ભેદાય. પરમાણુભાવને લીધે નક્કી તેમાં શસ્ત્ર ન પ્રવેશે. અન્યથા તે પરમાણુ જ ન કહેવાય. તથાવિધ બાદર પરિણામથી કેટલાંક છેદાય, સૂક્ષ્મ પરિણામથી કેટલાક ન છેદાય. - ભીના, - ૪ - પરિયાવેખ્ખુ - નાશ પામે.
- સૂત્ર-૨૫૫ -
ભગવન્ ! પરમાણુ પુદ્ગલ સાઈ, સમધ્ય, સપદેશ છે? કે અનઈ, અમધ્ય, આપદેશ છે ? ગૌતમ ! તે અનર્થ, અમધ્ય, પ્રદેશ છે, સાઈ, સમધ્ય, સપ્રદેશ નથી. ભગવન્ ! દ્વિપદેશિક સ્કંધ ? પ્ર. ગૌતમ ! તે સાઈ, સમધ્ય, સપદેશ છે, અનર્થ, અમધ્ય, પ્રદેશ નથી.
ભગવન્ ! પિદેશિક સ્કંધ ? પ્રશ્ન. ગૌતમ ! તે અનર્થ, સમધ્ય, સપદેશ છે, પણ સાઈ, અમધ્ય, અપદેશ નથી. દ્વિપદેશિક સ્કંધ માફક બેકી સંખ્યાવાળા સ્કંધો કહેવા. ત્રિપદેશિક સ્કંધ માફક એકી સંખ્યાવાળા સ્કંધો કહેવા. ભગવન્ ! સંખ્યાતપદેશિક સ્કંધ? (પ્રશ્ન) - ગૌતમ ! કદાચ સાઈ, મધ્ય, પ્રદેશ હોય. કદાચ અનઈ, સમધ્ય, સદેશ હોય. સંધ્યેય પ્રદેશ માફક અસંખ્યાત, અનંત પ્રદેશી જાણવા.
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨
• વિવેચન-૨૫૫ :
જે કંધના બેકી સંખ્યાવાળા પ્રદેશો છે તે સાઈ, જેના એકી સંખ્યાવાળા છે, તે સમધ્ય, સંયપ્રદેશિક સ્કંધ તો બંને પ્રકારે હોય. તેમાં સમપ્રદેશિક હોય તે સાર્ધ-અમધ્ય. વિશ્વમ, તેથી વિપરીત હોય.
- સૂત્ર-૨૫૬ :
ભગવના પરમાણુ પુદ્ગલને સ્પર્શતો પરમાણુ યુદ્ગલ ૧-દેશથી દેશને
સ્પર્શે? ર-દેશથી ઘણાં દેશને સ્પર્શે? ૩-દેશથી સર્વને સ્પર્શે? ૪-ઘણાં દેશથી દેશને સ્પર્શે? ૫-ઘણાં દેશથી ઘણાં દેશને સ્પર્શે? ૬-ઘણાં દેશથી સર્વને સ્પર્શે? ૭-સર્વથી દેશને સ્પર્શે? ૮-સર્વથી ઘણાં દેશને સ્પર્શે? કે “સર્વથી સર્વને સ્પર્શે?
ગૌતમ ! ૧-દેશથી દેશને ન સ્પર્શે, ર-દેશથી ઘણાં દેશને ન સ્પર્શે, ૩દેશથી સર્વને ન સ્પર્શે, ૪-ઘણાં દેશથી દેશને ન સ્પર્શે, ૫-ઘણાં દેશથી ઘણાં દેશને ન સ્પર્શે, ૬-ઘણાં દેશથી સર્વને ન સ્પર્શે, ૭-સર્વથી દેશને ન સ્પર્શે. ૮
સર્વથી ઘણાં દેશને ન સ્પર્શે. પણ-૯-સર્વથી સર્વને સ્પર્શે છે . - એ પ્રમાણે દ્વિપદેશિકને સ્પર્શતો પરમાણુ યુદ્ગલ છેલ્લા ત્રણ ભંગથી સ્પર્શે. પિદેશિકને સ્પર્શતા પરમાણુ પુદ્ગલ માફક યાવત્ અનંતપદેશિકની સ્પર્શના જાણતી.
ભગવના દ્વિપદેશિક સ્કંધ, પરમાણુ પુદ્ગલને કઈ રીતે સ્પર્શે? – ત્રીજા, નવમા ભંગથી સ્પર્શે. જો તે દ્વિપદેશિક સ્કંધને સ્પર્શે તો પહેલા, ત્રીજા, સાતમા, નવમા ભંગથી સ્પર્શે. જો તે ત્રિપદેશિક સ્કંધને સ્પર્શે તો પહેલા અને છેલ્લા ત્રણ વિકલ્પોથી સ્પર્શે અને વચલા ત્રણનો નિષેધ કરવો. જેમ દ્વિપદેશિકની પ્રિપદેશિક સ્કંધ સાથે સ્પર્શના કહી, તે રીતે યાવત્ અનંતપદેશિક સ્કંધની સ્પર્શના કરાવવી. ભગવન્ ! ત્રિપદેશિક સ્કંધ, પરમાણુ યુદ્ગલને કેવી રીતે સ્પર્શે ? ગૌતમ ! ત્રીજા, છઠ્ઠા, નવમા ભંગથી સ્પર્શે. તે દ્વિપદેશિકને સ્પર્શે તો પહેલા, ત્રીજા, ચોથા, છટ્ઠા, સાતમા, નવમા ભંગથી સ્પર્શે. તે ત્રિપદેશિકને સ્પર્શે તો સર્વે સ્થાનોમાં સ્પર્શે. આ પદેશિક સ્કંધના પિદેશિક સાથેની સ્પર્શના માફક યાવત્ અનંતપદેશિક સાથે સંયોજવો. જેમ ત્રિપદેશિક સ્કંધમાં કહ્યું એ રીતે યાવત્ અનંતપદેશિક કહેવા. • વિવેચન-૨૫૬ :
આ સૂત્રમાં નવ વિકલ્પો છે. દેશથી દેશને, ઘણાં દેશને અને સર્વને એ ત્રણ વિકલ્પ છે. એ રીતે ઘણાં દેશથી અને સર્વથી પણ ત્રણ-ત્રણ વિકલ્પો છે. પરમાણુ પુદ્ગલની પરસ્પર સ્પર્શનામાં સર્વથી સર્વને એ એક જ વિકલ્પ ઘટે છે, કેમકે પરમાણુના નિરંશત્વથી બાકીનાનો અસંભવ છે. - x - અહીં ‘સર્વથી સર્વને’ વિકલ્પનો એવો અર્થ નથી કે પરમાણુ પરસ્પર મળી જાય. પરમાણુના અર્ધ આદિ દેશનો અભાવ છે, માટે અર્ધ આદિ દેશ ન સ્પર્શે. • x - બંનેના સ્વરૂપ જુદા છે.
- ૪ - જ્યારે દ્વિપ્રદેશિક સ્કંધ, બે પ્રદેશમાં રહેલો હોય ત્યારે તેના પરમાણુ સર્વથી દેશને સ્પર્શે છે, કેમકે પરમાણુના વિષય તે સ્કંધના દેશનો જ છે. જ્યારે તે