Book Title: Agam Satik Part 10 Bhagavati Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 22
________________ પ/-/૨/૨૨૧ 3o ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/ર અગ્નિ વડે શોષાઈને પૂર્વસ્વભાવ ખપી ગયેલ. અગ્નિ સેવિત, ગરમ થવાથી અગ્નિ પરિણામવાળા થયેલ. અથવા શસ્માતીતાદિમાં શસ્ત્ર એટલે અગ્નિ જ સમજવું - ૪ - ૩પન • બળેલ પત્થર, વય - કાટ, અગ્નિ વડે બીજા સ્વરૂપને પામેલ હાડકું, અંગાર-બળેલ ઈંધણ, છાર* - રાખ, સમય - છાણ - X - X - આ પૂર્વની અપેક્ષાએ એકેન્દ્રિય જીવના શરીરો છે. યાવત્ શબ્દથી બેઈન્દ્રિયાદિ • x • જીવ શરીર પરિણdવ યથા-સંભવ યોજવું. બધાં પદમાં નહીં. અંગારો અને ભસ્મ, પૂર્વે એકેન્દ્રિયના શરીર હોય છે, કેમકે લાકડું એકેન્દ્રિય છે, ભુંસુ-જવ, ઘઉંમાંથી બને, તે પણ એકેન્દ્રિય છે ઇત્યાદિ. - ૪ - પૃથ્વી આદિ કાયાધિકારથી અકાયરૂપ લવણોદધિ-સ્વરૂપ. • સૂત્ર-૨૨૨ - ભગવદ્ ! લવણસમુદ્રનો ચક્રવાલ વિÉભ કેટલો કહ્યો છે ? પૂર્વવત્ જાણવો યાવતુ લોકસ્થિતિ, લોકાનુભાવ. ભગવન્! તે એમ જ છે, એમ જ છે કહી ગૌતમ સ્વામી રાવતું વિચારે છે. • વિવેચન-૨૨૨ : લવણસમુદ્રનું સ્વરૂપ જણાવતા કહે છે - જીવાભિગમણમાં કહેલ લવણસમુદ્ર સૂત્ર જાણવું. ક્યાં સુધી ? નાવ નો છે તે આ છે - તેનો ઘેરાવો કેટલો છે ? ગૌતમ ! તેનો સવાલ વિઠંભ બે લાખ યોજના છે અને ઘેરાવો કિંચિત વિશેષોણ ૧૫,૮૧,૩૯૦૦ યોજન છે. અંતે - લવણસમુદ્ર જંબૂદ્વીપને કેમ ડૂબાડતો નથી ? • x • લોકસ્થિતિ છે. $ શતક-પ, ઉદ્દેશો-૩-જાલગ્રંથિકા છું. -X - X - X - X – o લવણસમુદ્રાદિ વર્ણન સમ્યગૃજ્ઞાની વડે પ્રતિપાદિત હોવાથી સત્ય છે. મિથ્યાજ્ઞાનીના કથન અસત્ય પણ હોય તે દશવિ છે - • સૂત્ર-૨૨૩ - ભગવતુ ! અન્યતીર્થિકો એમ કહે છે, ભાખે છે, જણાવે છે, પરૂપે છે કે - જેમ કોઇ બાલમંથિકા હોય, કમપૂર્વક ગાંઠો દીધેલી હોય, અનંત-પરંપરઅન્યોન્ય ગ્રથિત હોય, પરસ્પર-વિસ્તાર, ભાર અને વિસ્તાર-ભારપણે પરસ્પર સમુદાયપણે રહે છે, એ રીતે ઘણાં જીવો, અનેક લાખ જન્મોમાં, અનેક હજાર આયુશી અનમે ગ્રથિત થઈ રહે છે. તેમાંનો એક જીવ પણ એક સમયે બે આયુને અનુભવે છે, તે આ - આ ભવનું આયુ અને પરભવનું આયુ. જે સમયે આ ભવનું આયુ વેઠે છે, તે સમયે પરભવનું આયુ વેદે છે. યાવત્ ભગવદ્ ! તે કેવી રીતે? ગૌતમ ! તે અન્યતીર્થિકો જે કહે છે યાવત પરભવાય, જેઓ આમ કહે છે, તે ખોટું છે. હે ગૌતમ ! હું એમ કહું છું ચાવતુ પડ્યું છે કે (જેમ કોઈ જાલ). અન્યોન્ય સમુદાયપણે રહે છે. તે રીતે પ્રત્યેક જીવને ઘણાં હજારો જન્મો, ઘણાં હજાર આયુ, અનુકમે પ્રથિત થઈ ચાવતું રહે છે, એક જીવ એક સમયે એક આય વેદે છે, તે આ - આ ભવનું અાય અથવા પરભવાય. જે સમયે આ ભવનું આણ વદે છે. તે સમયે પરભવાય ન વેદ, પરભવાયુ વેદે તે સમયે આ ભવન આયુ ન વેદ. આ ભવના આયુને વેદવાણી પરભવાયુ વેદાતું નથી, પરભવાયુ વેદવાણી, આ ભવનું આયુ વેદતું નથી. એ રીતે એક જીવ એક સમયે એક આયુને વેદે છે – આ ભવતું કે પરભવનું આયુ. • વિવેચન-૨૨૩ - જાલ એટલે મત્સ્યબંધન, તેના જેવી ગાંઠો જેની છે, તે જાલગ્રંચિકા. કેવી ? ક્રમવાર ગુંથેલી, પહેલીથી છેલ્લી ગાંઠ સુધી ઉચિત ક્રમે ગુંચેલી. એ જ વાત વિસ્તારે છે . પહેલી ગાંઠથી અનંતર રહેલી ગાંઠ સાથે ગુંથેલી, એ રીતે પરંપર ગાંઠ સાથે ગુંથેલી. તાત્પર્ય એ કે- પરસ્પર એક ગાંઠ સાથે અન્ય ગાંઠ અને અન્ય સાથે અન્ય ગાંઠ એ રીતે ગૂંથેલી, પરસ્પર ગુંથણીથી થયેલ વિસ્તાર વડે, પરસ્પર બીજાને લઈને થયેલ ભાર વડે, ઉક્ત બંને વિશેષણ ભેગા કરવા વડે પ્રક"ને જણાવતાં કહે છે - પરસ્પર વિસ્તાર અને ભારેપણાથી, પરસ્પર સમુદાય રચના વડે રહેલ છે. આ ટાંત કહ્યું, હવે દાન્તિક-બોધ કહે છે – - ઉક્ત ન્યાયે ઘણાં જીવો સંબંધી, અનેક દેવાદિ જન્મોમાં પ્રત્યેક જીવ ક્રમવાર પ્રવર્તેલા, અનેક જન્મોના ઘણાં હજાર આયુઓના સ્વામી થયા. આનુપૂર્વી ગ્રચિત આદિ પૂર્વવત્ જાણવા. વિશેષ એ કે - કર્મપુદ્ગલ અપેક્ષાએ ભારેપણું સમજવું. એ આયુ વેદનનો શો વિધિ છે ? એક જીવ, અનેક નહીં, તે એક સમયે ઇત્યાદિ પહેલા શતક મુજબ જાણવું. તેમનું કહેવું એ રીતે ખોટું છે કે ઘણાં જીવોના ઘણાં આયુ જાલગ્રંચિકા પેઠે રહે છે, તે બધાં, જીવનમાં પ્રદેશો સાથે સંબદ્ધ છે કે નથી ? જો સંબદ્ધ હોય, તો ભિન્ન ભિન્ન જીવસ્થિત આયુની જાલગ્રંચિકા માફક કલાના કઈ રીતે થાય ? કેમકે તે બધાં આયુ જુદા જુદા જીવ સાથે જોડાયેલ છે. છતાં જાલગ્રંચિકા કલ્પવામાં આવે તો બધાં જીવોનો સંબંધ જલગંચિકા જેવો માનવો જોઈએ. તો બધાં જીવોના સવયિ વેદનથી બધાં ભવ ભોગવવાનો પ્રસંગ આવે, તો દેવાદિ જન્મ પણ નહીં થાય. વળી એક જીવ એક સમયે બે આયુ વેદે, તેમ કહ્યું તે પણ ખોટું છે. • x - હે ગૌતમ! હું કહું છું - જાલગ્રંચિકા એટલે માત્ર સાંકળી, ઘણાં નહીં પણ એક-એક જીવને અનેક આયુનો માત્ર સાંકળ જેવો સંબંધ હોય છે. એક જીવ પ્રતિ ક્રમવાર પ્રવર્તેલા એવા અનેક જન્મોનાં આ ભવનાં છેડાં સુધી ભૂતકાળે થયેલાં હજારો આયુનો સાંકળ જેવો સંબંધ છે. તેથી એક પછી એક આયુ વેદાય છે. ચાલુ ભવનું આયુ તે વિયાવું, પરભવનું તે પરભવાય. - - આયુ પ્રસ્તાવથી કહે છે - • સૂગ-૨૨૪ : ભગવાન ! જે જીવ નકે જવાને યોગ્ય હોય, ભગવાન ! શું તે જીવ, અહીંથી આસુ સહિત નક્કે જાય કે આયુ રહિત ? ગૌતમ ! તે જીવ આયુ સહિત જાય, આયુરહિત નહીં • - ભગવન્! તે જીવે આવું ક્યાં બાંધ્યું ? કયા

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112