Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 19
________________ શ્રુતસ્કંધ-૧, ભૂમિકા એ શબ્દોનો નિક્ષેપ કરવો જોઈએ. તેમાં આચાર, બ્રહ્મ-ચરણ, શસ્ત્ર-પરિજ્ઞા શબ્દો નામનિષ્પન્ન નિક્ષેપો જાણવા; અંગ અને શ્રુત-કંધ શબ્દો ઓઘ નિષ્પન્ન નિક્ષેપા જાણવા; સંજ્ઞા અને દિશા શબ્દ સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપા જાણવા. આ દરેકના કેટલા નિક્ષેપા થાય છે તે જણાવે છે – ૨૩ [નિ. ૩] અહીં ‘ચરણ' શબ્દનો છ પ્રકારે અને દિશા' શબ્દનો સાત પ્રકારે નિક્ષેપ જાણવો. આ બે શબ્દો સિવાયના બધા શબ્દોનો ચાર પ્રકારનો નિક્ષેપ છે. અહીં ક્ષેત્ર, કાળ વગેરે જેમ સંભવ હોય તેમ ગોઠવવા. નામાદિ ચાર નિક્ષેપ બધામાં છે, તે આ રીતે – [નિ. ૪] જ્યાં જ્યાં ચારથી અધિક નિક્ષેપ કહ્યા છે ત્યાં ત્યાં તે સર્વે નિક્ષેપો વડે પદોનો અર્થ સ્પષ્ટ કરવો. જેમ કે - ચરણ અને દિશા શબ્દની આદિમાં જે ક્ષેત્ર, કાળ આદિ સંબંધે જાણે ત્યાં તેનો સંપૂર્ણ અર્થ કહે. જ્યાં સંપૂર્ણ ન જાણે ત્યાં આચારાંગ આદિમાં નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એ ચાર નિક્ષેપા કરે - એ પ્રમાણે ઉપદેશ છે. પ્રદેશ અંતરના પ્રસિદ્ધ અર્થની લાઘવતા ઇચ્છતા નિર્યુક્તિકાર હવે કહે છે – [નિ. ૫] દશવૈકાલિક અધ્યયન-૩ “ક્ષુલ્લિકાચાર''માં આચારનો પૂર્વે કહેલો નિક્ષેપ છે, ‘અંગ’નો નિક્ષેપ ઉત્તરાધ્યયન અધ્યયન-૩ “ચતુરંગ'માં છે. હવે જે કંઈ વિશેષ છે તે અહીં કહીએ છીએ. ભાવાચારનો અહીં વિષય છે. તે પ્રતિજ્ઞાનુસાર કહે છે– [નિ.૬] તે ભાવાચારના એકાર્થક-પર્યાય શબ્દો કહેવા, ભાવાચારની પ્રવૃત્તિ - પ્રવર્તન કયા પ્રકારે થયું તે કહેવું, આ પહેલું અંગ (સૂત્ર) છે તે કહેવું, ગણિઆચાર્યનું કેટલા પ્રકારનું આ સ્થાન છે તે કહેવું, પરિમાણનું કથન કરવું, તેમાં શું ક્યાં સમાવાયું છે તે કહેવું, તેમજ સાર કહેવો. આ દ્વારો વડે પહેલા ભાવઆચારથી એનો ભેદ જાણવો. આ સમુદાય અર્થ છે. તેનો અવયવાર્થ નિર્યુક્તિકાર જ કહે છે— [નિ.૭] આચાર, આચાલ, આગાલ, આકર, આશ્વાસ, આદર્શ, અંગ, આચીર્ણ, આજાતિ, આમોક્ષ એ સર્વે એકાર્યક-પર્યાયવાચી છે. • આચાર ઃ- જે વર્તનમાં મૂકાય કે જેનું સેવન થઈ શકે તે આચાર. તે નામ આદિ ચાર પ્રકારે છે. (નામ, સ્થાપના સુગમ છે.) દ્રવ્ય આચાર ત્રણ ભેદે છે - જ્ઞ શરીર, ભવ્ય શરીર, તતિક્તિ (તે બંનેથી જુદો), જેનો અર્થ આ ગાથા વડે જાણવો– – નામન (નમવું), ધોવણ (ધોવું), વાસન (સુવાસિત કરવું,) શિક્ષણ (શિખવવું), સુકરણ (સત્કાર્ય કરવું), અવિરોધી દ્રવ્યો તે લોકમાં દ્રવ્યાચાર જાણવો. – ભાવઆચાર બે પ્રકારે છે - લૌકિક અને લોકોત્તર. તેમાં લૌકિક ભાવાચાર તે - પાખંડી વગેરે અન્યદર્શનીઓ પંચરાત્રિ વગેરેનો કરે છે તે જાણવો. લોકોત્તર ભાવાચાર તે - જ્ઞાન, દર્શન આદિ પાંચ પ્રકારે જાણવો. (જેનો વિસ્તાર દશવૈકાલિક ટીકાથી જાણવો). આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તેમાં જ્ઞાનાચાર આઠ પ્રકારે છે કાળ, વિનય, બહુમાન, ઉપધાન, અનિવ, વ્યંજન, અર્થ, તદુભય એ આઠ જ્ઞાનાચાર છે. – દર્શનાચાર પણ આઠ પ્રકારે છે - નિઃશંકિત, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સ, અમૂઢદૃષ્ટિ, ઉપબૃહણા, સ્થિરીકરણ, વાત્સલ્ય, પ્રભાવના. – ચારિત્રાચાર પણ આઠ પ્રકારે છે – મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ, ઇસિમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાન-નિક્ષેપસમિતિ, પારિષ્ઠાપનિકાસમિતિ. આ આઠ પ્રવચન માતા કહેવાય છે. તેમાં રહેલો ચાસ્ત્રિ સંપન્ન છે. ૨૪ - – તપાચાર બાર પ્રકારે છે અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાય કલેશ અને સંલીનતા એ છ ભેદે બાહ્યતપ છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને ઉત્સર્ગ એ છ ભેદે અત્યંતતપ છે. — – વીર્યાચાર અનેક પ્રકારે છે. ઉક્ત જ્ઞાનાદિ આચારોને વિશે જે બાહ્ય અત્યંતર સામર્થ્યને ગોપવ્યા વિના પરાક્રમ કરે છે અને તેના પાલનમાં યથાશક્તિ પોતાના આત્માને જોડી રાખે છે તેવા આચારવાનનો આચાર તે વીર્યાચાર જાણવો. ૦ ( આ પાંસે આયારોનું વિસ્તૃત વર્ણન દશવૈકાલિક નિયુક્તિ ૧૮૨ થી ૧૮૮માં જોવું) આ પાંચ પ્રકારનો આચાર છે. તેને પ્રતિપાદન કરનાર આ ગ્રંથ વિશેષ જ ભાવાચાર છે - એ પ્રમાણે સર્વ સ્થાને જાણવું. હવે ‘આન્નાલ’ ની વ્યાખ્યા કહે છે. ૦ આચાલ - એટલે જેના વડે અતિગાઢ કર્મો પણ ચલાયમાન - નષ્ટ થાય છે તે. તેનો નિક્ષેપ પણ ચાર પ્રકારે છે. તેમાં તદ્બતિક્તિ આચાલ તે વાયુ છે કેમકે વાયુ બધાને ચલાયમાન કરે છે - કંપાવે છે. ભાવઆચાલમાં ઉક્ત પંચાચાર જાણવો. ૦ આગાલ - આગાલન અર્થાત્ સમપ્રદેશમાં રહેવું તે આગાલ. તેના પણ ચાર નિક્ષેપા છે. તેમાં તદ્બતિરિક્ત દ્રવ્યાચાલ તે પાણી વગેરેનું નિચાણમાં રહેવું તે છે. ભાવાગાલ તે જ્ઞાનાદિ પાંચ આચાર જ છે. જે રાગાદિ રહિત આત્મામાં રહે છે. ૦ આકર - અંદર આવીને કરે તે આકર અથવા આકર એટલે ખાણ કે નિધિ. આકરના ચાર પ્રકારે નિક્ષેપ છે. તેમાં તદ્બતિક્તિ દ્રવ્યાકરનું દૃષ્ટાંત ચાંદિ આદિની ખાણો છે. ભાવાકર તે જ્ઞાનાદિ પંચવિધ આચાર જ છે. તેનું પ્રતિપાદન કરનાર આ જ ગ્રંથ છે. તેમાંથી આત્માના નિર્જરાદિ રત્નોરૂપ ગુણ મળે છે. ૦ આશ્વાસ - આશ્વાસન, જેમાં આશ્વાસ લેવાય તે આશ્વાસ કહેવાય. તેના ચાર નિક્ષેપા છે. જેમાં તદ્રવ્ય વ્યતિક્તિ દ્રવ્યાશ્વાસમાં યાનપાત્ર દ્વીપાદિ છે કેમકે વહાણ અને દ્વીપ ડૂબતાને આધારભૂત છે. ભાવાશ્વાસ જ્ઞાનાદિ જ છે. ૦ આદર્શ - જેમાં દેખાય તે આદર્શ. તેના નામાદિ ચાર નિક્ષેપ છે. તદ્ દ્રવ્ય વ્યતિક્તિનું ટાંત દર્પણ છે અને ભાવાદર્શ તે જ્ઞાનાદિ આચાર જ છે. કેમકે તેમાં કર્તવ્યતા દેખાય છે. (આત્માનું પ્રતિબિંબ દેખાય છે.) • અંગ - જેનામાં પ્રગટ કરાય તે અંગ. તદ્ વ્યતિક્તિ દ્રવ્યંગમાં મસ્તક,

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128