Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/૨/૩/૭૯
૧૫૩
કુબડાપણું, કાળપણું, કુષ્ટાદિ રોગત્વ આદિ પોતાના પ્રમાદથી જ પ્રાપ્ત થાય છે. પ્રમાદથી જ વિવિધ પ્રકારની યોનિમાં જાય છે અને વિવિધ વેદના અનુભવે છે. • વિવેચન :
અથવા જીવોમાં શુભ-અશુભરૂપ કર્મો જોઈને તે જીવોને અપ્રિય હોય તેવું કૃત્ય ન કરવું. “નાગાર્જુનીયા'' પણ કહે છે - જીવ દુઃખને કાઢવા અને સુખને મેળવવા ઇચ્છે છે. અહીં ‘શસ્ત્રપરિજ્ઞા' અધ્યયનમાં કહ્યા મુજબ જીવની પ્રરૂપણા કરવી. આ જીવો દુઃખને છોડવા અને સુખને મેળવવા ઇચ્છે છે. પોતાના આત્મા જેવા આ જીવોને જાણીને તે જીવોના ઉપમર્દનરૂપ હિંસાદિ સ્થાનોને પરિહરતો આત્મા પોતાને પંચ મહાવ્રતમાં સ્થાપે. તેના પાલન માટે ઉત્તરગુણોને પણ પાળવા જોઈએ. કહે છે–
પાંચ સમિતિથી સમિત થયેલો હવે કહેવાનાર શુભાશુભ કર્મોને જાણીને અંધત્વ આદિ કર્મના જ ફળ છે તે જીવોમાં સાક્ષાત્ જોઈ પોતે સમજે. આ સમિતિ પાંચ પ્રકારે કહેલી છે - ઈર્યા, ભાષા, એષણા, આદાનનિક્ષેપ અને ઉત્સર્ગ. તેમાં ઇસિમિતિ-અહિંસા વ્રતના પાલન માટે છે, ભાષા સમિતિ અસત્ અભિધાન નિયમને માટે છે. એષણા સમિતિ અસ્તેય વ્રતના પાલનને માટે છે. બાકીની બે સમિતિઓ સમસ્ત વ્રતમાં પ્રકૃષ્ટ એવા અહિંસા વ્રતની સિદ્ધિને માટે છે. આ પ્રમાણે પાંચ મહાવ્રતો સહિત પાંચ સમિતિ પાળતા સાધુને બીજા જીવોનું સુખ વગેરે દેખાય છે. તે કહે છે–
સંસારમાં ભમતા પ્રાણી અંધત્વ આદિ અવસ્થા ઘણીવાર ભોગવે છે. આ અંધત્વ દ્રવ્યથી અને ભાવથી છે - તેમાં એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય એ દ્રવ્યભાવ અંધ છે. ચઉરિન્દ્રિય આદિ મિથ્યાર્દષ્ટિ ભાવઅંધ છે. કહ્યું છે કે, નિર્મળ ચઢ્યુ સમાન સ્વાભાવિક વિવેક છે. વિવેક સહ બીજું નેત્ર છે. આ બંને ચક્ષુ જેમને નથી તે તત્ત્વતઃ અંધ કુમાર્ગે જાય તો ખરેખર શો અપરાધ છે ?
જે સમ્યક્ દૃષ્ટિ પણ નેત્રથી હીન છે તે દ્રવ્ય અંધ છે. જે દ્રવ્યથી પણ અંધ નથી અને ભાવથી પણ અંધ નથી તે જ ખરેખર દેખતા કહેવાય. દ્રવ્યથી અને ભાવથી બંને પ્રકારે અંધત્વ છે તે એકાંતે દુઃખ આપનારું છે. કહ્યું છે કે, જીવતા જ મરેલા જેવો આંખથી અંધ છે કેમકે તે બધી ક્રિયામાં પરતંત્ર છે. ચક્ષુ વિનાનાને સૂર્ય સદા અસ્ત છે અને પોતે અંધકાર સમુદ્રમાં ડૂબેલો છે.
બંને લોકમાં દુઃખાગ્નિથી બળતા અંગવાળા તથા પાકી લાકડીથી દોરાતા દુઃખી અંધને જોઈને કોણ ખેદ ન પામે ? ભયોત્પાદક ઉગ્ર કાળા સાપને જોઈને જેવો ભય લાગે તેમ અંધત્વની ગર્તા જોઈને કોને ભય ન લાગે ? આ પ્રમાણે બહેરાપણાનું દુઃખ પણ જાણવું, સારા-માઠાંના વિવેકના ભાનથી રહિત જીવ આલોક-પરલોકના સારા ફળને આપનારી ક્રિયા કરવાને અશક્ત છે. કહ્યું છે કે, “ધર્મશ્રુતિના શ્રવણ મંગળથી વર્જિત, લોકશ્રુતિ શ્રવણ વ્યવહારથી બાહ્ય આ દુનિયામાં કેમ જીવે છે ? કે જેને શબ્દો સ્વપ્નમાં મળેલા ધનની જેમ નિષ્ફળ જાય છે.
પોતાની સ્ત્રી તથા બાળપુત્રનાં મધુર વચન શ્રવણથી વિમુખ બહેરાનું જીવન જીવતા છતાં મરેલાની જેમ નકામું છે. હવે મુંગાનું દુઃખ કહે છે - દુઃખકર, અકીર્તિકર,
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ સર્વલોકમાં નિંદાપાત્ર મુંગાપણું છે. મૂઢો આ કૃતકર્મ ફળ કેમ જોતા નથી ? કાણાનું દુઃખ કહે છે - વિષમસ્થાને ડૂબેલો, એકદંષ્ટિક, વૈરાગ્યોત્પાદનમાં સમર્થ અને જન્મદુઃખી, પોતે કોઈને પણ વહાલો લાગતો નથી. આલેખવા યોગ કર્મથી લખાયો છતાં જે બીજાને વહાલો લાગતો નથી, તેના સ્વરૂપનું શું મહત્વ ? આ પ્રમાણે વાકાં હાથ-પગ, ઠીંગણાપણું, ખુંધાપણું, કાળો વર્ણ, શબલપણું આવા સ્વાભાવિક કદરૂપાં શરીરવાળો કે પછીથી કર્મવશ થયેલ ઘણો દુઃખી થાય છે.
વળી વિષયક્રીડાના કારણે ધર્મમાં પ્રમાદ કરવાથી સંકટ, વિકટ, શીત, ઉષ્ણ આદિ યોનીઓમાં ભમે છે. અથવા ચોર્યાશી લાખ યોનીઓમાં ભ્રમણ કરે છે. નવા નવા આયુષ્ય બાંધીને તેમાં જાય છે. તે યોનીઓમાં વિવિધ દુઃખોને અનુભવે છે. તે જ પ્રમાણે ઉંચગોત્રના અહંકારથી હણાયેલ ચિત્તવાળો તથા નીચગોત્રના કારણે દીન બનેલો અથવા અંધ-બહેરો થવા છતાં અજ્ઞાની જીવ પોતાનું કર્તવ્ય નથી જાણતો તેમજ આ પોતાના કર્મનો વિપાક છે તે જાણતો નથી. સંસારની બુરી દશાને ભૂલી જાય છે. હિતાહિતને અવગણે છે. ઔચિત્યને અવગણતો, તત્વને ભૂલેલો, મૂઢ
બનેલો જ ઉંચગોત્રાદિમાં અહંકાર કરે છે.
૧૫૮
• સૂત્ર-૮૦ ઃ
તે બોધ ન પામેલ જીવ રોગાદિથી પીડિત થઈ જન્મ-મરણના ચક્રમાં વારંવાર ભટકે છે. ક્ષેત્ર-વાસ્તુ આદિમાં મમત્વ રાખનારને સંયત જીવન જ પિય લાગે છે. તે રંગ-બેરંગી મણિ, કુંડલ, સોનું, ચાંદી, સ્ત્રીઓમાં અનુક્ત રહે છે. તેનામાં તપ, ઇન્દ્રિય દમન કે નિયમ દેખાતા નથી. તે અજ્ઞાની જીવો અસંયમી જીવનની કામના કરનાર, ભોગ લાલસાથી વિપરીત પ્રવૃત્તિને પ્રાપ્ત કરે છે.
• વિવેચન :
ઉચ્ચ ગોત્રના અભિમાની અથવા અંધ, બહેરાં આદિ દુઃખ ભોગવતો કર્મવિષાક ન જાણતો હત-ઉપહત થાય છે. વિવિધ રોગથી શરીરે પીડાતો ‘હત’ અને સમસ્ત લોકમાં પરાભવ પામવાથી ઉપહત થાય અથવા ઉંચગોત્રના ગર્વથી ઉચિત કાર્યને
છોડવાથી વિદ્વાનોના મુખે તેનો અપયશ થતા ‘હત' અને અભિમાનથી અનેક ભવમાં અશુભકર્મ બાંધીને નીચગોત્રના ઉદયથી ઉપહત થાય. તે દુઃખથી મૂઢ બને.
તે જ પ્રમાણે જન્મ અને મરણ બંનેને પાણી કાઢવાની રેંટના ન્યાયે પુનઃ જન્મમરણના દુઃખ સંસારમાં રહીને અથવા ક્ષણે ક્ષણે ક્ષયરૂપ આવીચીમરણથી જન્મ અને વિનાશને અનુભવતો દુઃખસાગરમાં ડૂબેલો, નાશવંતને નિત્ય માનીને, હિતને અહિત માનીને વિમુખ થાય છે. કહે છે કે, આયુષ્ય નિત્ય માનવું કે અસંયમ જીવિત દરેક પ્રાણીને વધુ વહાલું છે. તેથી આ સંસારમાં અજ્ઞાનથી હણાયેલા ચિત્તવાળા મનુષ્ય તથા બીજા પ્રાણીઓ દીર્ઘજીવન માટે રસાયણ ક્રિયા કરે છે, જે બીજા જીવોને દુઃખ આપનારી છે તથા ખેતર, ઘર આદિને આ મારા છે તેમ માનીને તેના પર વધુ પ્રેમ રાખે છે. વળી થોડા કે વધુ રંગેલા વસ્ત્રો તથા રત્નો, કુંડલ, સોના સહિત સ્ત્રીને મેળવીને તે ક્ષેત્ર-ઘર આદિ સર્વેમાં ગૃદ્ધ થયેલા તે મૂઢપુરુષો દુઃખ આવતા ગભરાય