Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧૬૨
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તીર એટલે મોહનીય કર્મ ક્ષય. પાર એટલે શેષ ઘાતકર્મ ક્ષય અથવા તીર એટલે ઘાતકર્મનો ક્ષય અને પાર એટલે ભવોપગ્રાહીકર્મ ક્ષય.
કુતીર્થિક અને વેશધારી કેમ મોક્ષમાં ન જાય ? જેનાથી સર્વે ભાવો ગ્રહણ થાય તે આદાનીય અર્થાત શ્રત. શ્રતમાં કહેલા સંયમ સ્થાને ન રહે તે અથવા ભોગના અંગ એવા દ્વિપદ, ચતુષ્પદ, ધન, ધાન્યાદિને ગ્રહણ કરે છે અથવા મિથ્યાd, અવિરતિ, પ્રમાદ, કપાય, યોગથી કર્મો ગ્રહણ કરે છે. તેઓ જ્ઞાનાદિમય મોક્ષમાર્ગમાં સમ્યમ્ ઉપદેશે કે પ્રશસ્ત ગુણ સ્થાને આત્માને રાખતા નથી. વળી તેઓ - x • વિપરીત અનુષ્ઠાનકર્તા હોય છે તે કહે છે–
વિતથ અર્થાત્ અસતુ વચન કે જે દુર્ગતિનો હેતુ છે, તે ઉપદેશ પામીને અકુશળ-ખેદજ્ઞ અસંયમ સ્થાનમાં વર્તે છે. - x • તે જ અસંયમસ્થાનમાં આસક્ત થાય છે. જ્યારે વિતથ એટલે ભોગ સ્થાન વ્યતિરિક્ત સંયમ સ્થાનને પામીને ખેદજ્ઞનિપણ તે સ્થાને ‘આદાનીય'ને હણીને રહે છે. સર્વજ્ઞની આજ્ઞામાં આત્માને સ્થાપે છે. આ ઉપદેશ તત્વને ન જાણનાર શિષ્યને સુમાર્ગમાં વર્તવા અપાય છે. હેય ઉપાદેયના જ્ઞાનથી તે મેધાવી અવસર મુજબ યોગ્ય રીતે વર્તે. તે કહે છે
• સૂત્ર-૮૩ :
૧/૨/૩/૮૨
૧૬૧ તે ધનને શા માટે ચાહે છે. તે કહે છે–ઉપભોગને માટે તેવી તેવી ક્રિયામાં વર્તે છે, બીજાનો આશરો લેવા વગેરે ક્રિયા કરે છે. તેમાં લાભાંતરાય કર્મના ક્ષયોપશમમાં જુદી જુદી જાતનું મળેલું અને વાપરતાં બચેલું સાચવવા -x- મહાન ઉપકરણ ભેગાં કરે છે અર્થાત્ દ્રવ્યસંચય કરે છે તે કદાચિત લાભના ઉદયે થાય છે. તે પણ અંતરાયના ઉદયે તેના ઉપભોગમાં આવતું નથી.
ધનની ઇચ્છાએ તે સમુદ્ર ઓળંગે, પહાડ ચડે, ખાણ ખોદે, ગુફામાં પ્રવેશે, રસ વડે સુવર્ણ સિદ્ધિ કરે, સજાનો આશ્રય લે, ખેતી કરે. આ બધામાં પોતાને અને બીજાને દુ:ખ આપી પોતાના સુખ માટે મેળવેલ ધન કષ્ટથી પ્રાપ્ત કર્યું હોય તો પણ ભાગ્ય ક્ષય થતાં પીતરાઈઓ તેમાં ભાગ પડાવે છે કે લઈ લે છે, ચોરો ચોરે છે, રાજા લઈ લે છે, તે જાતે ભયચી નાસી જાય છે, ધન વિનાશ પામે છે, ઘર બળી જાય છે. અર્થ નાશના કેટલા કારણો કહેવા, તેથી ઉપદેશ આપે છે–
અર્થ-ધન પ્રાપ્તિ માટે બીજાના ગળા કાપવાદિ કર્મ કરતો તે અજ્ઞાની કમના વિપાકના ઉદયથી અસાતા ઉદય થતા મૂઢ બનીને વિવેકરહિત થઈ કાર્ય-અકાયને માનતો નથી તે તેની વિરૂપતા છે. કહ્યું છે કે, “રાગદ્વેષથી અભિભૂત થવાથી કાર્યઅકાર્યથી પસંચમુખ, વિપરીત કાર્ય કરનારને મૂઢ જાણવો.
આ રીતે મૂઢતાના અંધકારથી છવાયેલો, આલોકના માર્ગના જ્ઞાનથી રહિત સુખના અર્થી દુ:ખને પામે છે એમ જાણીને સર્વજ્ઞ વચનરૂપ દીવાથી બધાં પદાર્થનું ખરું સ્વરૂપ બતાવનાર જાણીને ગુરૂ કહે છે, હે મુનિઓ ! તમે તેનો આશ્રય લો. સુધમસ્વિામી જંબૂસ્વામીને કહે છે, મેં મારી બુદ્ધિથી નથી કહ્યું. તો કોણે કહ્યું ?
મુનિ એટલે ત્રણે કાળમાં જગત વિધમાન છે એવું જે માને છે. તે ત્રણે કાળનું જ્ઞાન જેને છે તે તીર્થકર. તેમણે કહ્યું છે. અનેકવાર ઉચ્ચ ગોત્ર મેળવેલ, પ્રકર્ષથી કે પહેલેથી બધા પોતાની ભાષામાં સમજે તેવી વાણીથી તેમણે ઉપદેશ કર્યો છે ને કહે છે, ઓઘ બે પ્રકારે છે - દ્રવ્ય ઓઘ તે નદીનું પૂર વગેરે. ભાવ ઓઘ તે આઠ પ્રકારનું કર્મ કે સંસાર. તે કોંચી પ્રાણી અનંત કાળ ભમે છે. તે ઓઘને જ્ઞાનદર્શન ચાસ્ત્રિ બોધિવાળા તરે છે. જે નથી તરતા તે અનોપંતરા છે. જે કુતીર્થિકો કે પાચ્છાદિ જ્ઞાનાદિ વાનરહિત છે, તેઓ પણ તરવાનો ઉધમ તો કરે છે, પણ સભ્ય ઉપાયના અભાવે તેઓ તરી શકતા નથી.
તીરામાં - તીર એટલે સંસારનો પાર, તેની પાસે જવું તે તીરંગમ, જે તીરંગમ નથી તે અતીરંગમ. કતીર્થિકાદી અતીરંગમ છે. તીર ગમનનો ઉધમ કરવા છતાં સર્વજ્ઞના કહેલા સન્માર્ગથી દૂર હોવાથી કિનારો પામતા નથી.
મપારંપામ-પાર એટલે સામેનો તટ, ત્યાં જાય તે પારંગમ અને ‘પારંગમ' નથી તે અપારંગમ. પારંગતના ઉપદેશના અભાવે તે અપારંગત જાણવા. * * * * * તેઓ અનંતકાળ પણ સંસારમાં રહે છે. જો કે તેઓ પાર વા પ્રયત્ન કરે છે, પણ સર્વજ્ઞા ઉપદેશહિત અને સ્વરુચિથી વિરચિત શાસ્ત્ર પ્રવૃત્તિથી સંસારને પાર જવામાં સફળ થતા નથી. હવે તીર અને પાર માં શું ભેદ – 111.
દેટા (સત્યદર્શ] માટે ઉપદેશની જરૂર નથી. પણ આજ્ઞાની જે સ્નેહ અને કામમાં આસકત છે, અસમિત છે. તે દુઃખી થઈ દુઃખના આવર્તમાં ભ્રમણ કરે છે [તેને ઉપદેશની જરૂર છે તેમ હું કહું છું.
• વિવેચન -
ઉદ્દેશ એટલે ઉપદેશ, સતુ-અસત્ કર્તવ્ય આદેશ. તેને જાણે તે પશ્યકËટા છે. તે પોતે જ્ઞાતા હોવાથી તેને ઉપદેશની જરૂર નથી. અથવા પશ્યક એટલે સર્વજ્ઞ કે તેના ઉપદેશ પ્રમાણે ચાલનાર, જે કહેવાય તે ઉદ્દેશો-નાક આદિ ગતિ, ઉચ્ચનીચ ગોગાદિનો ઉપદેશ તેમના માટે નથી. કેમકે તે જલ્દી મોક્ષે જનાર છે. તેથી ઉપદેશની આવશ્યકતા કોને છે ? તે કહે છે–
જે ગાદિથી મોહિત છે, કષાયો-કર્મો, પરીષહ ઉપસર્ગો વડે હણાયેલ છે તેવા જ્ઞાનીને જેનાથી તેહ થાય તેવો સ્નેહી કે સગી જાણવો. તે મનોજ્ઞ કામભોગની ઇચ્છાવાળો કે સ્નેહના અનુબંધથી કામને સેવતો - x • વિષયની ઇચ્છા શાંત ન પડવાથી તેના દુ:ખથી દુઃખી બનેલો શારીરિક-માનસિક દુ:ખોથી પીડાતો રહે છે. કાંટા, શરા, ગુમડું આદિથી શારીરિક દુ:ખ ભોગવે છે. પિયવિયોગ, અપ્રિયસંયોગ, ઇચ્છિતનો લાભ, દારિઘ, દૌભગ્ય, દૌર્મનસ્ય આદિ માનસિક પીડા ભોગવે છે. આવા દુ:ખોથી દુ:ખી થઈ - x • વારંવાર દુ:ખના આવર્તમાં ભમે છે. (જે તેમ ન કરે તે મોક્ષે જાય છે.] તેમ હું કહું છું.
અધ્યયન-૨ ‘લોકવિજય'ના ઉદ્દેશા-૩ “મદનિષેધ'નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ