Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 126
________________ ૧/૫/૧/૧૫૪ અધિક કામ લાલસાથી મૃત્યુના મુખમાં પડીને વિષય સુખના કિનારે આવતો જ નથી. કામ અભિલાષ ન ત્યાગતા સંસારથી દૂર થતો નથી. અથવા અધિક કામી કર્મની અંદર વર્તે છે કે બહાર તે કહે છે - ૪ - ૪ - તે જીવ કર્મના મધ્યમાં પણ નથી તેમ દૂર પણ નથી. એ જ રીતે ચાસ્ત્રિની પ્રાપ્તિમાં પણ તે અંદર નથી બહાર પણ નથી. એમ ૨૩૭ બોલવું શક્ય છે. અથવા આ પ્રાણો લેવારૂપ કર્મ ન કરનાર સંસારની અંદર છે કે બહાર ? તે શંકાનું સમાધાન કરે છે. ઘાતિકર્મ ક્ષય થવાથી તે સંસાર મધ્યે નથી, ચાર અઘાતી કર્મ બાકી છે માટે તે બહાર પણ નથી. જેણે ગ્રંથિ ભેદી સમ્યકત્વ પ્રાપ્ત કર્યું, મોક્ષે જનાર છે તેના ભાવો કેવા હોય ? - સૂત્ર-૧૫૫ : તે [તત્વદર્શી જાણે છે કે તૃણના અગ્રભાગે રહેલ, અસ્થિર અને વાયુથી કંપિત થઈ નીચે પડતાં જલબિંદુની માફક અજ્ઞાની, અવિવેકી, પરમાર્થને નહીં જાણતા જીવોનું જીવન પણ અસ્થિર છે. છતાં અજ્ઞાની જીવ ક્રૂરકમ કરતો, દુઃખથી મૂઢ બની વિપરીત દશા પામે છે. મોહના કારણે ગર્ભ અને મરણ પામે છે. આ મોહથી ફરી ફરી સંસારમાં ભમે છે. • વિવેચન : જેનું મિથ્યાત્વ પટલ દૂર થયું છે, સમ્યક્ત્વ પ્રભાવથી સંસારની અસારતા જાણી છે, તે જાણે છે કે તૃણના અગ્રભાગે રહેલા જલબિંદુ માક અજ્ઞાનીનું જીવન છે તે જલબિંદુ ઉપર આવતા પાણીના બીજા બિંદુથી પ્રેરિત વાયુ વડે તે જળબિંદુ પડી જાય છે. - ૪ - તે રીતે અજ્ઞાનીનું જીવિત પણ ક્ષણિક છે. તત્ત્વ જાણનાર ડાહ્યો સાધુ તેમાં મોહ ન કરે. અજ્ઞાનપણાથી બાલ-અજ્ઞ જીવનને બહુ માને છે. તેથી તે બાળ છે. તેથી તે સઅસા વિવેકથી શૂન્ય-મંદ છે, બુદ્ધિમંદ હોવાથી પરમાર્થ જાણતો નથી. તેથી જીવિતને બહુ માને છે. પરમાર્થ ન જાણવાથી નિર્દય અનુષ્ઠાનો, હિંસા-જૂઠ આદિ - x - અઢાર પાપસ્થાનો તે અન્ન પ્રકર્ષથી કરે છે. - ૪ - તે ક્રૂકર્મના વિપાકથી પ્રાપ્ત દુઃખ વડે મૂઢ બને છે. આવો મૂઢ કયા કાર્યથી મારું આ દુઃખ ઉપશાંત થાય એવી મોહિત મતિથી વિપર્યાસ પામે છે. પ્રાણિ-ઘાતથી પ્રાપ્ત દુઃખને શાંત કરવા તે જ હિંસા ફરી કરે છે. અજ્ઞાન કે મોહ મિથ્યાત્વકષાય-વિષય અભિલાષ છે. તે મોહથી મોહિત થઈ નવા કર્મો બાંધે, ગર્ભમાં જાય, પછી જન્મ ફરી બાલ-ચૌવન વય, ફરી વિષયકષાયથી કર્મો બાંધી જન્મ-મરણ પામતો નકાદિ યાતના સ્થાનમાં જાય છે. ઉક્ત મોહ કાર્ય-જન્મ મરણાદિથી તે ફરી ફરી અનાદિ-અનંત ચતુર્ગતિ સંસારમાં ભમે છે. તેનાથી મુક્ત થતો નથી. પણ જો મિથ્યાત્વ વિષયકષાયના ભાવોથી દૂર રહે તો સંસાર ભ્રમણ ન થાય. મોહના અભાવે વિશિષ્ટ જ્ઞાનોત્પત્તિથી મિથ્યાત્વાદિ દૂર થાય.- ૪ - ૪ * ૨૩૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ અર્થના સંશયથી પ્રવૃત્તિ થતી દેખાય છે, તે કહે છે– • સૂત્ર-૧૫૬ : જે સંશયને જાણે છે, તે સંસારના સ્વરૂપને જાણે છે, જે સંશયને નથી જાણતા તે સંસારને પણ નથી જાણતા. • વિવેચન : - બંને બાજુના અંશ જેમાં દેખાય તે સંશય. તેના બે ભેદ-અર્થ સંશય, અનર્થ સંશય. અર્થ તે મોક્ષ અને મોક્ષનો ઉપાય. પરમ-પદ એમ સ્વીકાર્યું તેથી મોક્ષમાં સંશય નથી. તેના ઉપાયમાં સંશય હોય તો પણ પ્રવૃત્તિ થાય છે - x - અનર્થ તે સંસાર અને સંસારના કારણો. તેના સંદેહમાં પણ નિવૃત્તિ થાય કેમકે અનર્થ સંશય તે નિવૃત્તિનું અંગ છે. તેથી અર્થ-અનર્થ સંશયને જાણતો હોય તેને હેય-ઉપાદેય પ્રવૃત્તિ થાય છે. તે જ પરમાર્થથી સંસારનું પરિજ્ઞાન છે. તે દર્શાવે છે— સંશય જ્ઞાતા ચતુર્ગતિક સંસાર અને તેના કારણ મિથ્યાત્વ આદિને જ્ઞ પરિંજ્ઞાથી અનર્થરૂપે જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે તજે છે. જે સંશય નથી જાણતો તે સંસાર પણ નથી જાણતો. તે કહે છે, સંદેહને ન જાણનારથી હેય-ઉપાદેય પ્રવૃત્તિ ન થાય. તેથી સંસાર અનિત્ય, અશુચિરૂપ, નિઃસાર છે એમ તે જાણતો નથી. - x - સંસાર પરિજ્ઞાન કાર્ય વિરતિની પ્રાપ્તિ છે. તેથી સર્વ વિરતિમાં શ્રેષ્ઠ વિરતિને બતાવવા કહે છે— - સૂત્ર-૧૫૭ : જે કુશળ છે તે મૈથુન સેવે નહીં, જે આવું કરીને છુપાવે છે, તે એ અજ્ઞાનીની બીજી મૂર્ખતા છે. ઉપલબ્ધ કામભોગોનું પર્યાલોચન કરીને, જાણીને કામભોગોનું સેવન ન કરીને, બીજાને પણ તે ઉપદેશ દે. તેમ હું કહું છું. • વિવેચન : જે નિપુણ છે, પુણ્ય-પાપ જાણ્યા છે, તે મન, વચન, કાયાથી મૈથુન ન સેવે. તે જ સંસાર જાણનાર છે. જો મોહનીય ઉદયથી પાર્શ્વસ્થાદિ સેવે છે, તે સેવીને સાતા ગૌરવના ભયથી એકાંતમાં મૈથુન સેવીને પછી ગુરુ પૂછે ત્યારે જુઠું બોલે. - x - પાપ છૂપાવે છે. અબુદ્ધિમાન કુકર્મ કરે તે પહેલી અજ્ઞાનતા, પછી જૂઠું બોલતા મૃષાવાદ લાગે. - ૪ - નાગાર્જુનીયા કહે છે– “જે વિષય સેવે, આલોચના ન કરે, બીજા પૂછે તો જૂઠું બોલે તે પોતાના દોષો વડે વધુ લેપાય છે.” તેથી કામો પ્રાપ્ત થાય ત્યારે “ચિત્રક્ષુલ્લકમુનિ” માફક તેના વિપાકને જાણીને તેને ચિત્તની બહાર કાઢે. - X - X - તે શબ્દ આદિના કટુ વિપાકને જાણીને બીજાને તેવા પાપ કરવાની આજ્ઞા પણ ન આપે. પોતે પણ તે છોડે. તેમ હું કહું છું. મેં પૂર્વે કહ્યું તે મેં એક સમાન શ્રેષ્ઠ જ્ઞાનપ્રવાહ મેળવ્યો છે, શબ્દાદિના સ્વરૂપને જાણીને જિનેશ્વરના વચનથી મને આનંદ થયો છે. તેથી હું કહું છું કે— • સૂત્ર-૧૫૮ : વિવિધ કામોભોગોમાં આસકત જીવોને જુઓ. જે નકાદિ યાતના સ્થાનમાં

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128