Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 125
________________ ૧/૫/-/ભૂમિકા ૨૩૫ [નિ.૨૪૦] - x • બધામાં “ધન’ સાર ભૂત છે. જેમકે - આ કોટિસાર (કરોડપતિ છે. આ પાંચ કોડીવાળો છે. સ્થળમાં એરંડો સાર છે. • x • ગુરૂપણામાં વજ ભારે છે. * * * * * * - દ્વિપદમાં તીર્થકર સાર છે, આપદમાં કલ્પવૃક્ષ સાર છે. અયિતમાં વૈરિન સાર છે. * - સ્વામીપણામાં ગોરસનું ઘી સાર છે, અધિકરણમાં પાણીમાં કમળ સાર છે, હવે “ભાવ સાર”— [નિ.૨૪૧] ભાવ-વિષયમાં સાર વિચારતા ફળનું સાધન સાર છે. ફળ એટલે જે માટે ક્રિયા કરીને તેની પ્રાપ્તિ. ફળ સાધના એટલે ફળ માટે આરંભમાં પ્રવર્તવું, પછી ફળની પ્રાપ્તિ તે મુખ્ય છે. ફળે તો પણ તે અનેકાંતિક અને આત્યંતિક રૂપ હોવાથી નિસાર છે, તેથી વિપરીત “સિદ્ધિ” એ સાર છે. આ સિદ્ધિપદ ઉત્તમ સુખ વડે શ્રેષ્ઠ છે. કેમકે તે આત્યંતિક, એકાંતિક, અનાબાધ સુખ હોવાથી ઉત્તમ છે. તેના સાધનો જ્ઞાન, દર્શન, સંયમ, તપ છે. ભાવસારરૂપ સિદ્ધિ ફળ મેળવવા જ્ઞાનાદિ ઉપયોગી છે. તેથી અહીં જ્ઞાન, દર્શન, ચારિત્રનો અધિકાર છે. તે જ્ઞાનાદિની ભાવસારતા બતાવે છે [નિ.૨૪૨] ગૃહસ્થ લોકમાં કુત્સિત સિદ્ધાંતી કામ પરિગ્રહથી કુત્સિત માર્ગમાં કત બનીને લોકો કામપરિગ્રહ આગ્રહી બની ગૃહસ્વભાવને પ્રશંસે છે અને બોલે છે . ગૃહસ્થાશ્રમ જેવો ધર્મ થયો નથી - થવાનો નથી. શૂરપુરુષો તેનું પાલન કરે છે, કાયરો પાખંડનો આશ્રય લે છે. સર્વે પાખંડી ગૃહસ્થાશ્રમ આધારે રહે છે. આ રીતે મહામોહમોહિત ઇચ્છા મદન કામમાં પ્રવર્તે છે. વેશધારી પણ ઇન્દ્રિયોની કુચેષ્ટા ના રોકીને બે પ્રકારે કામવાસના ઇચ્છે છે. તેના કરતા લોકમાં સારરૂપ જ્ઞાન, દર્શન, ચાત્રિ, તપ ગુણો ઉત્તમ સુખવાળી શ્રેષ્ઠ સિદ્ધિ મેળવવા માટે આદરણીય ‘સાર' છે. જો આ જ્ઞાનાદિ ગુણો હિત માટે સાર છે, તો શું કરવું ? તે કહે છે [નિ.૨૪૩] ‘શંકાપદ' છોડી દે. શું મારા આરંભેલ અનુષ્ઠાન નિષ્ફળ છે એવો વિકલ્પ તે શંકા. તેના નિમિત્ત કારણ તે “શંકાપદ'. જેમકે અરિહંતે કહેલ અતિ સૂક્ષ્મ અતીન્દ્રિય કેવલ આગમગ્રાહ્ય અર્થોમાં સંદેહ એવા શંકાપદને છોડીને આ જ્ઞાનાદિ સારપદને દઢપણે અને પાંખડીના દંભથી ક્ષોભિત થયા વિના ગ્રહણ કરવો. શંકાપદને નિવાસ્વા કહે છે : “જીવ છે. જીવના ગ્રહણથી અજીવાદિ પણ ગ્રહણ કરવા. જીવવાળો જીવે છે કે જીવશે તે શુભાશુભફળ ભોકતા તે જીવ અને તે “હું પોતે" એમ પ્રત્યક્ષ સાધ્ય છે અથવા ઇચ્છા, દ્વેષ, પ્રયનાદિ કાર્યાનુમાનથી જીવ સાધ્ય છે. અજીવો પણ ધર્મ, અધર્મ, આકાશ અને પદગલ છે, તે ગતિ, સ્થિતિ, અવગાહ અને બે અણુ વગેરે સ્કંધના હેતુરૂપ છે. એ રીતે આશ્રવ, સંવર, બંધ, નિર્જરા પણ વિધમાન છે. આદિ-અંતના ગ્રહણથી મધ્યનું ગ્રહણ થાય તેથી સાક્ષાત જીવ પદાર્થનું ગ્રહણ કરીને હવે મોક્ષપદને કહે છે - પરમ-પદ કે મોક્ષ શુદ્ધ પદ વાસી હોવાથી વિદ્યમાન છે. તે બંધનો પ્રતિપક્ષી કે બંધ સાથે અવિનાભાવીપણે છે. હવે જો મોક્ષ હોય પણ તેની પ્રાપ્તિનો ઉપાય ન હોય તો માણસો શું કરે ? તેથી કહે છે કે સગઢે છોડવા યત્ન કરે. રાગ-દ્વેષ ઉપશમથી સંયમ પણ વિધમાન ૨૩૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ છે, આ રીતે જીવ અને મોક્ષની શંકા તિવારીને જ્ઞાનાદિ સાર પદ દેઢતાથી ગ્રહણ કરવા. તેથી પણ ‘સાર' શ્રેષ્ઠ ગતિ બતાવે છે. [નિ.૨૪૪] ચૌદ રાજ પ્રમાણ લોકનો સાર શું ? તે સારનો સાર શું ? તેના સાર-સારનો સાર જો તમે જાણો છો તો હું પૂછું છું તે કહો - [નિ.૨૪૫ બધાં લોકનો સાર ધર્મ છે. ધર્મનો સાર જ્ઞાન છે, જ્ઞાનનો સાર સંયમ છે, સંયમનો સાર નિર્વાણ છે. આ રીતે નામનિક્ષેપ કહ્યો. અધ્યયન-૫ “લોકસાર' ઉદ્દેશો-૧ “એકચર' હવે સૂત્રાનુગમમાં સૂગ ઉચ્ચારવું જોઈએ. તે આ પ્રમાણે છે• સૂત્ર-૧૫૪ - આ લોકમાં જે કોઈ પ્રાણી સપયોજન કે નિgયોજન જીવહિંસા કરે છે, તેઓ તે જીતોમાં વિવિધરૂપોમાં ઉત્પન્ન થાય છે. તેમને વિષયભોગ છોડવા કઠિન છે, તેથી તે મૃત્યુની પકડમાં રહે છે. મોક્ષસુખથી દૂર રહે છે. તેઓ વિષયસુખને ભોગવી શકતા નથી કે વિમુખ પણ થઈ શકતા નથી. • વિવેચન : જેટલા જીવો, મનુષ્યો કે બીજા અસંયત છે. તેમાં કેટલાંક ચૌદરાજ લોકમાં કે ગૃહસ્ય-અન્યતીથિંક લોકમાં છ કાય જીવના આરંભમાં પ્રવર્તીને અનેક પ્રકારે વિષયાભિલાષવી તેમને પીડે છે. - x • દુ:ખ દે છે. ધર્મ-અર્થ-કામરૂપ પ્રયોજન માટે પ્રાણીનો ઘાત કરે છે. ધર્મ નિમિતે શૌચ માટે પૃથ્વીકાયની હિંસા કરે છે, અર્થ માટે ખેતી આદિ કરે છે, કામાર્થે આભૂષણ બનાવે છે. આ પ્રમાણે બીજા કાયોની હિંસા સંબંધી પણ જાણવું. વળી અનર્થથી - પ્રયોજન વિના ફક્ત શોખ માટે શિકાર આદિ પ્રાણી ઉપઘાતકારી ક્રિયા કરે છે. એ રીતે અર્થ કે અનર્થસી પ્રાણીઓને હણી - x - એકેન્દ્રિયાદિ પ્રાણીને દુઃખ દે છે - X - પછી તેમાં પોતે જ અનેકવાર ઉત્પન્ન થાય છે અથવા તે જીવોને બાઘા કરી બંધાયેલા કર્મ વડે તે-તે કાયમાં ઉત્પન્ન થાય છે. તેવા તેવા પ્રકાર કર્મોને ભોગવે છે. [અહીંવૃત્તિ અને શૂર્ણિમાં થોડા ભેદ સહિત ગાજુનીયો વાયના પાઠ છે.] જીવો આવા કર્મો શા માટે કરે છે ? જે અન્યકાયમાં ભોગવવા પડે ? તત્વને ન જાણનારા તે જીવને શબ્દાદિ કામો પુત્યાજ્ય છે. અભ સવવાળા અને મંદપુષ્ય જીવોને તેનું ઉલ્લંઘન દુષ્કર છે. તેથી તે કાયમાં પ્રવર્તે છે. તેથી પાપ બંધાય છે. તેનાથી - તે જીવને છ કાય જીવોને દુઃખ દેવાથી તથા અધિક કામેચ્છાથી તે મરણને વશ થાય છે. ફરી જન્મ પામે જ છે. ફરી મૃત્યુ, એ પ્રમાણે જન્મ-મરણરૂપ સંસારમાંથી ત - 1 - છુટે. બીજું - મૃત્યુ મધ્યે પડેલો તે મોક્ષના ઉપાય એવા જ્ઞાનાદિ કે તેના કાર્ય મોક્ષથી દૂર રહે છે. અથવા સુખનો અર્થી તે કામોને તજતો નથી. તે કારણે તે મૃત્યુ મણે વર્તે છે. તેથી જન્મ, જરા, મરણ, રોગ, શોકથી ઘેરાઈ સુખથી દૂર રહે છે. તે

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128