Book Title: Agam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/૨/૬/૧૦૫
૧૮૫
અનુગ્રહ બુદ્ધિથી ઉપદેશ કરે છે તેમ ચક્રવર્તી આદિને પણ ઉપદેશ કરે છે અથવા ચક્રવર્તી માફક તુચ્છને પણ ઉપદેશ કરે છે - ૪ - જો કે એવો નિયમ નથી કે બધાંને સમાન રીતે કહેવું, જેને જેમ બોધ થાય તેમ તેને કહેવું. બુદ્ધિમાનને સૂક્ષ્મ વાત કહેવી અન્યને સ્થૂળ વાત કહેવી.
રાજાને ઉપદેશ આપે તો તે રાજા અન્યદર્શીની, મધ્યસ્થ બુદ્ધિ કે સંશયવાન્ આદિ કેવો છે તે જાણીને કહેવું. - x - x - તેને સાંભળીને ક્રોધ થાય તેવી રીતે ઉપદેશ ન આપવો. વળી તેની ભક્તિ રુદ્ર વગેરે દેવતા પરત્વે હોય, તે દેવનું ચરિત્ર સાંભળતા તે દ્વેષી થાય તો તે શું કરે ? તે કહે છે–
• સૂત્ર-૧૦૬ :
અનાદર થવાથી (શ્રોતા) મારવા લાગે, તેથી એ જાણે કે અહીં ધર્મકથા કરવી શ્રેય નથી. [પહેલા એ જાણવું જોઈએ કે-] શ્રોતા કોણ છે ? કોને માને છે ?
તે “વીર' પ્રશંસા યોગ્ય છે જે [ધર્મકથા વ] બદ્ધ મનુષ્યોને મુક્ત
કરાવે. તે સાધક ઉર્ધ્વ-અધો-તિિિદશામાં સર્વ પ્રકારે સમગ્ર પરિજ્ઞા સાથે ચાલે છે અને હિંસા સ્થાનથી લિપ્ત થતા નથી. તે મેધાવી છે જે અનુાત-અહિંસાના સ્વરૂપને જાણે છે, બંધનથી મુકત થવાની અન્વેષણા કરે છે.
કુશળ પુરુષો બદ્ધ કે મુક્ત હોતા નથી.
• વિવેચન :
[ક્રોધિત થયેલ રાજા] વાણીથી અપમાન કરે, અનાદર થવાથી મારવા લાગે. લાકડી કે ચાબુકથી મારે. કહ્યું છે - “કુદ્ધ થયેલ પકડે, બાંધે, કાઢી મૂકે, સેના પાસે મરાવે, પ્રવેશ નિષેધ કરે, સંઘને દુઃખ આપે.'' તથા બુદ્ધ ઉપાસક નંદબળની કથાથી, શીવ ઉપાસક સત્યકીની કથાથી આદિ - દ્વેષ પામે છે અથવા ભીખારી, ખોડવાળો તેને ઉદ્દેશીને કથા કહેતા દ્વેષ પામે છે. આ રીતે અવિધિથી કહેતા આવી બાધા થાય છે. તથા પરલોકમાં તેનો કંઈ લાભ નથી.
જો કે મુમુક્ષુને પરહિતને માટે ધર્મકથા કહેતાં પુન્ય છે, પણ કહેનાર જો સભાને ન ઓળખે તો દ્વેષનું કારણ બને. અથવા રાજાનું અપમાન થતાં ધર્મકથા કહેનારને હણે. જો તે પશુવધ યજ્ઞાદિને ધર્મ માનતો હોય ત્યારે સાધુ, “તેમાં ધર્મ નથી’” કહે તો પણ રાજા તેને હણશે. અવિધિએ કહેવામાં પણ શ્રેય નથી. જેમકે
- સાક્ષરો મધ્યે પક્ષ-હેતુ છોડી પ્રાકૃતમાં કહેવું, તે પણ અવિધિ છે. આ રીતે પ્રવચનની હીલના જ છે અને કેવળ કર્મબંધ થાય છે. પણ કલ્યાણ થતું નથી. વિધિ ન જાણનારને મૌન જ શ્રેય છે.
કહ્યું છે કે, “સાવધ-નિરવધ વચનથી અજાણને બોલવાનો પણ અધિકાર નથી, તો ઉપદેશ અધિકાર ક્યાંથી હોય ?'
તેથી ધર્મકથા કઈ રીતે કરવી ? તે હવે કહે છે - જેને ઇન્દ્રિયો વશ વર્તે છે, વિષયથી પરસંગમુખ છે, સંસારથી ઉદ્વેગ મનવાળો છે, વૈરાગ્ય હૃદયી છે તેવો ધર્મ
૧૮૬
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
પૂછે, ત્યારે ધર્મકથી વિચારે કે આ પુરુષ કેવો છે ? મિથ્યા દૃષ્ટિ કે ભદ્રક ? કેવા હેતુથી પૂછે છે, તેના ઇષ્ટ દેવ કોણ છે ?, કયા મતને માને છે ? વગેરે વિચારી યોગ્ય કાળે યોગ્ય ઉત્તર આપવો. તેનો સાર એ કે - x - ધર્મકથા વિધિજ્ઞ - x - દ્રવ્ય - ૪ - ક્ષેત્ર - x - કાળ - ૪ - ભાવ - ૪ - વગેરે વિચારીને જે રીતે તે બોધ પામે તે રીતે ધર્મકથા કરવી. ઉક્ત ગુણવાળો ધર્મકથાને યોગ્ય છે, બીજાને અધિકાર નથી. કહ્યું છે કે—
“જે હેતુવાદ પક્ષમાં હેતુને અને આગમમાં આગમને બતાવનાર છે. તે સ્વ સિદ્ધાંતનો પ્રજ્ઞાપક છે, બીજો સિદ્ધાંત વિરાધક છે.'' - જે આ પ્રમાણે ધર્મકથાનો વિધિજ્ઞ છે તે જ પ્રશસ્ત છે. તથા જે પુન્યવાન્ અને પુન્યહીનને ધર્મકથામાં સમદૃષ્ટિ વિધિએ જાણે છે, શ્રોતૃ વિવેચક છે, તેવા ગુણવાળો કર્મવિદાસ્ક સાધુ ઉત્તમ પુરુષોથી
પ્રશંસિત છે.
જે આઠ પ્રકારના કર્મ કે સ્નેહથી બદ્ધ પ્રાણીને ધર્મકથાદિ વડે મૂકાવે છે, તે તીર્થંકર, ગણધર, આચાર્યાદિ યશોક્ત ધર્મકથા વિધિજ્ઞ છે. તેઓ ઉર્ધ્વ દિશાના જ્યોતિષ્ઠાદિને, અધોદિશાના ભવનપતિ આદિને તથા વિર્દી દિશામાં મનુષ્યાદિને [કર્મથી] મૂકાવે છે. બીજાને મૂકાવનાર તે ‘વીર’ હંમેશા બંને પરિજ્ઞા આચરે છે, વિશિષ્ટ જ્ઞાને અથવા સર્વ સંવચાસ્ત્રિ યુક્ત હોય છે. તે ક્યા ગુણોને મેળવે છે તે કહે છે–
તે પ્રાણી હિંસાથી લેપાતો નથી. તે વીર છે, મેધાવી છે, જેના વડે જીવો ચાગતિમાં ભમે તે કર્મ. તેનો ઘાત કરે; તે ખેદને જાણનાર મુનિ છે. એટલે તે કર્મનો ક્ષય કરવાને ઉધત મુમુક્ષુના કર્મક્ષયનો વિધિજ્ઞ એવો તે મેધાવી, કુશળ, વીરમુનિ છે. તથા જે પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ એમ ચાર પ્રકારના બંધનોથી મોક્ષ કરાવે કે તેનો ઉપાય બતાવે તે અન્વેષી [શોધક પણ છે. જે આવો છે તે મેધાવી આદિ છે.
જે જીવહત્યાના ખેદને જાણે, તે મૂળ-ઉત્તર પ્રકૃત્તિ ભેદો વડે ભિન્ન તથા યોગ નિમિતે આવતી કષાયની સ્થિતિવાળી કર્મની બદ્ધ-સ્પષ્ટ-નિધત-નિકાચિત રૂપ અવસ્થાને દૂર કરવાનો ઉપાય જાણે છે. - x - ૪ - જે ઉક્ત ગુણવાળા છે તે સાધુ છાસ્થ હોય કે કેવલી ?
કેવળીને ઉક્ત વિશેષણ ન ઘટે, માટે છાસ્થ લેવા. કેવળીની તો વાત જ શું કરવી ? તે કહે છે, કુશળ - એટલે ઘાતિકર્મનો સંપૂર્ણ ક્ષય કરનાર તીર્થંકર કે સામાન્ય કેવી. જ્યારે છદ્મસ્થ ઘાતિકર્મથી બદ્ધ મોક્ષાર્થી છે - તેના ઉપાયને શોધનારો છે. પરંતુ કેવલી ઘાતિકર્મ ક્ષય થવાથી બદ્ધ નથી અને ભવોપગ્રાહી કર્મના સદ્ભાવથી મુક્ત પણ નથી.
અથવા તેને છાસ્થ જ કહીએ તો ‘કુશલ’ એટલે જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ પ્રાપ્ત કરનાર, મિથ્યાત્વ અને બાર કષાયોનો ઉપશમ કર્યો હોવાથી - તેનો ઉદય ન હોવાથી તે બદ્ધ નથી, કર્મોના સદ્ભાવથી મુક્ત પણ નથી. આવા ગુણવાન કુશળ હોય છે, પછી તે કેવલી હોય કે છાસ્ય. - x - બીજા પણ મોક્ષાભિલાષીએ તેમ વર્તવું તે
બતાવે છે